જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પા શેટ્ટીની દીકરીની ખુશીમાં રાખેલી પાર્ટીમાં કેક બની લોકો માટે ખાસ, જોઇ લો તસવીરો

શિલ્પા શેટ્ટીની બેબી ગર્લ માટે પાર્ટી

image source

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પોતાના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટી કુન્દ્રા સેરોગસીથી બીજીવાર માતા બની છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાની દીકરીનો જન્મ ૧૫ ફેબ્રુઆરીના રોજ થયો હતો અને હવે તે પોતાના ઘરે પહોંચી ગઈ છે.

image source

દીકરી સમીશાની આવવાની ખુશીમાં રાજ અને શિલ્પાએ એક નાનકડી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તેમના નજીકના મિત્રો સામેલ થયા હતા.

આ ખાસ અવસર પર શિલ્પા અને રાજ કુન્દ્રાએ કેક પણ કટ કરી હતી. જેની પર લખ્યુ-બેબી ગર્લ. રાજ અને શિલ્પાનું આખું ઘર બલૂનથી સજાવવામાં આવ્યું હતું. આ કોઈ એન્ટરટેઇનિંગ ઇવેન્ટથી ઓછું ના હતું લાગી રહ્યું.

બીજીવાર માં બનેલ શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. શિલ્પા શેટ્ટી જણાવે છે કે તે અને રાજ છેલ્લા ૫ વર્ષોથી બીજા બાળક માટે ટ્રાઈ કરી રહ્યા હતા.

image source

આ સિવાય શિલ્પા શેટ્ટી કહે છે કે તેમને હંમેશાથી એક દીકરીની ઈચ્છા હતી. જ્યારે તે ૨૧ વર્ષની હતી ત્યારેજ તેણે સમીશા નામ વિચારી લીધું હતું.

શિલ્પાએ જણાવ્યું હતું કે જ્યારે નિકકમા સાઈન કરી અને હંગામા માટે પોતાની ડેટ ફિક્સ કરી, ત્યારે મને આ ખબર મળી કે હું અને રાજ ફેબ્રુઆરીમાં ફરીથી માતાપિતા બનવાના છીએ, તો મેં અને રાજે ફેબ્રુઆરી માટે પોતાનું વર્ક શેડ્યુલ ક્લિયર કરી લીધું.

image source

જ્યાં સુધી ખબર મળી ત્યાં સુધીમાં શિલ્પાએ બંને પ્રોજેક્ટ્સ સાઈન કરી લીધા હતા. ખબર મળ્યા પછી શિલ્પાએ બંને પ્રોજેક્ટ્સ પુરા કર્યા. એના માટે શિલ્પાએ પોતાના મેનેજર અને શાનદાર ટીમને પણ તેમની મદદ કરવા માટે સામેલ થયા હતા.

શિલ્પાએ પોતાની દીકરીનું નામ સમીશા શેટ્ટી કુન્દ્રા રાખ્યું છે. શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાના માં બનવાના વિશે ફેન્સને જણાવ્યું હતું.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના મેરેજ વર્ષ ૨૦૦૯માં થયા હતા. મેરેજના ત્રણ વર્ષ પછી દીકરા વિયાન રાજ કુન્દ્રાના માતાપિતા વર્ષ ૨૦૧૨માં બન્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version