શીંગ ભુજીયા એ એક પ્રકારનો ચટપટો નાસ્તોછે, નોંધી રાખજો કામ આવશે

શીંગ ભુજીયા

આ ચટપટો નાસ્તો , ચા સાથે કે સાંજે નાસ્તા માં બાળકો ને આપી શકાય. બાળકો ના સ્નેક્સ બોક્સ કે ઓફિસે લઈ જવા માટે પણ ઉત્તમ છે . બજાર માં મળતા તૈયાર પેકેટ્સ માં શીંગ ની , લોટ ની કે મસાલા ની ગુણવત્તા નું કોઈ પ્રમાણ નથી. ચાલો ઘરે જ બનાવીએ, 15 થી 20 મિનિટ માં તૈયાર થઈ જશે.

સામગ્રી :

  • • 1 વાડકો કાચી શીંગ,
  • • 1/3 વાડકો ચણા નો લોટ,
  • • મીઠું,
  • • 1/2 ચમચી ગરમ મસાલો,
  • • 1 ચમચી લાલ મરચું,
  • • 1/2 ચમચી ચાટ મસાલો,
  • • 1/2 ચમચી આમચૂર પાવડર,
  • • 1/4 ચમચી ગરમ મસાલો,
  • • 1/4 ચમચી હળદર,
  • • 1/2 ચમચી ધાણાજીરું ,
  • • ચપટી ખાવા નો સોડા,
  • • 1 ચમચી તેલ ,
  • • તળવા માટે તેલ,

રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લો. આ લોટ માં મીઠું , લાલ મરચું, હળદર , ધાણાજીરું , ગરમ મસાલો , આમચૂર , હિંગ , ખાવાનો સોડા બધું જ ઉમેરો.

ચમચી થી બધું સરસ મિક્સ કરી લો. હવે એમાં 2 2 ચમચી પાણી ઉમેરો. એક સાથે વધારે પાણી ઉમેરવું નહી. એકદમ સ્મૂધ બેટર બનાવો.

હવે એમાં કાચી શીંગ ઉમેરો. ચમચી થી સરસ મિક્સ કરી લો. શીંગ પર લોટ નું આવરણ બની જાવું જોઈએ. જો જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરી શકો.

સરસ મિક્સ કર્યા બાદ 1 ચમચી તેલ ઉમેરવું. તેલ રેડયા બાદ સરસ રીતે મિક્સ કરી લો.

કડાય માં તળવા માટે તેલ ગરમ કરો. હવે મસાલો લગાવેલી શીંગ હાથ થી છૂટી કરતા જાઓ ગરમ તેલ માં મુક્તા જાઓ. હળવા હાથે કરવું નહીં તો મસાલો શીંગ થી નીકળી હાથ પર ચોટી જશે.

મધ્યમ થઈ ધીમી આંચ પર તળવું . વચ્ચે વચ્ચે હલાવતા જાઓ જેથી શીંગ એકસરખી તળાય. ફૂલ આંચ પર તળવા થી શીંગ કાચી રહેશે અને મસાલો બળી જશે. કડક થાય એટલે બહાર કાઢી ચાટ મસાલો છાંટો.

ચમચી થી કે હાથ થી સરસ મિક્સ કરી લો. શીંગ ગરમ હશે ત્યારે પોચી લાગશે. ઠરશે એટલે એકદમ કડક થઇ જશે. ઠર્યા બાદ એર ટાઈટ ડબ્બા માં ભરી લો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી