એનિવર્સરી પર શિલ્પા-રાજ કુંદ્રાનો લિપ-લોક કરતો વિડીયો આવ્યો સામે, એક ક્લિકે જોઇ લો તમે પણ…

લગ્નની 10મી વર્ષગાંઠે શિલ્પાએ પતિને જાપાનના રોમેન્ટિક માહોલમાં કરી લીપ કીસ, જાપાનના ક્યોટો શહેરના રોમેન્ટિકે માહોલમાં શિપ્લાએ પતિને કરી લીપ કીસ વિડિયો થઈ રહ્યો છે વાયરલ

image source

શિલ્પા શેટ્ટીને પોતાની ફિલ્મો દ્વારા જેટલી સફળતા નથી મળી તેટલી સફળતા તેની યોગા વિડિયોઝને કારણે મળી છે. કહેવાય છે કે એક સ્ત્રીના જીવનમાં આવતા જ પુરુષનું નસીબ ઉઘડી જાય છે પણ શિલ્પાના જીવનમાં ઉલ્ટુ થયું છે તેના જીવનમાં પતિ રાજ કુંદ્રાના આવતાં જ તેના નસીબ આડેનું પત્તુ ઉડી ગયું અને તેણે એક નવી જ સફળતા મેળવી.

image source

આજે શિલ્પા શેટ્ટ – રાજ કુંદ્રાના લગ્નને દસ વર્ષ થઈ ગયા. શિલ્પાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર રાજ કુન્દ્રાને લીપકીસ કરતો વિડિયો શેર કરીને હબીને મેરેજ એનિવર્સરીની શુભકામનાઓ પાઠવી છે. હાલ શિલ્પા પતિ રાજ કુંદ્રા સાથે પોતાના લગ્નની દસમી વર્ષગાંઠ જાપાનની સુંદર રાજધાની ક્યોટો શહેરમાં ઉજવી રહી છે. અને ત્યાંની સુંદર ધરતી પર આ વિડિયો શૂટ કરવામાં આવી છે. શિલ્પાએ આ રોમેંટીક વિડિયો માટે બિલકુલ રોમેન્ટીગ જગ્યા પસંદ કરી છે. પાછળ વિશાળ વૃક્ષો છે અને નીચે મુહોબત્તે ફિલ્મની જેમ પાંદડા ફેલાયેલા પડ્યા છે…

image source

આ વિડિયોને પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કરતાં શિલ્પાએ લખ્યું છે, “તાજી હવા અને પ્રેમ પર જીવી રહી છું… આ જગ્યા કોઈ પોસ્ટકાર્ડ જેવી લાગી રહી છે ! આ જગ્યાને જોઈને એવું લાગે છે કે કુદરતને જેટલી વણસ્પર્શી રાખશો તેટલી જ તે સુંદર રહેશે. ક્યોટોમાં માત્ર સુંદર રંગો જ નહીં પણ ચુંબન પણ મળ્યું છે. હેપી એનિવર્સરી !”

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

રાજ કુંદ્રાની ભુતપુર્વ પત્નીએ શિલ્પા પર તેનું ઘર તોડવાનો લગાવ્યો હતો આરોપ

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે 2009માં લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલાં બન્નેએ ઘણો સમય સાથે પસાર કર્યો હતો. રાજ કુન્દ્રાની પૂર્વ પત્ની કવિતાએ શિલ્પા શેટ્ટી પર તેનું ઘર તોડવાનો પણ આરોપ લગાવ્યો હતો.

image source

કવિતાનું કહેવું હતું કે રાજ કુન્દ્રા શિલ્પાને ખુબ પસંદ કરવા લાગ્યા હતા અને માટે જ તેમની વચ્ચે ક્યારેય કોઈ સમાધાન ન થઈ શક્યું. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિલ્પા ભલે ભારતીય સમાજ માટે એક સાંસ્કૃતિક આદર્શ હોય પણ તેણી જેવી દેખાય છે તેવી નથી. તે કોઈ પણ પુરુષને ફસાવી શકે છે. શિપ્લાએ રાજ પાછળ જવાની જરૂર નહોતી.

image source

જો કે શિલ્પાએ આ આરોપોને ખોટા ઠેરવ્યા હતા અને તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “આ આરોપો દુઃખ પહોંચાડનારા છે. કવિતા ખુબ સારી રીતે જાણતી હતી કે રાજ જ્યારે તેના જીવનમાંથી જતા રહ્યા હતા ત્યારે તો હું તેમને ઓળખતી પણ નહોતી. હું જ્યારે યુકેના રિયાલીટી શો બીગ બ્રધરમાં ગઈ ત્યારે પણ રાજને નોહતી જાણતી. હું રાજને તેના ડીવોર્સના ત્રણ મહિના બાદથી જાણતી હતી.”

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

જો કે શિલ્પા હવે આ બધું ભુલીને આગળ વધી ગઈ છે તેને એક સુંદર મજાનો દીકરો છે અને તે રાજનું ખુબ સમ્માન કરે છે. તેને એ બાબત ખુબ પસંદ છે કે રાજ તેને સમજે છે અને તેનું સમ્માન કરે છે. શિલ્પા ઘણી વાર પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પોતાના પરિવાર સાથેની તેમજ રાજ સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરતી જોવા મળી, જે પરથી કહી શકાય કે તેઓ એક સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.

image source

શિલ્પા શેટ્ટીને તેની ફિલ્મોમાંથી એટલી સફળતા નથી મળી જેટલી તેની યોગા તેમજ ફીટનેસ વિડિયો દ્વારા મળી રહી છે. આ ઉપરાંત તે અવારનવાર રિયાલીટી શોની જજ પણ બને છે અને આઈપીએલ ટીમની સહમાલિક પણ છે આ દ્વારા તે અઢળક રૂપિયાની કમાણી કરી રહી છે. તેણીને એક ઇન્ડીપેન્ડન્ટ વુમન કહી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ