જાણો શશિ થરૂર ગળામાં જે લટકાવીને ફરે છે તે ખરેખર શું છે..

શશી થરૂર

image source

કેરળ રાજ્યના કોંગ્રેસ સાંસદ શશી થરૂર તાજેતરમાં પોતાના ગળામાં એક ખાસ પ્રકારનું ગેજેટ પહેરીને રાખે છે. ઘણાને આ જોઇને એવું લાગે છે કે આ મોબાઈલ ફોન હશે કે પછી કોઈ ખાસ પ્રકારની ઘડિયાળનો શોખ ધરાવતા હશે. પરંતુ ગળામાં મોબાઈલ ફોન કે પછી ઘડિયાળ રાખવાનો જમાનો તો ખુબ જુનો થઈ ગયો છે. તો ચાલો જાણીએ આ છે શું જે શશી થરૂરના ગળાની શોભા વધારી રહ્યું છે.

આ ગેજેટ આપને શશી થરૂરના ગળામાં હંમેશા જોઈ શકશો.:

image source

આવા સમયે આપને એ પ્રશ્ન ચોક્કસ થશે કે શશી થરૂર આવી કઈ વસ્તુને પોતાના ગળામાં રાખે છે? હવે અમે આપને જણાવીશું કે શશી થરૂરના ગળામાં જોવા મળતી આ વસ્તુ વિષે જણાવીશું. ખરેખરમાં આ એક યંત્ર છે શશી થરૂર પોતાના ગળામાં એક મોબાઈલની સાઈઝનું એક એર પ્યોરીફાયર લટકાવીને રાખે છે.

આ ગેજેટ પાસે રાખવાથી આસપાસની હવા શુદ્ધ રહે છે.:

image source

શશી થરૂર જે ગેજેટ પોતાના ગળામાં લટકાવી રાખ્યું છે તેનું નામ Air Tamer છે. આ ગેજેટ એક એર પ્યોરીફાયર છે અને આ ગેજેટ આપણી આજુબાજુ રહેલ હવાના પ્રદુષણથી બચાવે છે.

આ એરટેમરની મદદથી આપ જયારે ઘરની બહાર કે વધારે પ્રદુષણવાળા સ્થાને હોવ તો ત્યાં આપને હવામાં રહેલ પ્રદુષણથી બચાવે છે. આ ગેજેટ આપની આસપાસની ત્રણ ફૂટ સુધીના વિસ્તારમાંથી હવાના પ્રદુષણ કણોને દુર રાખે છે અને આપ સ્વચ્છ હવા લઈ શકો છો. આ ગેજેટના ઉપયોગ પછી આપને માસ્ક લગાવવાની કે સેનેટાઈઝરને રાખવાની જરૂરિયાત રહેતી નથી.

image source

૮ થી ૧૦ હજાર કીમત છે આ ગેજેટની.:

આ એર પ્યોરીફાયર હવામાં રહેલ ખતરનાક અને પ્રદુષિત કણોને આપની આસપાસ આવતા રોકે છે. આ ગેજેટને મોબાઈલની જેમ સહેલાઈથી ચાર્જ કરી શકાય છે. આ ગેજેટ એકવાર ચાર્જ કર્યા પછી સતત ૧૫૦ કલાક કામ કરે છે.

image source

કદાચ કેરળના કોંગ્રેસ સાંસદ શશી થરૂર પોતાને કોરોના વાઇરસથી બચાવવા માટે આ ગેજેટને હંમેશા પોતાના ગળામાં રાખે છે. આ ગેજેટની કીમત છે ૮ થી ૧૦ હજારની કીમત સુધીની વેચાણ કીમત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ