શિક્ષણ બોર્ડે કર્યો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, જાણી લો જલદી શું છે ખુશખબર

હાલમાં સરકારે કમિટિમાં નિર્ણય લીધો હતો કે કોરોનાના હાહાકારને કારણે સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી પછી પણ પરિસ્થિતિ જોવામાં આવશે અને જો એવું લાગશે તો સરકાર સ્કૂલ ખોલવા અંગે કંઈક નિર્ણય કરશે. પરંતુ આ બધાની વચ્ચે શિક્ષકો માટે એક ખુશ ખબર આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે.

image source

એટલે હવે શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે. ગુજરાત બોર્ડની સાથે સીબીએસઇની સ્કૂલોમાં પણ દિવાળી વેકેશનના દિવસોમાં કોઇ ફેરફાર કરાયો નથી. સીબીએસઇ સંલગ્ન સ્કૂલોમાં દિવાળીનું વેકેશન 7થી 21 નવેમ્બર દરમિયાન 15 દિવસનું રહેશે. વેકેશનમાં બોર્ડે કોઇ ફેરફાર કર્યો નથી. બોર્ડ દ્વારા કરવામાં આવેલા દિવાળી વેકેશનના પરિપત્રમાં સ્કૂલોનું વેકેશન પહેલીવાર લાભ પાંચમમાં ખૂલશે.

image source

એટલે કુલ વેકેશનની વાત કરીએ તો દિવાળી પહેલા વધારે દિવસોનું વેકેશન રહેશે જ્યારે કે દિવાળી બાદ માત્ર ચાર દિવસનું વેકેશન બાકી રહેશે. શિક્ષણ તજજ્ઞોના મતે સરકાર દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાના તૈયારી રૂપે વેકેશનનું દિવસો નક્કી કર્યા છે. જેથી નવું સત્ર જલદી શરૂ કરી શકાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં નિયત કરવામાં આવતી તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે.

image source

બધા જ જાણે છે કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી. આ નિર્ણયનો અમલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ કરવાનો રહેશે. સ્કૂલમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે હવે પછી અલગથી સૂચના આપવામાં આવશે.

image source

આ પહેલાં શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે દેશનાં બીજાં રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામ-ધંધા શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્ચાનમાં રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ. ત્યારે દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો,. આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધો.9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ, તેવો સંકેત આપી આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે.

image source

એમાં વધારે વિગતવાર ચર્ચા થઈ હતી કે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ. આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ