શાસ્ત્રો અનુસાર આવી આદતોથી ઘટે છે માનવીની ઉંમર, શનિવારે ભૂલથી પણ ના કરો આ કામ

વિજ્ઞાનના આ યુગમાં આપણે ભલે શાસ્ત્રોનું જ્ઞાન ભૂલીવી દઈએ પરંતુ હકીકતમાં તેઓ આપણા માટે એટલા જ ફાયદાકારક અને મહત્વપૂર્ણ છે જેટલા પ્રાચીન સમયમાં હતા. ખરેખર, વિજ્ઞાન પાસે ભલે આપણી દરેક સમસ્યાનું સમાધાન હોઈ, પરંતુ ધર્મગ્રંથ અને શાસ્ત્ર આપણને તે માર્ગ જણાવે છે જેના દ્વારા આપણે આવી સમસ્યાઓનો સામનો કરવાનું ટાળી શકીએ છીએ.

આવી આદતો વિશે માનવીને ચેતવણી આપવામાં આવી

image soucre

આજે ભલે આપણે તકનીકી રીતે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છીએ, તેમ છતાં, માણસની સરેરાશ ઉંમર ખરેખર પહેલાથી જ ઓછી થઈ ગઈ છે, તેનું મોટુ કારણ છે આપણી જીવનશૈલી આપણી આદતો. તો ધાર્મિક ગ્રંથોમાં આવી આદતો વિશે માનવીને ચેતવણી આપવામાં આવી છે. આજે અમે તમને શાસ્ત્રમાં જણાવેલ આવી જ કેટલીક આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લોકો હંમેશાં પોતાની અને તેમના પ્રિયજનોના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે, બધી ધાર્મિક વિધિઓ ધર્મ પ્રમાણે કરે છે, પરંતુ તે બાબતો પર ધ્યાન આપતા નથી જેની તેમના જીવનકાળ પર નકારાત્મક અસર પડે છે.

આ ક્રિયાઓથી મૃત્યુના દેવ યમરાજ નારાજ થાય છે

image soucre

જીહા મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર, મનુષ્યની કેટલીક ક્રિયાઓ તેના માટે ફાયદાકારક નથી હોતી અને આવી ક્રિયાઓના પરિણામે વ્યક્તિની ઉંમર ઘટવા લાગે છે. હકીકતમાં, જો ધાર્મિક માન્યતાઓની વાત માને તો આ ક્રિયાઓથી મૃત્યુના દેવ યમરાજ નારાજ થાય છે અને તેથી આ જ કારણ છે કે આવી આદતો વહેલા મૃત્યુનું કારણ બને છે. હિન્દુ ઘર્મના પ્રમુખ ગ્રંથોમાના એક મહાભારતમાં આવા કાર્યો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. જેની માણસની ઉંમર પર નકારાત્મક અસર પડે છે.

આવા લોકો 100 વર્ષ જીવે છે

image soucre

મહાભારતનાં ‘અનુશાસન પર્વ’ અનુસાર જે લોકો ‘ધર્મ’ની નીતિઓનું ઉલ્લંઘન કરે છે, આવા લોકોની ઉંમર ઓછી થાય છે. તો જે લોકો ધાર્મિક મર્યાદાઓનું પાલન કરે છે અને ક્યારેય સત્યને છોડતા નથી, આવા લોકો 100 વર્ષ જીવે છે. વ્યક્તિની વર્તણૂકની સાથે તેની આદતો પણ તેની ઉંમરને અસર કરે છે, જેમ કે જે વ્યક્તિ વારંવાર નખ ચાવે છે અથવા શરીરની યોગ્ય સાફ સફાઈ નથી કરતા તેની ઉંમર પણ ઓછી થઈ જાય છે.

અભ્યાસ કરતી વખતે ક્યારેય કંઇપણ ન ખાવું

image source

તો બીજી તરફ, મહાભારતનાં અનુશાસન પર્વ મુજબ, અભ્યાસ કરતી વખતે ક્યારેય કંઇપણ ન ખાવું જોઈએ, કારણ કે આથી યમરાજ નારાજ થાય છે અને તે વ્યક્તિ જલ્દીથી કાળનો ભોગ બની શકે છે. શાસ્ત્રો અનુસાર આકાશમાં ચઢતા સૂર્ય તરફ નજર રાખવાથી પણ ઉંમર ઓછી થાય છે અને જે વ્યક્તિ આવું કરે છે તે જલ્દીથી મોતને ભેટે છે.

શનિવાર અને મંગળવારે ક્યારેય વાળ ન કપાવવા

image soucre

તો ખોરાક સાથે સંબંધિત ધાર્મિક માન્યતા એવી પણ છે કે જ્યારે તમે ખોરાક કરતા સમયે વચ્ચે ખાવાનું છોડીને એઠા મોએ ન ઉઠવું જોઈએ અને જો તમે ઉભા થઈ ગયા હોય તો તમારે ફરી એઠા હાથે ખાવાનું શરૂ ન કરવું જોઈએ, આવું કરવાથી વય ઓછી થઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈએ શનિવાર અને મંગળવારે ક્યારેય વાળ કપાવવા ન જોઈએ. આવું કરવાથી વય ઓછી થાય છે.

મુખ્ય દરવાજાની સામે પગ રાખીને ક્યારેય સૂવું ન જોઈએ

image soucre

આ ઉપરાંત શાસ્ત્રોમાં, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાની મનાઈ છે, શાસ્ત્રો અનુસાર, આવું કરવું સીધુ યમરાજને આમંત્રણ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી શરીર બીમારીઓથી ઘેરાઈ જાય છે અને વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓ વય વિશે કહેવામાં આવી છે. જેમ કે, મુખ્ય દરવાજાની સામે પગ રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યમરાજ નારાજ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!