આ એક માત્ર એવું મંદિર છે જ્યાં શિવજીના અંગૂઠાની પૂજા થાય છે

એક અદ્ભુત રહસ્ય જોડાયેલું છે

સમગ્ર વિશ્વમાં ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે. બધા જ મંદિરની પોતાની એક અનોખી ખાસિયત હોય છે. ભગવાન શિવના જેટલા પણ મંદિર છે, બધી જગ્યાએ કાં તો શિવલિંગની પુજા કરવામાં આવે છે અથવા તો મૂર્તિની પુજા કરવામાં આવે છે પણ રાજસ્થાનના માઉંટ આબુના અચલગઢના અચલેશ્વર મહાદેવ મંદિર આ બધા જ મંદિરથી અનોખું છે. કારણ કે, આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગની પુજા નથી થતી પણ તેમના પગના અંગૂઠાની પુજા કરવામાં આવે છે.રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુને અર્ધકાશીના નામે ઓળખવામાં આવે છે કારણ કે અહીં ભગવાન શિવનું એક અતિ પ્રાચિન મંદિર આવેલું છે. પુરાણો પ્રમાણે, વારાણસી એ ભગવાન શિવની નગરી છે તો માઉન્ટ આબુ ભગવાન શંકરની ઉપનગરી છે. અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં અચલગઢના પહાડ પરના કિલા પાસે આવેલું છે.

મંદિર સાથે જોડાયેલા છે કેટલાએ રહસ્યોકહેવામાં આવે છે કે અહીંનો પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકેલો છે. જે દિવસે અહીંથી ભગવાન શિવનો અંગુઠો ગાયબ થઈ જશે, તે દિવશે આ પહાડ નષ્ટ થઈ જશે. અહીં પર ભગવાનના અંગૂઠાની નીચે એક કૂદરતી ખાડો બનેલો છે. આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે તે ભરાતો નથી. તેમાં ચડાવવામાં આવનાર પાણી ક્યાં જાય છે, તે આજે પણ એક રહસ્ય છે.

અહીંનું મંદિર પરિસર આવું છે અચલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ચંપાનું એક વિશાળ જાડ આવેલું છે. મંદિરમાં ડાબી બાજુ કલાત્મક સ્તંભો પર ધર્મકાંટો બનાવવામાં આવેલો છે, જેની કોતરણી અદ્ભુત છે. કહેવામાં આવે છે કે આ વિસ્તારના શાસક રાજસિંહાસન પર બીરાજતી વખતે અચલેશ્વર મહાદેવના આશિર્વાદ મેળવવા ધર્મ કાંટા નીચે પ્રજા સાથે ન્યાયના સોગંધ લેતા હતા. મંદિરના પ્રાંગણમાં દ્વારિકાધીશનું મંદિર પણ બનેલું છે. ગર્ભગૃહની બહાર વરાહ, નૃસિંહ, વામન, કચછપ, મત્સ્ય, કૃષ્ણ, રામ, પરશુરામ, બુદ્ધ તેમજ કલીંગના અવતારોની પથ્થરની ભવ્ય મૂર્તિઓ પણ છે.

મંદિર પાસે છે અચલગઢનો કિલ્લોઅચલેશ્વર મહાદેવ મંદિર અચલગઢના પહાડ પર અચલગઢના કિલ્લાની પાસે આવેલું છે. અચલગઢનો આ કિલ્લો ખંડેર બની ગયો છે. કહેવાય છે કે તેનું નિર્માણ પરમાર રાજવંશ દ્વારા કરાવવામાં આવ્યું હતું. પાછળથી 1452માં મહારાણા કુંભાએ તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અને તેને અચલગઢ નામ આપવામાં આવ્યું હતું.

અચલેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ફરવા લાગયક સ્થળોઅદ્ધરદેવી મંદિર – અચલેશ્વર મહાદેવ મંદિરથી લગભગ 5 કિ.મી.ના અંતરે અદ્ધર દેવી નામનું મંદિર આવેલું છે. જે એક રમણિય સ્થળ છે.

દેલવાડા મંદિર – અચલગઢના મંદિરથી થોડાક અંતર પર સ્થાપત્ય કળાનો અદ્ધભુત નમુનો એવું દેલવાડાનું જૈન મંદિર આવેલું છે.