ઉત્તરાયણ સ્પેશિયલ ગોળ સીંગદાણાની ચિક્કી બનાવવાની બેસ્ટ અને પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું ઉતરાયણ સ્પેશિયલ ગોળ સીંગદાણાની ચિક્કી. પરફેક્ટ એકદમ ક્રિસ્પી આપણે ફક્ત ત્રણ સામગ્રીમાંથી બનાવી લઈશું. ગોળનો પાયો કઈ રીતે બનાવો.અને ચેક કઈ રીતે કરવો તેની રીત જોઈશું. અને બન્યા પછી એકદમ માર્કેટ જેવી બને છે.

સામગ્રી

  • ગોળ
  • શેકેલી સીંગ
  • વલીયારી
  • પિસ્તા
  • ઘી

રીત-

1- સૌથી પહેલાં ચીક્કી ને વણવા માટે એક પાટલી લઈશું.પાટલી ને ઘી થી ગ્રીસ કરી લઈશું.અને વેલણ ને પણ ઘી લગાવી લઈશું. ચીક્કી ને કટ કરવા માટે એક કાઠો લઈશું. આપણી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે.

2- હવે ચિક્કી બનાવવા માટે એક નાનું પેન લઈશું. અને એક બાઉલમાં પાણી લઈ લઈશું. આપણે ગોળ ને ચેક કરવા માટે પાણી સાથે જ રાખવાનું છે. તેમાંથી એક ચમચી પાણી પેન માં લઈશું.પાણી નાખવાથી ગોળ બળતો નથી. ગેસ આપણે મીડીયમ રાખીશું. તેને સતત હલાવતા ગોળ ને ઓગાળી લઈશું.

3- હવે ધ્યાન રાખવાનું છે કે ગોળ ને સતત હલાવતા રહેવાનું છે. ગોળ એકદમ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી કુક કરવાનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ગોળ ઉકળવા લાગ્યો છે. તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી હલાવીશું.

4- હવે આપણે ચાસણી ચેક કરી લઈશું. પાણીમાં એક ટપકું નાખવાનું અને હાથ માં લઇ ચેક કરવાનું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે હજુ ગોળ વળતું નથી.એટલે હજુ ચાસણી કાચી છે.હજુ આપણે ગોળ ને કુક કરીશું. ઠંડા પાણીમાં ગોળ નાખવાથી તરત જ ખ્યાલ આવી જાય છે. હવે આપણે ફરીથી ચેક કરી લઈશું. ગોળ તરત જ ગઠ્ઠો થઈ ગયો છે. પરંતુ કડક નથી થયો. હજુ થોડો ચોંટે છે તે તૂટતો નથી. આ પ્રકારની ચિક્કી જ્યારે બને ત્યારે દાત માં ચોંટતી હોય છે. હજુ આપણે ગોળ ને અડધી મિનિટ માટે કુક કરી લઈશું.

5- હવે આપણે ફરીથી ચેક કરી લઈશું. હવે હાથમાં લઇ તો ખખડવાનો અવાજ પણ આવશે. જ્યારે તમે ચાસણી ચેક કરો ત્યારે સ્ટીલના વાસણ પર નાખશો તો અવાજ આવશે. એકદમ તૂટી જાય તો સમજવાનું આપણો ગોળ તૈયાર થઈ ગયો છે. આપણી ચાસણી તૈયાર થઇ ગઇ છે. આ સ્ટેજ પર એક મોટી ચમચી ઘી નાખીશું.

6- હવે આપણે સીંગદાણા નાખીશું. અને સિંગદાણા ને સરસ મિક્સ કરી લઈશું. સીંગદાણા પરંતુ ગોળનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી હલાવી લઈશું. હવે ગેસ બંધ કરીને તરત જ પાટલી પર લઈ લેવાનું છે.

7- ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાટલી પર લીધા બાદ તરત જ વણી લેવાનું છે. જો થોડી વાર કરશો તો તમારી ચિક્કી વણાશે નહીં.આ સ્ટેજ પર આપણે ઝડપ કરીશું. ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે આ ગોળ હાથમાં ચોંટી ના જાય. ગોળ ખૂબ જ ગરમ હોય છે અને તરત જ સ્કિન ને બાળી નાખે છે.

8- હવે આપણે વણી લઈશું. બધી સાઈડ થી વણી લઈશું.એટલે ગોળ થાય. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરખી વણાઈ ગઈ છે. હવે તેના પર ગાર્નિશ માટે વલીયારી અને પિસ્તા નાખીશું. હવે ફરીથી આપણે વેલણથી વણી લઈશું. જેથી વલીયારી અને પિસ્તા સરસ ચોંટી જાય.

9- હવે આપણે ગોળ કટરથી કટ કરી લઈશું. જો તમે વાર કરશો તો તે કટ નહીં થાય. ગરમ ગરમ જ તમારે એક વખત કટ આપી દેવાના. હવે દબાવીને પ્રેસ કરી લઈશું. હવે આપણે ઠંડી થવા દઈશું.

10- હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી ચિક્કી સરસ ઠંડી થઈ ગઈ છે. સૌથી પહેલા સાઈડ પર ચિક્કીને ઉખાડી લઈશું. ત્યારબાદ જે આપણે ગોળ કટ આપ્યો છે તેને ઉખાડી લઈશું. આપણી ચિક્કી સરસ ઉખડી ગઇ છે. એકદમ પાતળી અને સરસ બની છે.તો તમે આ ઉત્તરાયણ પર જરૂરથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.