૧૨ વર્ષ મોટી અને ૨ દિકરીઓની મા પર આવી ગયું શિખર ધવનનું દિલ – આવી રીતે શરૂ થઈ પ્રેમ કહાની

ભારતીય ટીમ આજથી ન્યુઝીલેન્ડ સામે સિરિઝ રમવાની શરૂ કરે છે ત્યારે ભારતીય ટીમના દબંગ ખેલાડી શિખર ધવનની લવ સ્ટોરી વિશે અચૂક જાણો. શિખર ધવન ફક્ત બેટથી અને પોતાના પ્રદર્શનથી જ નહીં પણ પોતાની પર્સનલ લાઈફની રોચક ઘટનાઓ માટે પણ લાઈમ લાઈટમાં રહેતો હોય છે. શિખર વિશે જાણવા અને તેની લાઈફમાં આવવા એના ફેન્સ ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે, ખાસ કરીને છોકરીઓમાં શિખર ધવનનો ક્રેઝ જોવા મળે છે. પરંતુ, તમે જાણો છો શિખરની લવ સ્ટોરી વિશે? – એના લગન એનાથી ૧૨ વર્ષ મોટી અને બે સંતાનોની માતા સાથે થયા છે એના વિશે?

જી હાં! ઈ.સ. ૨૦૧૨માં શિખર ધવને આયશા મુખર્જી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આયશાના પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. એ તો ઠીક પણ આયશા શિખર કરતા ૧૨ વર્ષ મોટી હતી અને ૨ દિકરીઓની માતા હતી. પણ, કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે એ ન્યાયે શિખર આયેશાનો દિવાનો થઈ ગયો.

પણ, બન્નેની પ્રેમ કહાણી આગળ કેવી રીતે વધી? શિખરે આયશાને કેવી રીતે મનાવી? – અરે હા! ધીરજ રાખો – બધુ જણાવીએ છીએ

શિખરથી મોટી આયશા


શિખર ધવન અને આયશા મુખર્જીના લગ્ન ૩૦ ઑક્ટોબર ૨૦૧૨ એ થયા હતા. આયશાની બન્ને દિકરીઓના નામ રિયા અને આલિયાહ છે

એક ફોટો જોઈને પીગળી ગયું શિખરનું દિલ

શિખર અને આયશાને મેળવવાનું શ્રેય ભારતના ઑફ સ્પિનર હરભજન સિંઘને ફાળે જાય છે. હરભજન, શિખર અને આયશા – બન્નેનો કોમન ફ્રેન્ડ છે. એક દિવસ હરભજને શિખરને આયશાનો ફોટો બતાવ્યો અને શિખર પોતાનું દિલ આયશાને દઈ બેઠો.

ફેસબૂક ના હોત તો એમનું શું થાત?


ધવન આયશાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવી કે નહીં તેની અસમંજસમાં હતો. એ વિચારતો હતો કે એક ઑસ્ટ્રેલિયન બૉક્સર એની ફ્રેન્ડ રિકવેસ્ટ શું કામ એકસેપ્ટ કરે!! છેવટે દિલનું માનીને એ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે. એના આશ્ચર્ય વચ્ચે આયશા અમુક મિનિટોમાં જ ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી લે છે.

વાતો કરતા કરતા વાત બની ગઈ!


પહેલા દોસ્ત બન્યા… પછી, ગાઢ મિત્રો બન્યા…. વાતો કરી કરીને એક બીજા વિશે ખૂબ જાણ્યું. છેવટે પ્રેમ થયો અને આયશાના ભૂતકાળ વિશે બધું જાણવા છતા શિખરે આયશાને જ પોતાની જીવનસંગિની તરીકે પસંદ કરી.

પરિવારજનો ના માન્યા


આયશાનું ઊંમરમાં મોટું હોવું અને બે બાળકોની માતા હોવું શિખરના પરિવારને આંખમાં ખટકતું હતું. આ જ કારણ હતું કે પરિવારજનો આ બંને ના લગ્નની વિરુધ્ધમાં હતા. પણ, છેવટે જીત પ્રેમી પંખીડાઓની જ થઈ અને પરિવારજન ને ઝૂકવું પડ્યું.

શિખરે લગ્ન માટે ના પાડી


તમારી જાણ માટે કહી દઈએ કે ૨૦૦૯ માં જ આ બન્નેની સગઐ થઈ ગઈ હતી. પણ, શિખર ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગતો હતો. તેથી, તેણે લગ્ન ૩ વર્ષ પછી કરવા માટે આયશાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું.

આયશા પોતાનું ફિગર રાખે છે મેઈન્ટેઈન


આમ જુઓ તો આયશાની ઊંમર ૪૦ વર્ષ કરતા પણ વધુ છે પરંતુ આયશા કસરત, યોગાસન, પ્રાણાયમ અને યોગ્ય આહાર લઈને ચુસ્ત અને તંદુરસ્ત રહે છે. વળી, મિસ્ટર અને મિસિસ ધવનમાં પણ ઊંમરનો તફાવત એટલો દેખાતો નથી.

આયશાની દિકરીઓ વિશે આવું કહે છે શિખર ધવન


મારા નસીબમાં બેટીઓ હતી તો તે મને એડવાન્સમાં મળી ગઈ. હવે, નસીબ માં એક દિકરો છે તો એ “જોરાવર” મારા અને આયશાના પ્રેમ પ્રતિક સ્વરૂપે મારા ખોળામાં છે.

ધવન કહે છે કે આયશા વધુ ભારતીય છે અને ઓછી ઑસ્ટ્રેલિયન


આયશાની મા બ્રીટીશ અને પિતા બંગાળી છે. આયશાની બંગાળી પણ ખૂબ સુંદર છે. શિખર ધવનના મત અનુસાર આયશા એમના કરતા પણ વધુ ભારતીય છે. વળી, તે ખૂબ જ ધાર્મિક છે અને રસોઈ પણ ખૂબ જ સરસ બનાવે છે.

હમ સાથ સાથ હૈ!


આયશા શિખર ધવનની સાથે દરેક ઈવેન્ટમાં સાથે ને સાથે જ જોવા મળે છે. લગ્ન નતા થયા ત્યારે પણ આઈ.પી.એલ. અને રણજી ટ્રોફી જેવા મુકાબલાઓમાં વિસ્ફોટક બેટ્સમેનનો જુસ્સો વધારવા આયશા અચૂક હાજરી આપતી.

તો આવી હતી દબંગ બેટ્સમેન શિખર ધવનની પ્રેમ કહાની. પસંદ આવી હોય તો શેર જરૂર કરજો. અને હા! અમારું ફેસબૂક પેજ જલ્સા કરોને જેંતીલાલ લાઈક કરવાનું ભૂલશો નહીં.

લેખન -સંકલનઃ દિપેન પટેલ

ટીપ્પણી