ગર્ભાવસ્થા પછી વધેલા વજનને ઘટાડવા માટે, શિલ્પા શેટ્ટી દરરોજ સવારે ખાલી પેટે આ ફળો ખાતી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હંમેશાં પોતાના ફિગરને લઈને ચર્ચામાં રહે છે. દરેક છોકરી અને સ્ત્રીઓ શિલ્પા શેટ્ટી જેવું ફિગર મેળવવા ઈચ્છે છે. ડિલિવરી પછી પણ, શિલ્પાએ તેનું વજન ખૂબ જ ઝડપથી ઘટાડ્યું હતું. જો તમે પણ ગર્ભવતી હો તો તમારા મનમાં એક જ સવાલ હશે કે ડિલિવરી પછી વધેલા વજનને કેવી રીતે ઘટાડવું. આજે અમે તમને જણાવીશું કે શિલ્પા શેટ્ટીનું ડિલિવરી પછી વજન ઘટાડવાનું રહસ્ય શું છે. શિલ્પા શેટ્ટીએ ડિલિવરી પછી પોતાનું 32 કિલો વજન ઘટાડ્યું. આ સાંભળીને બધાને આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે. તો ચાલો જાણીએ એ રહસ્ય વિશે.

image source

આ ફળ ફાયદાકારક છે

ડિલિવરી પછીનો આહાર શેર કરતી વખતે શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તે દરરોજ સવારે થોડા નવશેકા પાણી સાથે એક પ્લેટ પપૈયા ખાતી હતી. તે દરરોજ સવારે પપૈયા પર લીંબુનો રસ નાખી તેનું સેવન કરતી હતી. ડિલિવરી પછી શિલ્પા વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા માટે દરરોજ પપૈયા ખાતી હતી. હવે ચાલો જાણીએ કે ડિલિવરી પછી પપૈયા ખાવાથી શું થાય છે અને પપૈયા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે.

image source

સ્તનપાન કરાવવામાં મદદ મળે છે

લીલું પપૈયું એટલે કે અડધા પાકા પપૈયા ખાવાથી સ્તનમાં દૂધ વધારવામાં મદદ કરે છે. એવું કહેવામાં આવે છે કે પપૈયા દૂધની માત્રા અને ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. તેથી જે મહિલાઓ ડિલિવરી પછી બાળકને દૂધ પીવડાવે છે તેમને પપૈયા ખાવાની સલાહ આપવામાં આવે છે. ઓક્સીટોસિન હોર્મોન્સ માતાના દૂધની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. અડધા પાકા પપૈયા ખાવાથી શરીરમાં ઓક્સીટોસિન હોર્મોન ઉત્પન્ન થાય છે, જેના કારણે બ્રેસ્ટમાં દૂધ વધુ આવે છે.

image source

ડિલિવરી પછી પપૈયા આ રીતે ખાવા જોઈએ.

શિલ્પા શેટ્ટીની જેમ તમે પણ સવારે ખાલી પેટ પર પપૈયા ખાઈ શકો છો. ખાલી પેટ પર પપૈયું ખાવાથી પેટ સાફ રહે છે અને પપૈયા સ્ત્રીઓના પ્રજનન તંત્ર માટે પણ ખૂબ સારું છે. તમે પપૈયા પર લીંબુનો રસ નાખીને પણ ખાઈ શકો છો. દક્ષિણ એશિયામાં કાચા પપૈયાનું શાક બનાવીને ખાવામાં આવે છે. તમે પપૈયાનું સૂપ પણ બનાવી શકો છો. જો કે ફળ તરીકે પાકેલા પપૈયા ખાવા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

image source

પપૈયા વજન ઘટાડવા માટે મદદગાર છે

પપૈયામાં પેપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે શરીરને ઘણાં ફાયદા પ્રદાન કરે છે. તે એન્ટીઓકિસડન્ટ અને ફાઇબરથી ભરપુર છે, તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. પપૈયા ચરબી બર્ન કરે છે અને શરીરને ડિટોક્સિફાઇઝ કરે છે.

image source

ડિલિવરી પછી તમે દરરોજ બે થી ત્રણ મહિના સુધી તમારા આહારમાં પપૈયા ઉમેરીને વજન ઘટાડી શકો છો. પપૈયા તમારો વજન તો ઘટાડશે જ સાથે તે તમારું પાચન પણ યોગ્ય રાખશે.

સવારે પપૈયા કેવી રીતે ખાવા

image source

વજન ઘટાડવા માટે દરરોજ સવારે એક ગ્લાસ બદામ દૂધ અથવા ઓટમીલ પાણી લો. આ તમને પુષ્કળ ફાઇબર આપશે. ત્યારબાદ 30 મિનિટ પછી પપૈયા ખાઓ. દિવસની શરૂઆત માટે પપૈયા ખૂબ જ પૌષ્ટિક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ