શેરડીનો રસ – ગરમીમાં ઠંડકનો અહેસાસ…અધધ ફાયદા પણ છે… વાંચો…

ગરમીની શરૂઆત થવાની સાથે જ આપણને ભૂખ લાગવાથી વધુ તરસ અનુભવાય છે. તેમાંય બપોરનો સમય એટલે કાળઝાળ એવો કે કંઇ ને કંઇ પ્રવાહી પીવાની ઈચ્છા થાય જ. આવા સમયે મોટાભાગનાં લોકો ફ્રીજનું ઠંડુ પાણી અથવા માટલાનું સાદું પાણી, લીંબુ પાણી, છાશ કે જલજીરા મિશ્રિત પાણી પીતા હોય છે. પરંતુ આમાં એક વધુ સારો વિકલ્પ પણ છે અને તે છે શેરડીનોતાજો રસ.આમ તો આખી શેરડીનાં નાના નાના ટુકડા કરી ચાવવાથી પણ દાંત, પેઢા અને શરીરને ફાયદો થાય છે પણ ઉનાળામાં શેરડીનોતાજો રસ પીવાની મજા જ કંઈક ઓર છે. આ રસ સ્વાદમાં તો લાજવાબ હોય છે તે ઉપરાંત પૌષ્ટિક તત્વોથી પણ ભરપૂર હોય છે જે શરીર માટે ફાયદારૂપ સાબિત થાય છે. તો જાણીએ તેના કેટલાક ફાયદા વિશે..શેરડીમાં એક તત્વ હોય છે જે સુક્રોસ નામથી ઓળખાય છે આ તત્વ શરીરનો થાક ઉતારી શરીરને ઉર્જાવાન બનાવવામાં સહાયક છે. જો તમારે ઉનાળામાં સૂર્યપ્રકાશ નીચે જ કામ કરવાનું થતું હોય કે લાંબા સમય સુધી મુસાફરી કરવાની હોય તો એક અથવા બે ગ્લાસ શેરડીનો તાજો રસ પીવો ખૂબ હિતાવહ છે.તમને જાણીને નવાઈ લાગશે પરંતુ શેરડીમાં સુક્રોસ સિવાય ઝીંક, પોટેશિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને વિટામિન એ, બી, બી1, સી, એન્ટીઓક્સિડન્ટ તથા ફાઇબર જેવા તત્વો પણ રહેલા છે. ઉનાળામાં જો નિયમિત રીતે શેરડીનો રસ પીવામાં આવે તો પેટ સાફ રહેવા ઉપરાંત શરીરમાં ઉપરોક્ત તત્વોનીઉણપ પણ દૂર થાય છે.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.