જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પાએ પ્રેગ્નન્સી બાદ કેવી રીતે ૪ મહિનામાં ઘટાડ્યુ ૩૨ કિલો વજન, જાણો તેના ડેઈલી રૂટીનને

અભિનેત્રી શિલ્પા શેટ્ટી બોલીવુડની ફિટ અભિનેત્રીઓ માંથી એક છે. ભલે શિલ્પા ફિલ્મોથી દૂર હોઈ પરંતુ તે પોતાની ફિટનેસ અને ડ્રેસિંગ સ્ટાઈલને લઈને હમેંશા ચર્ચામાં રહે છે.


તે અવારનવાર ઈંસ્ટાગ્રામ પર પોતાના ફિટનેસ વિડિયોઝ શેયર કરતી રહે છે. હાલમાં જ શિલ્પા ઋષિકેશમાં આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં પહોંચી, જ્યાં તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યુ.


૪ મહિનામાં ઘટાડ્યુ ૩૨ કિલો વજન

શિલ્પા એ જણાવ્યુ કે તેનું ફિટનેસ સિક્રેટ યોગ છે. તેણે કહ્યુ, જીવનમાં યોગ અવશ્ય કરો એ ટલે હું યોગથી જ થશે ના સ્લોગન પર ભાર આપુ છુ. પ્રેગ્નેન્સી દરમિયાન મારુ વજન ઘણુ વધી ગયુ હતુ અને દિકરાના જન્મ બાદ મેં યોગ દ્વારા જ ૪ મહિનામાં ૩૨ કિલોથી વધુ વજન અોછુ કર્યુ.


ખાનપાનનો પણ રાખવો ખાસ ખ્યાલ

શિલ્પા એ કહ્યુ, યોગ સાથે પોતાના ખાનપાન પર પણ ધ્યાન રાખો, કારણ કે શરીરને ચુસ્ત રાખવા માટે ૩પ ટકા યોગનું અને ૭૦ ટકા ભોજનનું યોગદાન હોઈ છે. તમે યોગ કરતા શું ખાઈ રહ્યા છો આ મહત્વપૂર્ણ છે.

શિલ્પા શેટ્ટીએ પ્રાણાયામ, મૌનનો અભ્યાસ, શ્વસયોગનો મંત્ર આપ્યો. તેમણે કહ્યુ કે યોગ જીવનશૈલીનો ભાગ છે. જો તમે યોગ કરવાનું શરૂ કરશો તો નિહાળશો કે જીવનમાં કેટલુ પરિવર્તન આવશે. યોગથી માત્ર શારિરીક ફાયદો જ નથી મળતો પરંતુ માનસિક શાંતિ પણ મળે છે. યોગથી વિચારોમાં ફરક અનુભવી શકાય છે. શિલ્પા શેટ્ટી એ આહ્વાન કર્યુ કે દરેક વ્યકિત યોગને જીવનનો મહત્વનો ભાગ બનાવો.


શિલ્પા એ થોડા દિવસ પહેલા પોતાના ઈંસ્ટગ્રામ એ કાઉંટ પર virbhadrasana કરતા વિડિયો પણ શેયર કર્યો હતો. વિડિયો સાથે તેમણે આ યોગાસનના ફાયદા પણ જણાવ્યા. તેમણે જણાવ્યુ કે આ યોગાસન કરવાથી કમરના દુખાવા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે અને સાથે શરીર પણ ફ્લેક્સિબલ થાય છે.


જો તમે પણ શિલ્પાની જેમ ૪૩ ની ઉંમરમાં પણ ફિટ દેખાવા ઈચ્છો છો તો તેના આ ફિટનેસ સિક્રેટને જરૂરથી ફોલો કરો.

૮ જુન ૧૯૭૫ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં જન્મેલી શિલ્પાની ગણતરી બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઅોમાં થાય છે. તેમને ઈન્ડસ્ટ્રીની યમ્મી મમ્મી કહેવામાં આવે છે. ના માત્ર પોતાના શરૂઆતી દિવસોમાં પરંતુ લગ્ન અને માતા બન્યા બાદ પણ શિલ્પા એ કદમ ચુસ્ત નજર આવે છે.


તે પ્રથમ અભિનેત્રી છે જેમણે ફિટનેસ માટે પોતાની પાવર યોગા ડીવીડી લોન્ચ કરી. શિલ્પાને અનુસાર તન અને મનને ચુસ્ત રાખવા માટે યોગ સૌથી ઉત્તમ પ્રકાર છે. પોતાને ચુસ્ત રાખવા માટે શિલ્પા શું-શું કરે છે?

આ છે શિલ્પાનું એ ક્સરસાઈઝ રુટીન.

પોતાને મેઈન્ટેન રાખવા માટે શિલ્પા દરેક પ્રકારની કસરત કરે છે. જેમાં કાર્ડિયો વર્કઆઉટથી લઈમે સ્ટ્રેંથ ટ્રેનિંગ અને યોગા પણ શામેલ છે. તે અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. આમાંથી બે દિવસ યોગ, બે દિવસ સ્ટ્રેંથ ટ્રેનિંગ અને એ ક દિવસ કાર્ડિયો માટે રિઝર્વ છે. સ્ટ્રેંથ ટ્રેનિંગને તેમણે બે ભાગમાં વહેંચેલ છે.


એક અપર બોડી વર્કઆઉટ અને બીજુ લોઅર બોડી વર્કઆઉટ. સ્ટ્રેંથ ટ્રેનિંગ દરમિયાન માંસપેશીઓને આકાર આપવા માટે તે હળવાને બદલે ભારે વજન ઉચકવાનુ પસંદ કરે છે. આટલુ જ નહિ, તણાવ અોછો કરવા માટે તે યોગા બાદ ૧૦ મિનિટની મેડિટેશન પણ લે છે.

આવો છે શિલ્પાનો ડાઇટ પ્લાન

શિલ્પા શેટ્ટી પ્રતિદિન ૧૮૦૦ કેલેરી ઉર્જા લે છે. તેના દિવસની શરૂઆત આમળા અને એલોવેરાના જ્યૂસથી થાય છે. સાથે તે લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વાળુ કાર્બોહાઇડ્રેટ લેવાનું નથી ભૂલતી. રસોઈ બનાવવામાં તે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરે છે.


શિલ્પાને મોટાભાગે નોનવેજીટેરિયન ફૂડ પસંદ છે. યોગા અને વ્યાયામ બાદ શિલ્પા પ્રોટિન શેક લેવાનું પસંદ કરે છે. તે અઠવાડિયામાં છ દિવસ ભોજન પર નિયંત્રણ કરે છે અને દિવસ બહાર જઈને રેસ્ટોરન્ટનું ભોજન જમે છે. ભોજન દરમિયાન તે સ્નેક્સ નથી લેતી, કારણ કે તેનું માનવુ છે કે તેનાથી કેલેરીની માત્રામાં વધારો થાય છે.


શિલ્પાના ડાઇટ પ્લાનને કાંઈક આવી રીતે પણ સમજી શકાય છે.

નાસ્તો : ૧ વાટકી દલિયા અને એ ક કપ ચા

વર્કઆઉટ બાદ : પ્રોટિન શેક, ૨ ખજૂર, ૮ મુન્નકા

મધ્યાહન ભોજન (લંચ): ઘી લગાવેલી એ ક રોટલી (પાંચ અલગ-અલગ જાતનાં અનાજના લોટથી બનેલી), ચિકન, દાળ, રિફાઈંડ તેલમાં બનેલી સબ્જી (શાક)


બપોર બાદ : એ ક કપ ગ્રીન ટી

સ‍ાંજે: સોયા મિલ્ક

રાત્રે : સફરજન અને સલાડ

નોંધ:- આ ડાઈટ પ્લાન અઠવાડિયામાં ૬ દિવસનો છે, જે ખુદ શિલ્પા શેટ્ટી એ એ ક પોપ્યુલર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં શેયર કર્યો હતો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version