જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પા શેટ્ટી દીકરી સાથે પહેલી વખત નિકળી ફરવા, જોઇ લો સુપર ક્યૂટ વિડીયો તમે પણ

સમીશા વિથ શિલ્પા શેટ્ટી

image source

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા ૪૪ વર્ષની ઉમરમાં સેરોગેસી દ્વારા બીજીવાર માં બની છે. તેમના ઘરે નાની પરી આવી છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાએ તાજેતરમાં જ પોતાની દીકરીનો હાથ થામીને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી હતી. સાથે જ શિલ્પા શેટ્ટી કુંદ્રા તેમના ફેંસને જણાવ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ દીકરી સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો છે અને શિલ્પા શેટ્ટી કુંદ્રા સેરોગેસીથી એક દીકરીની માં બની છે.

તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુંદ્રા પોતાની દીકરી સમીશા શેટ્ટી કુંદ્રા સાથે મુંબઈ પરત આવ્યા છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાને આખા પરિવારની સાથે એક પ્રાઈવેટ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા છે, જેનો વિડીયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાના ખોળામાં નાની પરી સમીશા છે, જેને ખુબ સારી રીતે જોઈ શકાય છે.

image source

આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી કુંદ્રા આ વર્ષે હોળીનો તહેવાર આખા પરિવાર સાથે ખુબ ધૂમધામથી મનાવશે. સમીશા શેટ્ટી કુંદ્રાની આવવાની ખુશીમાં ઘરમાં પહેલેથી જ જશ્નનો માહોલ સર્જાયેલ છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાના પરિવારની સાથે સમીશા શેટ્ટી કુંદ્રાની આ પહેલી હોળી છે અને શિલ્પા શેટ્ટી કુંદ્રા તેને ખુબ ખાસ રીતથી મનાવવા ઈચ્છે છે.

image source

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ આ વાતની ખુશીમાં દોસ્તો અને દીકરી સમીશા શેટ્ટી કુંદ્રા માટે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. શિલ્પા શેટ્ટી કુંદ્રાની આ પાર્ટીની ફોટોઝને શિલ્પાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટોઝમાં આપ જોઈ શકો છો કે બધા દોસ્તો ખુબ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે અને કેક કટ કરીને પાર્ટી સેલીબ્રેટ કરી રહ્યા હોય તેમ જોઈ શકાય છે.

image source

ધ્યાન આપવા જેવી વાત છે કે શિલ્પા શેટ્ટી કુંદ્રા સેરોગેસીથી બીજીવાર માં બનવા પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મારા અને રાજ કુંદ્રાના મેરેજ વર્ષ ૨૦૦૯માં થયા હતા અને વર્ષ ૨૦૧૨માં અમારી લાઈફમાં દીકરા વિયાનનું આગમન થવાથી અમે ખુબ જ ખુશ હતા અને ત્યારે જ એના પછીથી પ્લાનિંગ કરી રાખ્યું હતું કે આગળ શું કરવાનું છે.

image source

એક રીપોર્ટ મુજબ, શિલ્પા શેટ્ટી કુંદ્રા છેલ્લા પાંચ વર્ષથી બીજા બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version