ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરશે મનોકામના પૂર્ણ, વાંચો મંત્ર મહિમા

ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરશે મનોકામના પૂર્ણ, વાંચો મંત્ર મહિમા

ॐ નમ: શિવાય મંત્ર નાના બાળકને પણ આવડતો હોય છે. આ અત્યંત સરળ મંત્ર છે પરંતુ તેનો અર્થ અને તેની અસર ચમત્કારી હોય છે.

શિવ પુરાણ અનુસાર સંસારી જીવો માટે આ મંત્ર આશીર્વાદ સમાન છે. આ મંત્રનો જાપ મનોરથ પૂર્ણ કરનાર હોય છે. આ મંત્ર દરેક વિદ્યાનું બીજ છે.

મહાશિવરાત્રી પર્વ પર તમે પણ આ મંત્રનો જાપ અવશ્ય કરશો, ત્યારે જાણી લો કે આ મંત્રમાં કયા કયા ગુણ છે અને તે કેવી રીતે અસર કરે છે.


ॐ શબ્દમાં જ સર્વવ્યાપી શિવનો સમાવેશ થાય છે. જ્યારે નમ: શિવાય શબ્દ એકાક્ષ બ્રહ્મ સ્વરૂપ છે. આ મંત્રમાં સંપૂર્ણ વેદ અને શાસ્ત્ર વિદ્યમાન છે. તેથી જ કહેવાય છે કે આ મંત્ર સમાન અન્ય કોઈ મંત્ર નથી.

જે જાતક આ મંત્રનો જાપ નિયમિત કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે. આ શિવ મંત્રનો જાપ મહાશિવરાત્રી પર્વ પર ચાર પ્રહર સુધી કરવાથી પ્રભુ ક઼ૃપા પ્રાપ્ત થાય છે.

સરળ મંત્રનો જાપ તમે પણ આજના દિવસે શિવ પૂજા સાથે કરી બનો શિવ કૃપાના અધિકારી.

લેખન સંકલન  : તૃપ્તિ ત્રિવેદી 

રોજ રોજ ત્યોહાર મુજબ એનું ધાર્મિક મર્મ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી