સીંગની ચીકી – બહાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ ઘી વગર પાણીમાં બનાવો સીંગની ચીકી

• મિત્રો આજે હું બધાને ભાવતી એવી સીંગની ચીકી કેવી રીતે બનાવી એની રેસીપી શેર કરુ છું તો આજે આપણે બિલકુલ પણ ઘી વગર અને પાણી માં ચીકી બનાવવા ની રીત બતાવીશ. તો આ ચીકી ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બનશે.

• તો જુઓ વિડીયો રેસીપી દ્રારા સીંગની ચીકી કેવી રીતે બનાવવી..

• નવી નવી રેસીપી જોવા Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

સામગ્રી:-

  • • 1 મોટો બાઉલ સમારેલો ગોળ
  • • 1 મોટો બાઉલ શેકેલા સીંગદાણા
  • • ½ વાટકી પાણી

રીત:-

• સ્ટેપ 1:-

સૌપ્રથમ સીંગદાણા ને ધીમા ગેસ પર શેકી લો. હવે તેના પરથી ફોતરાં ઉખેડી અધકચરા ક્રશ કરી લો.

• સ્ટેપ 2:-

હવે એક કડાઈમાં સમારેલો ગોળ ઉમેરી એમાં પાણી ઉમેરી લો. અને ધીમાં ગેસ પર ગોળ ને ઓગાળી લો. અને ગોળ નો પાયો કરવાનો છે.

• સ્ટેપ 3:-

ગોળ ઓગળી જાય પછી સતત હલાવતા રહેવું.

• સ્ટેપ 4:-

તો એકદમ કલર બદલાઈ જાય અને પાયો રેડી થાય ત્યારે તેમાં સીંગદાણા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 5:-

મિક્ષ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો અને કીચન પ્લેટફોર્મ , વેલણ પર તેલ લગાવી લો. અને ચીકી ને પ્લેટફોર્મ પર પાથરી લો.

• સ્ટેપ 6:-

હવે પાણી વાળા હાથ કરીને પાથરી લો. અને તેલ વાળું વેલણથી ચીકી ને પાતળી વણી લો. અને પીસ કરી લો. તો ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ સીંગની ચીકી રેડી છે.

• નોંધ:-

  • • પાયો પ્રોપર બને તેનું ખાસ ધ્યાન રાખવું.
  • • પાણી ને બદલે ઘી પણ લઈ શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.