શિવજીનું એક એવું મંદિર જ્યાં જળ, દૂધ અને ફળ ફૂલ સાથે ચઢાવવામાં આવે છે ઝાડું, વાંચો કેમ ચઢાવવામાં આવે છે ઝાડું…

ભગવાન શિવ પર દૂધ, જળ, બીલીપત્ર અને ધતુરો તો તમે ચઢાવતા જ હશો અને ઘણા લોકોને તલ કે બીજી વસ્તુઓ અર્પણ કરતા પણ જોયા હશે. આ બધા સિવાય શિવજીનું એક એવું મંદિર છે જ્યાં મહાદેવના ભક્તો મહાદેવના શિવલિંગ પર ઝાડું એટલે કે સાવરણી ચઢાવે છે.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જીલ્લામાં બીહાજોઈ ગામના એક પ્રાચીન પતાલેશ્વર નામનું શિવ મંદિર છે. જ્યાં ભક્તોની લાંબી લાઈન લાગેલી હોય છે. આ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરે છે અને ઝાડું ચઢાવે છે. પતાલેશ્વર મંદિર પ્રત્યે ભક્તોની અનોખી શ્રધ્ધા જોડાયેલ છે. અહિયાં ભગવાન શિવને દૂધ, જળ અને ફૂલ ફળની સાથે સાથે શિખાવાળી ઝાડું અર્પિત કરતા હોય છે.

માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન શિવને ઝાડું ચઢાવવાથી મનોકામના પૂર્ણ થઇ જાય છે. ભક્તોનું માનવું છે કે ઝાડું ચઢાવવાથી ભોલેનાથ ખુશ થઇ જાય છે અને તેનાથી જે પણ ભક્તને ચામડી સંબંધિત રોગો હોય તેમાંથી છુટકારો મળે છે. આ ક્ષેત્રનું આ સૌથી પ્રખ્યાત મંદિર છે. આ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે.

અહિયાં શિવલિંગ પર ઝાડું ચઢાવવાની પ્રથા બહુ જૂની છે. શિવજીને ઝાડું ચઢાવવા માટે લોકો આખો દિવસ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આના સિવાય અહિયાં દર્શન કરવા માટે પણ બહુ ભીડ હોય છે. અહિયાં ભક્તોની ઘણી ભીડ જામતી હોય છે.

કહેવાય છે કે આ ગામમાં ભિખારીદાસ નામનો એક વેપારી હતો જે બહુ ધનવાન હતો. પણ તેને ચામડીનો કોઈ બહુ ગંભીર રોગ થયો હતો. એક દિવસ તે રોગનો ઈલાજ કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક તરસ લાગે છે.

ત્યારે તેઓ મહાદેવના આ મંદિરમાં પાણી પીવા માટે જાય છે અને તે મંદિરમાં ઝાડું લગાવી રહેલ એક મહંત સાથે ભટકાય છે. આ ઘટના પછી કોઈપણ ઈલાજ કરાવ્યા વગર જ તેનો રોગ દૂર થઇ જાય છે. આનાથી ખુશ થઈને એ વેપારી પેલા મહંતને પૈસા આપવા માંગે છે પણ મહંત તે પૈસા લેવાથી ના કહે છે. આના બદલે તેઓ વેપારીને અહિયાં મંદિર બનાવવા માટે કહે છે. ત્યારથી જ આ મંદિર માટે આ વાત કહેવામાં આવે છે. જે પણ મિત્રોને ચામડી સંબંધિત કોઈપણ રોગ કે બીમારી હોય તેમણે આ મંદિરે આવીને ઝાડું ચઢાવવાની રહેશે. આમ કરવાથી ભક્તની દરેક મુશ્કેલી દૂર થઇ જશે અને તેને મનોકામના પૂરી થઇ જશે. આ જ કારણે આજે પણ અહિયાં શ્રધ્ધાળુઓ ઝાડું ચઢાવવા માટે લાઈન લગાવે છે.