શેરડીનો રસ : ઠંડક અને એનર્જીની સાથે સાથે મળશે કમરના દુઃખાવામાંથી રાહત, વાંચો અને જાણો…

જેમ જેમ ગરમી વધતી જશે એમ એમ ઠંડુ પીવાનું મન વધારે થશે. જેમકે લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રૂટ જ્યુસ, કોલ્ડડ્રિંક્સ અને આઇસ્ક્રીમ જેવા ઠંડા પીણાં. તો ચાલો આજે ગરમીમાં શીતળતાનો અહેસાસ કરાવનાર શેરડીના રસ પીવાથી થતાં ફાયદાઓ વિશે વાત કરીએ . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમ તો નાના મોટા દરેકને શેરડીનો રસ અતિ પ્રિય છે અને હવે જેવા ગરમીના દિવસો શરૂ થશે કે તરત જ શેરડીનો રસ પીવાનું શરૂ કરી જ દેશે. શેરડીના રસના સેવનથી હેલ્થ તો સારી રહે જ છે સાથે સાથે ગરમીના દિવસમાં થતી રી ડિહાઇડ્રેશની સમસ્યામાં પણ રાહત અપાવે છે અને આખી બોડીને હાઇડ્રેટ કરે છે.

શેરડીમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ અને મેગનીજ જેવા તતવો રહ્યા હોવાથી તે આખા શરીરને પોષણ આપવાનું કામ કરે છે અને સાથે સાથે શરીરને જોઈતી એનર્જી પૂરી પાડી બિલકુલ થાકનો અહેસાસ થવા દેતો નથી. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો તમારે શેરડીના રસનું નિયમીત સેવન કરવું જોઈએ.

જ્યારે પણ ઘરે કોઈ મહેમાન આવે કે પછી ઠંડુ પીવાનું મન થાય તો તમારે શેરડીનો રસ જ પીવો જોઈએ. ગરમીમાં રાહત મેળવવા માટે શેરડીનો રસ એ બેસ્ટ ઓપ્શન છે. કેમકે શેરડીના રસમાં ગ્લુકોજનું પ્રમાણ વધારે જોવા મળે છે જે તમને તમારા શરીરમાં ખૂટતી ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. આમ કરવાથી પેશાબના વિકાર પણ દૂર થાય છે.

મધુપ્રમેહના રોગી માટે પણ શેરડીનો રસ ફાયદાકારક સાબિત થશે. શેરડીના રસમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ એકદમ ઓછું હોવાથી તે કોઈ નુકશાન નથી પહોંચી શકતું.

જો તમને કમર દર્દ હોય તો તમારે નિયમિત રૂપે શેરડીનો રસ પીવાનુ રાખવું જોઈએ. કેમકે લિવર માટે શેરડી ખૂબ જ ફાયદાકારક છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.