પાકિસ્તાનમાં આવેલ આ શિવજી મંદિરનો છે અનોખો ઇતિહાસ, જ્યાં સતીની યાદમાં રડી પડ્યા હતા શિવજી

અહીં શિવજી રડ્યા હતા સતીની યાદમાં, જાણો પાકિસ્તાનમાં આવેલા આ શિવ મંદિર વિશે

માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં હિંદૂ ધર્મના લોકો રહે છે અને તે તમામ માટે ભગવાન શિવ પૂજ્ય છે. શંકર ભગવાન દેવાધિદેવ એટલે કે દેવોના પણ દેવ તરીકે પૂજાય છે. મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના પ્રમુખ તહેવારોમાંથી એક છે. ફાગણ માસમાં આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. આ દિવસે શિવ ભક્તો શિવ મંદિરોમાં જઈ અને ભોળાનાથની પૂજા અર્ચના કરે છે.

શિવજી પ્રત્યે અતૂટ આસ્થા અને સમર્પણ શિવભક્તોમાં જોવા મળે છે. ભારતમાં શિવજીના જ્યોતિર્લિંગ આવેલા છે તે ખૂબ જ પ્રખ્યાત છે. તેવી જ રીતે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શિવ મંદિર આવેલું છે. આ મંદિર પણ શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આમ તો પાકિસ્તાનમાં અનેક હિંદૂ મંદિર આવેલા છે. જેમાંથી કટસરાજ મંદિરનો ઈતિહાસ સૌથી ખાસ છે.

image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એ જ મંદિર છે જ્યાં સતીની યાદમાં શિવજી પણ રડી પડ્યા હતા. તો ચાલો જાણીએ આ પાવન મંદિરના ઈતિહાસ વિશે અને તેની સાથે જોડાયેલી લોકોની આસ્થા વિશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર કટસરાજનું આ શિવ મંદિર પાકિસ્તાનના ચકવાલ ગામથી અંદાજે 40 કિ. મી. દૂર આવેલા કટસ નામના સ્થાને એક પર્વત પર આવેલું છે. આ એક ઐતિહાસિક મંદિર છે જે અંદાજે 900 વર્ષ જુનું હોવાનું જાણવા મળે છે. ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનમાં રહેતા તમામ હિંદૂઓની આસ્થાનું આ કેન્દ્ર છે.

image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષને ત્યાં યજ્ઞ કુંડમાં કુદી આત્મદાહ કર્યો હતો ત્યારે તેના વિયોગમાં ભગવાન શિવ પોતાની સુધ-બુધ ખોઈ અહીં આવ્યા હતા. માતા સતીને યાદ કરતાં ભગવાન શિવની આંખમાંથી અહીં આંસૂ વહી ગયા હતા. શિવજીના આંસૂથી અહીં એક કુંડ બની ગયો છે. આ કુંડનું નામ કટાક્ષ કુંડ છે.

ભગવાન શિવના આંસુઓથી જે કટાક્ષ કુંડ બન્યો છે તે ભારત અને પાકિસ્તાનના ભાગલા પછીથી પાકિસ્તાનમાં છે. આજે પણ આ કુંડ પાણીથી ભરેલો રહે છે. આ સિવાય અન્ય એક કુંડ ભારતમાં રાજસ્થાનના પુષ્કર તીર્થમાં આવેલો છે. માન્યતાઓ અનુસાર કટસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ચમત્કારી પાણીથી છલોછલ છે.

image source

આ સરોવરમાં બે રંગનું પાણી છે. મંદિરમાં પાણી ઓછું ઊંડુ છે ત્યાં લોકોને તેનો રંગ આછો લીલો દેખાય છે જ્યારે પાણી જ્યાં ઊંડુ છે ત્યાંનું પાણી બ્લૂ રંગનું દેખાય છે. મહાભારતની એક કથા અનુસાર આ સરોવરના પાણીથી જ પાંડવોએ પોતાની તરસ છીપાવી હતી. પાંડવો એક એક કરીને અહીં આવ્યા હતા. તે સમયે અહીં યક્ષનું રાજ હતું. પાણી પીવા આવેલા બધા જ પાંડવ એક એક કરીને બેભાન થવા લાગ્યા. જ્યારે સૌથી છેલ્લે યુધિષ્ઠિક અહીં આવ્યા તો તેમણે પોતાના ભાઈઓને આ સ્થિતિમાં જોયા. ત્યા બાદ તેમણે યક્ષ સાથે પોતાના ભાઈઓને ભાનમાં લાવવા માટે પ્રશ્નોત્તરી કરી. યક્ષના પ્રશ્નોના સાચા જવાબા આપ્યા બાદ પાંડવોને ફરીથી જીવનદાન મળ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ