સામાન્ય પરિવારમાં 7 દીકરી, એમાં સૌથી નાની શિખા આ પરીક્ષામાં ચોથા નંબરે પાસ થતાં આખું ગામ ખુશીથી નાચી ઉઠ્યું

આજના સમયમાં એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં દીકરી ન પહોંચી હોય અને માત્ર એટલું જ નહીં દરેક ક્ષેત્રમાં તેણે પોતાની આગવી પ્રતિભા બતાવી છે. આજે અહી શિક્ષણ ક્ષેત્રની વાત થઈ રહી છે. અવારનવાર લેવાતી કોઈ પણ પરિક્ષાના પરિણામોની વાત કરીએ તો મોટા ભાગનાં મેરીટ લીસ્ટમાં દીકરીઓ આગળ જોવા મળી રહી છે.

તાજેતરમાં હિમાચલ પ્રદેશના રાજ્ય વહીવટી સેવા (HAS)નું પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં પણ દીકરીઓએ બાજી મારી છે. અહીં ચંબા વિસ્તારમાં રહેનારી અને સામાન્ય પરિવારમાંથી આવતી એક દિકરીએ એચ.એ.એસ.ની પરીક્ષામાં પોતાનાં પ્રભુત્વનો સારો દેખાવ કર્યો છે. ચારે તરફ આજે તેની વાહ વાહ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ આ છોકરીનું નામ શિખા છે અને તે ચંબા વિસ્તારની રહેવાસી છે. જાણવા મળી રહ્યું છે કે શિખાએ રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો છે. પરિણામ પછી શિખા જ્યારે ઘરે આવી તો ખુબ જ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતુ. શિખાની આ સફળતા પછી તે પરિણામ લઈને ગામમાં પહોંચી ત્યારે તેની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. આ જોઈને તેના પિતાની આંખોમાંથી પણ આંસુઓ પડવા લાગ્યા. મળતી માહિતી મુજબ શિખાની માતાનું 2009માં અવસાન થયું હતું.

આ પછી તેના જીવનમાં ઘણાં ફેરફારો થયાં પણ તે આગળ વધતી રહી. આખરે આ બધા સંઘર્ષના પરિણામ સ્વરૂપે તેને આ સફળતાં મળી હતી. જાણવા મળી રહ્યું છે કે ચંબા જિલ્લાનું નામ રોશન કરનાર શિખાએ કોઈ પણ કોચિંગ ક્લાસ લીધાં ન હતાં. તેણે જાત મહેનતથી જ પરીક્ષા પાસ કરી હતી અને આ પરીક્ષામાં રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું છે. શિખાના ઘરે પહોંચતાં જ પરિવાર અને ગ્રામજનોએ શિખાને વધાવી લીધી હતી. શિખાનાં જીવન વિશે વધારે વાત કરીએ તો તેનો જન્મ 14 ફેબ્રુઆરી 1995ના રોજ થયો હતો. શિખા તેના ઘરમાં સાત દીકરીઓમાં સૌથી નાની દિકરી છે. શિખાનાં પિતા સેનામાં કેપ્ટન તરીકે ફરજ બજાવી ચુક્યાં છે. હાલમા તેઓ સેનામાથી નિવૃત્ત થયા છે.

જાણવા મળી રહ્યું છે કે ભૂતકાળમાં શિખાએ ત્રણ વખત પરીક્ષા આપી છે અને ત્યાર પછી હવે તેને આ સફળતાં મળી છે. ચંબાથી શિમલા સુધીની શિખાની યાત્રા પણ ખુબ અઘરી હતી. તેના અભ્યાસ વિશે વાત કરીએ તો શિખાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ ચંબા જિલ્લાની ભટિયાટની સરકારી માધ્યમિક શાળા કાકીરાથી કર્યો છે. શિખાની સ્કૂલ ખૂબ જ દૂર હતી અને તેને પગપાળા જવું પડતું હતું પરંતુ તેમ છતાં શિખા નિયમિત શાળાએ જતી હતી.

સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી શિખાએ ચૂવાડી કોલેજમાંથી બી.એ.માં એડમિશન લીધું હતું ત્યારબાદ શિખા વધુ અભ્યાસ માટે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી શિમલા ગઈ હતી. આ પછી તેણે વહીવટી સેવાઓ માટેની તૈયારી શરૂ કરી. એચપીયુમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ પણ તેણે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શિખાએ એચ.એસ. પરીક્ષામાં સફળતા માટે તેના માતાપિતા, પરિવાર અને મિત્રોને શ્રેય આપ્યો છે.

શિખા તેના ગામ પહોંચી ત્યારે તે ખુબ ભાવુક બની ગઈ હતી તેની આ યાદગાર ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભીની આંખોથી શિખાએ પિતાને ગળે લગાવી લીધાં હતાં અને પિતાએ પણ પુત્રીની પીઠ થાબડી હતી. ગામ લોકોએ શિખાને ફુલોની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું. ખુશીથી બધાએ મીઠાઈ ખવડાવી અને શુભેચ્છા પાઠવી હતી. ગામનાં લોકો પણ પોતાના સંતાનોને આજે શિખાનું ઉદાહરણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ