શેરનાથ બાપુની સેવા લાખો શ્રધાળુઓને ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અહિયાં…

રોટલો ને ઓટલો ભવનાથમાં 70 વર્ષથી ચાલતી પરંપરા.ગુરુ ગોરક્ષનાથ આશ્રમમા..લાખો ભાવિકો આવે તેમને વિના મૂલ્યે ભોજન અને રહેવાનું આપવામાં આવેછે.સંત તેને કહેવાય ભુખ્યાને જમાડીને જમે તે સંત..જુવો આ અહેવાલ શેરનાથ બાપુની સેવા..
ભવનાથ તળેટીમા ગિરનાર બિરાજમાન છે.તેમાં 33 કરોડ દેવતાનો વાસ છે.લોકો આ ગિરનારની પરિક્રમા કરવા આવે કે મહા શિવરાત્રીના મેળાના દર્શન કરવા.ગરીબ આવે કે અમીર હોય નહીં જોવાની નાતી જાતિ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આવતા તમામ યાત્રાળુઓ સબ સરખા..વહેલી સવાર 5 વાગ્યા થી શેરનાથ બાપુ ઉઠી પ્રથમ આરતી કરી તમામ યાત્રાળુ ને ઉઠાડી નાસ્તાની શરૂવાત કરવામાં આવે છે બપોરે ભોજન અને સાંજે સંધ્યા આરતી કર્યા બાદ ભોજનની શરૂવાત કરવામાં આવે છે.જ્યાં મળે ટુકડો ત્યાં હરિ ઢુંકડો..

આ પવિત્ર ભૂમિ ભવનાથમાં અનેક આશ્રમો આવેલાછે.જેમાં વર્ષો પહેલા ગુરુ ગોરનાથ આશ્રમમાં મારા ગુરુ મહારાજ ત્રિલોકનાથજી નબળી પરિસ્થિતિમાં પણ ક્યારે હાર્યા નથી ભાવિક એક આવે કે હજાર આવે તેને ભૂખ્યા ક્યારે જવા નથી દીધા આ 70 વર્ષ જૂની પરંપરા આજે પણ ગુરુ ત્રિલોકનાથજી ની પરંપરા જાળવી રાખી છે..ભાવિકો એ દીધેલા દાન ભાવિકોના સુખાકારી માં વાપરવું એ આશ્રમના મહંત શેરનાથ બાપુનો ધ્યેય છે.પરિક્રમા હોય કે શિવરાત્રી હોય આ આશ્રમમાં 365 દિવસ લાખોની સંખ્યામાં ભાવિકો આવેછે. પુરા વર્ષ દરમ્યાન  અન્નક્ષેત્ર અવિરત ચાલે છે.ભાવિકોને રહેવા માટે મહંત એ 100 જેટલા રૂમ બનવવામાં આવ્યા છે.જેમાં યાત્રાળુ રાત વાસો કરી ધન્યતા અનુભવે છે..

શેરનાથબાપુ મહંત.ગુરુ ગોરક્ષનાથ આશ્રમ
યાત્રાળુ જ્યારે ગિરનારની પાવન ધરતીમાં પગ મૂકે છે ત્યારે.આવતા યાત્રાળુને એવો અહેસાસ થાયછે.કે સ્વર્ગ જેવું વાતાવરણ અને પ્રકૃતિનો નજારો ગુલાબી ઠંડી જેમાં ભવનાથ ના બેસણાં જેના દર્શન કરી રાતવાસો કરવામાં આવે છે.હું જ્યારે પોરબંદર થી પ્રથમ વાર આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આવ્યો પણ જવાનું મન નથી થતું આ આશ્રમમાં સુંદર સ્વચ્છ વાતાવરણ સાદું ભોજન વિના મૂલ્યે આપવામાં આવે છે.

જ્યારે જેટલા યાત્રાળુ આ આશ્રમ માં આવેછે જેમાં જેટલા મહિલા હોય તે પોતે સેવા કરવા માટે રોટલા રોટલી બનાવવા બેસી જાય છે.તમામ યાત્રાળુને ગરમા ગરમ ભોજન પીરસાય છે..

હું આ આશ્રમમાં રહી પણ છુ ને મે ભોજન સ્વરૂપે ત્યાં મળતો પ્રસાદ પણ લીધો છે. ખરેખર એ ક્ષણ અદભૂત હતી…ના કોઈ ઊંચ નીચના ભેદભાવ ને  નાના મોટા સૌને એકસરખો જ આવકાર..હું આવા મહાન સંતને મળીને ખરેખર ધન્ય થઈ હોય તેવો અહેસાસ કરેલો. ગીરનારની ગોદમાં આવેલ આ આશ્રમ એકવાર જવા જેવુ ને ત્યાની આધ્યાત્મિકતા ને ઉર્જાને અનુભવવા જેવી છે. 

જો તમે પણ જુનાગઢ જાવ તો શેરનાથ આશ્રમ જઈને ને સંત શ્રી શેરનાથ બાપુના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લેવાનું ભૂલતા નહી, 
લેખિકા : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)