આ કારણે શિવલિંગનો આકાર ગોળ નહિં પણ હોય છે અંડાકાર, કારણ જાણીને તમને પણ લાગશે નવાઇ

શા માટે શિવલિંગનો આકાર હોય છે અંડાકાર ? જાણો આકારનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતા સૃષ્ટિમાં સર્વશક્તિમાન છે. આ ત્રણ દેવોમાં પણ શિવજીની શક્તિને સર્વોચ્ચ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક દેવી – દેવતાઓની પૂજા મૂર્તિ કે તસવીર તરીકે થાય છે પરંતુ ભગવાન શિવની પૂજા શિવલિંગ તરીકે થાય છે. ભગવાન શિવનું કોઈ સ્વરૂપ નથી. તેમને નિરાકાર માનવામાં આવે છે. શિવલિંગ રુપમાં આ જ નિરાકાર રુપની આરાધના કરવામાં આવે છે.

image source

શિવલિંગનો અર્થ

લિંગમ શબ્દ લિયા અને ગમ્યથી મળીને બન્યો છે. જેનો અર્થ શરુઆત અને અંત થાય છે. માનવામાં આવે છે કે શિવથી જ બ્રહ્માંડ પ્રકટ થયું છે અને તે શિવમાં જ સમાઈ જશે. શિવલિંગમાં ત્રણેય દેવતા વિરાજે છે. શિવલિંગને ત્રણ ભાગમાં ભાગ પાડી શકાય છે. સૌથી નીચેનો ભાગ, મધ્ય ભાગ અને શીર્ષ ભાગ. જે સૌથી ઉપર હોય છે અને તેની પૂજા થાય છે.

image source

નીચલો ભાગ બ્રહ્માજી છે જે સૃષ્ટિના રચયિતા છે. મધ્ય ભાગ વિષ્ણુ દેવ છે જે સૃષ્ટિના પાલનહાર છે. સૌથી ઉપરનો ભાગ શિવ છે. એટલે કે જેમાં સૃષ્ટિ સમાઈ જશે તે. જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો તો તમે એક સાથે ત્રણ દેવને પૂજી રહ્યા છો. અન્ય એક માન્યતા એવી છે કે શિવલિંગનો નીચેનો ભાગ સ્ત્રી અને ઉપરનો ભાગ પુરુષનું પ્રતિક છે. એટલે કે તેમાં શિવ અને શક્તિ એક સાથે વાસ કરે છે.

શા માટે અંડાકાર ?

image source

શિવલિંગ અલગ અલગ પ્રકારના હોય છે. પરંતુ આકાર તેનો એક સરખો જ હોય છે. આ આકાર પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો શિવ બ્રહ્માંડના નિર્માણનું મૂળ છે. એટલે કે શિવ જ તે બીજ છે જેનાથી સમસ્ત સંસાર બન્યો છે. એટલા માટે જ શિવલિંગનો આકાર અંડાકાર છે.

image source

શિવલિંગના આકાર અંગેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર ધ્યાન આપીએ તો બીગ બૌગ થીયરી કહે છે કે બ્રહ્માંડનું નિર્માણ ઈંડા જેવા નાના કણથી થયું હતું. એટલે કે શિવલિંગના આકાર જેવા ઈંડા સાથે સૃષ્ટિને જોડીને જોવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ