શિવ-પાર્વતીના લગ્નમાં આવ્યા હતા આ વિધ્ન, જાણો તેમની સાથે જોડાયેલી રોચક કથા વિશે

શિવ-પાર્વતીના લગ્નમાં હતા આવા વિધ્ન, જાણો કેવી રીતે થયા લગ્ન સંપન્ન

મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વ 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. પરંતુ શું તમે જાણો છો કે શિવજી અને પાર્વતીના લગ્ન કેવી રીતે થયા હતા ? તેમજ તેમના લગ્ન સાથે કઈ કથા જોડાયેલી છે ? તો ચાલો તમને જણાવીએ આ રોકચ કથા વિશે.

image source

માતા પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા ઈચ્છુક હતા. તેમણે શિવજી સમક્ષ વિવાહ પ્રસ્તાવ લઈ કન્દર્પને મોકલ્યા હતા. પરંતુ શિવજીએ તેમને ભસ્મ કરી દીધા. પરંતુ માતા પાર્વતીએ પણ નક્કી કર્યું હતું કે તે લગ્ન માત્ર શિવજી સાથે જ કરશે. તેથી તેમણે કઠોર તપ શરુ કર્યું તેમની તપસ્યા એટલી કઠોર હતી કે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. માતા પાર્વતીનું કઠોર તપ જોઈ શિવજી પણ પ્રસન્ન થયા અને પ્રકટ થઈ વરદાન માંગવા કહ્યું. માતાએ તેમને લગ્ન કરવા કહ્યું અને શિવજીએ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો.

image source

પરંતુ જ્યારે શિવજી જાન લઈ પાર્વતીજી સાથે લગ્ન કરવા પહોંચ્યા તો લોકો ડરીને ભાગવા લાગ્યા. કારણ કે શિવજીની સાથે ભૂત, પ્રેત, ચુડેલ અને ડાકણ જાનમાં આવી હતી. ડાકણ અને ચુડેલોએ શિવજીનો શણગાર ભસ્મથી કર્યો હતો. શિવજીએ હાડકાની માળાઓ પહેરી હતી. જ્યારે જાન માતાના દરવાજે પહોંચી તો પાર્વતીજીના માતાએ લગ્નનો અસ્વીકાર કર્યો. એટલું જ નહીં શિવજીને જોઈ દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા.

image source

આ વાતની જાણ જ્યારે પાર્વતીજીની થઈ તો તેમણે પરિસ્થિતિને સાચવવા શિવજીને અનુરોધ કર્યો કે તે રીતિ રિવાજ અનુસાર તૈયાર થઈને આવે. માતા પાર્વતીની વાત સાંભળી અને તેનો સ્વીકાર કરી શિવજી ત્યાંથી ગયા અને દેવતાઓને ફરમાન કર્યું કે બધા જ સુંદર રીતે તૈયાર થઈ તેમની સાથે જાનમાં આવે. શિવજી સુંદર સ્વરુપે તૈયાર થઈ દેવતાઓ સાથેની જાન લઈ આવ્યા ત્યારબાદ શિવજીના લગ્ન કરવામાં આવ્યા. આ લગ્નમાં બ્રાહ્મણ સ્થાને બ્રહ્માજી બન્યા હતા. બ્રહ્માજીની સાક્ષીએ માતા પાર્વતી અને શિવજીએ એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ