શિક્ષક ભલે ટ્યુશન કરાવતા હોય કે પછી સ્કુલમાં હોય, સાચી સલાહ આપીને તેઓ કેટલાય જીવન ઉગારી શકે છે…

મારા ઘરે આજે કેબલ કનેકશન વાળા ભાઈ આવ્યા હતા અને મારા ઘરે ચાર પાંચ બાળકો બેઠેલા જોઈ બોલ્યા બેન તમે ટયુશન કરાવો છો?????? મેં કહ્યું હા હું સાંજે 5 થી 7 બે કલાક ભણાવું છુ ગુજરાતી મીડીયમ ના બાળકોને અને બધા વિષય. ઓહ તો બેન મારી 3 દિકરીયો છે તો તેમને તમે બેસાડસો મારે પણ ટયુશન માં મુકવી છે.મેં કહ્યું હા તમે કાલ થી મોકલજો અને એ ભાઈ બેજ દિવસે તેમની 3 બેબીને લઇ આવ્યા એક 7 ધોરણ માં એક 5 માં અને એક 3માં બીજા બાળકો પણ લગભગ ૫/ ૭ /૪ એવા ધોરણ માં અને મારી બેબી પણ ૭ માં એટલે મારા બાળકો પણ એમની સાથે જ બેસતાં અને ભણતા.


એમની બધી દીકરીઓ ભણવામાં હોંશિયાર માંરી દીકરી શાથે તેમની મોટી દિકરી ની ફ્રેન્ડ શિપ એટલે એ મારી દીકરીના બધા પુસ્તકો લઇ જતી અને ભણતી ધીરે ધીરે મારા બાળકો વધતા ગયા અને બધા બાળકો ભણવા માટે હોંશે હોંશે આવવા લાગ્યા અને બધા બાળકો ખુબ સરસ ભણતા એમના માતા પિતા ખુશ અને મારી ફી પણ એકદમ ઓછી એટલે બધા માં બાપને બોજો વધારે લાગે નહી આમ 5 વર્ષ સુંધી ચલાવ્યું હવે બધા બાળકો માં જે મોટા હતા તે 10માં માં આવ્યા અને પોતાના મિત્રો જ્યાં જાય ત્યાં ક્લાસ માં જવા લાગ્યા…પણ પેલા ડીશ વાળા ભાઈ ની દીકરી મારે ત્યાં આવવા લાગી મેડમ હું તમારે ત્યાં આવીશ મેં કહ્યું બેટા !!!૧૦માં નું ગણિત થોડું નવું છે મને નહી ફાવે.


ત્યાંજ!!!મારી દીકરી બોલી મમ્મી હું ભણાવીશ..તમે એને બીજા વિષય ભાણવ વાનું ચાલુ રાખો અને મારી દીકરી અને એ દિકરી બંને ખુબ મેહનત કરવા લાગ્યા અને જયારે બોર્ડની પરીક્ષા નું પરિણામ આવ્યું ત્યારે મારી દીકરી 80અને પેલા ડીશ વાળા ભાઈની દીકરી 78 લાવી એના ઘરમાં બધા ખુશ મારી દીકરી બોર્ડ માં સરસ માર્ક લાવી હવે વારો આવ્યો કે એને ક્યાં ભણવું 11 સાયન્સ કરવું કે ડિપ્લોમા કરવું ?????


મારી દીકરી તો 11 સાયન્સ માં ગઈ પણ પેલા ડીશ વાળા ભાઈની બેબી ડિપ્લોમા માં કોમ્પુટર માં ગઇ કેમ????? કારણ આગળ ફ્રી ભરવાના પૈસા નથી માટે અને બીજી બે દીકરી પણ 10 અને 8 માં છે તો તેમના માટે પણ પૈસા ની જોગવાઈ કરવાની અને પેલા ડીશ વાળા ભાઈ મારે ઘરે આવ્યા બેન તમે કો આ બરાબર છેને હું એને ડિપ્લોમા માં મુકું છું અને એ દીકરી ડિપ્લોમા E C માં ભણી અને 3 વર્ષ પુરા કર્યા ત્યાંજ મેં કહ્યું હવે આપણે તેને ડિગ્રી કરાવીએ અને મારી દીકરી ની બધી પુસ્તક ડિગ્રીની આપી અને તેને ડિપ્લોમા માંથી ડિગ્રી માં ફ્રોમ ભરાવ્યું અને એ દીકરી ડિગ્રી એન્જિનિયર બની અને એને ચાલુ અભ્યાસે છોકરા વાળા જોવા આવ્યા અને એ દીકરી ની સગાઈ થઇ છોકરો પણ ખુબ સરસ મળ્યો 20 વર્ષ માં તો એનું લગ્ન કરાવી દીધું અને એ જમાઇ પણ એન્જિનિયર હોઈ બંને નોકરી કરતા થઇ ગયા અને થોડાક જ વખત માં બંને આગળ અભ્યાસ મારે બહારની પરીક્ષા આપી અને બંને આજે કેનેડા છે.


એક સામન્ય ડીશ વાળાની દીકરી ડિગ્રી થઇ ત્યાર બાદ તેની બીજી બે બેનો પણ ડિપ્લોમા માંથી ડિગ્રી થઇ અને સારી જગ્યાએ જોબ કરે છે એ ડીશ વાળા ભાઈ મારો આભાર માને છે કે બેન તમે સાચી સલાહ આપી કે જે માં બાપ પાસે પૈસા ના હોય તો દેવું કરી ડિગ્રી કરવાની કોઈ જરુર નથી તમાંરા બાળકને ડિપ્લોમા કરાવી તમે ડિગ્રી માં પ્રવેશ અપાવી શકો????


અને મારે ત્યાં જેટલા પણ બાળકો આવતા હતા તે બધાના માં અને બાપ ને બોલાવી તમારી સ્થિતિ પ્રમાણે તમારા બાળક ને આગળ લાવો એવી સલાહ આપી આજે એ બધા બાળકો મોટા થઇ ગયા છે પણ જયારે પણ મળે ત્યારે મને રસ્તા માં પણ પગે લાગે છે અરે…. એમના માં અને બાપ મને મળે ત્યારે પગે લાગે…અને હું આશીર્વાદ આપું અને સામે એક વચન માંગુ કે તમે પણ તમરા બાળકોને ખુબ સારું ભણાવજો….


એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ ને સાચું માર્ગ દર્શન આપે તો એ ઈશ્ર્વર ની ભક્તિ કર્યા બરાબર છે. એક શિશક તરીકે આપણી ફરજ માં આવે છે કે જેટલા બાળકો તમારે ત્યાં ભણવા આવે તે બધા બાળકોને પોતાના માતા પિતા કરતા વધુ વિશ્વાસ પોતાના ટીચર ઉપર હોય છે. મારા મેડમ મેં કીધું છે.!!! એટલે કરવાનું!!!તો આપણે એમના વિશ્વાસ ને બનાંવી રાખવાની ફરજ આપણી છે.હું ભલે અત્યારે ટયુશન નથી કરાવતી પણ મેં મારી ફરજ ચાલુ રાખી છે લોકોને સાચી સલાહ આપવાની..

લેખક : નયના નરેશ પટેલ.

શિક્ષક કભી સામાન્ય નહિ હોતા, ખરેખર એક શિક્ષક ધારે તો શું નથી કરી શકતા, વાંચતા રહો અને લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ