શીંગદાણા ના લાડુ – ફક્ત 10 મિનિટમાં તૈયાર થઇ જતા આ લાડુ તમને રાખશે હેલ્થી…

આજે આપણે બનાવીશું શીંગદાણા ના લાડુ માત્ર ૬ વસ્તુ થી બનતા આ લાડુ અત્યારે જે આપને હેલ્ધી ખાવા નું રાખીએ છે એમાં આ લાડુ ખૂબ ફાયદો કરશે, મિત્રો આપને શિંગપાક , ખારી શિંગ,શિંગ ભુજીયા આવું બધું તો બનાવતા હોઈ પણ આ શીંગદાણા ના લાડુું આ બધા કરતાં વધારે ગુણ કારી છે.

હેલ્ધી રહેવું હોય તો મગફળી ખાવ, બદામ ખાવા જેટલા જ ફાયદા થાય છે

સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંઘી હોય જયારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

અઠવાડિયામાં પાંચ દિવસ જો તમે સીંગદાણાનું સેવન કરો તો તેનાથી હૃદયરોગની શક્યતા ઘટે છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ કાબુમાં રાખવામાં પણ મદદ કરે છે

તો ચાલો બનાવીએ શીંગદાણા ના લાડુ

સામગ્રી

  • ૧ મોટો વાડકો સેકેલા શીંગદાણા
  • ૧ નાની વાટકી સફેદ તલ
  • ૧/૨ વાટકી ટોપરા નું ખમણ
  • ૧ વાટકી ગોળ
  • ૧ ટી સ્પૂન ઘી
  • ૧/૪ ચમચી એલચી પાઉડર

બનાવની રીત

સૌ પ્રથમ શેકેલા શીંગદાણા ના ફોતરા કાઢીને તેને મિક્સર માં પીસી લો.

હવે એક પેન માં ૧ ટી સ્પૂન ઘી લો.તેમાં ગોળ નાખી ૧ થી ૨ મિનિટ ધીમા તાપે હલાવો ( તમે ફોટો માં જોઈ શકો છો કે ગોળ ની પાઈ કેવી થઈ છે) હવે તેમાં શીંગદાણા નો ભુક્કો નાખી તેમાં તલ,ટોપરા નું ખમણ અને એલચી પાવડર નાખી બરાબર હલાવી મિક્સ કરો.

૨ થી ૪ મિનિટ બધું મિકસ થઈ એટલે ધીમા તાપે થવા દેવું

હવે ગેસ બંધ કરી મિશ્રણ થોડું ઠંડું થઈ એટલે લાડુ વાળવા.

તો તૈયાર છે માત્ર ૧૦ મિનિટ માં મગફળી ના લાડુ

મગફળીના સેવનથી હાડકા મજબૂત બને છે. તેનું કારણ છે મગફળીમાં ઉપસ્થિત કેલ્શિયમ અને વિટામિન ડી. આ હાડકા માટે એક ખૂબ જ અસરકારક અને સસ્તો ઈલાજ છે.

સો ગ્રામ કાચી મગફળીમાં 1 લીટર જેટલું પ્રોટીન હોય છે. મગફળીને શેકીને ખાવાથી જેટલી માત્રામાં ખનીજ મળે છે તેટલું તો 250 ગ્રામ મીટમાં પણ નથી મળતું. મગફળીનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે.

મગફળી તમારી ત્વચા પરના જીવાણુઓનો ખાત્મો બોલાવી દે છે. મગફળી સાચા અર્થમાં પોષક તત્વોનો ખજાનો છે અને તે ખાવાથી અનેકાનેક લાભ થાય છે. તેમાંથી મળતુ પ્રોટીન એટલુ ફાયદાકારક હોય છે કે આયુર્વેદમાં મગફળીના તેલનો ઉપયોગ અનેક દવા બનાવવામાં કરવામાં આવે છે.

નોંધ આમ તમને ડ્રાય ફ્રુટ પસંદ હોઈ તો ક્રસ કરી ને ઉમેરી શકાય.

તો મિત્રો આટલા બધા ફાયદા વાંચી અને આટલી સહેલી રેસિપી જોઈ ને જરૂર થી બનાવજો શીંગદાણા ના લાડુ જે નાના મોટા બધા ને ટેસ્ટી પણ લાગશે અને હેલ્થ માટે પણ ખૂબ ફાયદો કરશે.

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી (જામનગર)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ