જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પા શેટ્ટી યોગા અને એક્ટિંગથી તો ઓળખાય છે પણ તેનું શું આ ટેલેન્ટ જાણો છો?

શિલ્પાએ કહ્યું, જહાં ચાહ, વહાં રાહ… ફાર્મહાઉસ નથી પણ કિચન ગાર્ડનમાં જાતજાતના શાકભાગી ઉગાડીને ઓર્ગેનિક ફૂડ માણી રહી છે. કર્યો છે વીડિયો વાઈરલ… તમે જોયો કે નહીં? યોગા અને ફિટનેસ ગુરુ બન્યા બાદ વધુ જઈ રહી છે, શિલ્પા પ્રકૃતિની નજીક… ઘરના આંગણમાં બનાવ્યું કિચન ગાર્ડન…


બાઝિગરની સીમાનો નાનકડો રોલ કર્યા પછી જેણે ક્યારેય ફિલ્મ ઇડસ્ટ્રીમાં નિષ્ફળતાનો સ્વાદ નથી ચાખ્યો તેવી શિલ્પા શેટ્ટીને આજે એક સફળ અભિનેત્રી, ફિટનેસ અને યોગગુરુ તથા રિયાલિટી શોની જજ તરીકે જેવા અનેક રોલમાં આપણે જોઈ છે. એક જવાબદાર માતા અને પ્રેમાળ પત્ની તરીકે પણ આજ સુધી તેની કોઈ જ નકારાત્મક ફરિયાદનો સૂર સોશિયલ મીડિયામાં સાંભળ્યો નથી. તે અવારનવાર તેની પ્રવૃત્તિઓ અને લાગણીઓ સાથે વિવિધ વીડિઓઝ અને ક્વોટ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

થોડા સમય પહેલાં જ તેણે તેના દીકરા વિયાન સાથે જીમમાં એક્સરસાઈઝ કરતો વીડિયો મૂક્યો હતો. જે પણ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે ગ્રોઈંગ બોયઝના મમ્મીઓએ પણ મસલ્સ બનાવવા જોઈએ. તેમની વાત રજૂ કરવાની સ્ટાઈલ ખૂબ જ અનોખી છે તેથી લોકોને તેમના ફોટોઝ અને વીડિયોઝ શેર કરવાની મજા આવે છે.


તાજેતરમાં તેમનો વધુ એક વીડિયો આવ્યો છે. જેમાં તેઓ બાગકામ કરતાં દેખાય છે. અનેક લીલાંછમ કુંડાંઓ અને છોડની વચ્ચે બેઠેલી શિલ્પા ખૂબ જ સુંદર લાગી રહી છે. આધૂનિક ભારતીય સ્ત્રી તરીકે તેની આ સોશિયલ મીડિયા શેરીંગ સ્ટાઈલ અનોખી છે. તેમણે કેપ્શન મૂક્યું છે વીડિયો સાથે કે આજે રાતે આ રીંગણનું ભડથું ખાવામાં આવશે! તેમણે શેર કરતી વખતે જણાવ્યું છે કે જહાં ચાહ વહાં રાહ! મોટું ફાર્મ નથી પણ કિચન ગાર્ડનમાં પણ કામ કરીને કુંડાંઓમાં ઉગાડું છું. મરચાં, રીંગણ, મેથી જેવી શાકભાજીને તોડી લેવાની મજા આવે છે. કુંડામાંથી તોડીને જમવાના ટેબલ સુધી આ શાકભાજીઓને પહોંચાડવાનો આનંદ જ કંઈ ઓર છે! ક્યા કહેને!


ખરેખર કુદરતના સાનિધ્યમાં આ રીતે જો પોતાના જ ઘરમાં નાના છોડ વાવીને માવજત કરવાની મજા જૂદી હોય છે. જોવા જઈએ તો આપણે પણ આપણાં આંગણાંમાં આ રીતે કિચન ગાર્ડન બનાવી શકીએ છીએ. હાલમાં યુટ્યુબ પર પણ ખૂબ બધી ટીપ્સ મળી રહેતી હોય છે જેથી આમ ગાર્ડનિંગ કરવામાં મદદ મળી રહે છે. થોડો સમય અને શ્રમ બંને આપવાથી આ પ્રવૃત્તિ કરવાથી ખૂબ જ સારું રહેશે. શિલ્પા જ્યારે એક તરફ ફિટનેસને પ્રાધાન્ય આપે છે ત્યારે આપણ એક પ્રકારની શારીરિક કસરત કરવાનો જ એક તરીકો છે. જેનાથી મન પ્રફૂલ્લિત રહે અને કામ કરવાનો આનંદ પણ મળે. થોડા સમય પહેલાં આ જ રીતે ધર્મેન્દ્રની વાત પણ સોશિયલ મીડિયામાં શેર થઈ હતી કે તેઓ ૮૦ વર્ષ વટાવ્યા પછી પણ ખેતી અને બાગાયતી કામોમાં ખૂબ જ રસ લે છે. જે ખરેખર પ્રેરણાદાયી છે.


ફિલ્મી સિતારાઓ પોતાની આ રીતે અંગત વાત રજૂ કરે ત્યારે તેની સાથે તેના ફેન્સ તરત કનેક્ટ કરે છે. શિલ્પા વીડિયોમાં મરચાં અને રીંગણ કાપતી નજરે પડે છે. આ વીડિયો અત્યાર સુધી લાખો દર્શકોએ જોઈ લીધો છે. ઘણા એવા પણ લોકો હતા જેને અનેક સલાહ પણ આપતા હતા તો અમુક એવા પણ હતા જેમને શિલ્પાનું આ કિચન ગાર્ડન ખૂબ પસંદ આવ્યું હતું, થોડા સમય પહેલા ધર્મેન્દ્ર એ પણ પોતાની ખેતી અને બીજી વિગતો લોકો સમક્ષ મૂકી હતી. ખરેખર આવું જો આ મોટા સેલિબ્રિટી કરી શકતા હોય તો આપણે પણ કરી જ શકીએ. જો તમે પણ ઘરે આવું નાનકડું કિચન ગાર્ડન બનાવ્યું છે તો ફોટો કોમેન્ટમાં જરૂર મુકજો અને જો નથી તો એકવાર તમે પણ ઘરે ઓર્ગેનિક કિચન ગાર્ડન જરૂર ટ્રાય કરજો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version