આ આંકડા કરતા જો તમારા શરીરનું વધી જાય તાપમાન, તો સમજી લો તમને છે તાવ

શરીરનું તાપમાન 97.5થી વધારે એટલે તમને છે તાવ… જાણો શું હોય છે બોડીનું નોર્મલ ટેંપરેચર

એક તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે બહારનું વાતાવરણ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. ત્યારે માણસના શરીરનું તાપમાન પણ ઠંડુ થતું જાય છે. વર્ષ 1851માં શરીરના સ્ટેંડર્ડ બોડી ટેમ્પપેચરને 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 98.6 ડિગ્રી ફૈરનહાઈટ પર રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યારથી લઈ અત્યાર સુધી તેમાં ધીમેધીમે ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોએ આ વાતની સમીક્ષા કરી તો જાણ્યું કે વર્ષ 2000માં જન્મેલા પુરુષોના શરીરનું તાપમાન 1800માં જન્મેલા પુરુષોની સરખામણીમાં સરેરાશ 1.06 ડિગ્રી ફેરનહાઈટ ઓછું છે.

image source

આ જ રીતે મહિલાઓના કેસમાં પણ અનુસંધાનકર્તાઓએ આ પેટર્ન જોઈ છે. વર્ષ 2000માં જન્મેલી મહિલાઓના શરીરનું તાપમાન 1890માં જન્મેલી મહિલાઓની સરખામણીમાં 0.58 ડિગ્રી ફેરનહાઈટ ઓછું હતું. તેવામાં જોઈએ તો ઓવરઓલ બોડી ટેંપરેચરમાં દરેક દશકામાં 0.03 ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થયો છે.

શું છે કારણ ?

image source

આવું શા માટે થાય છે તેનું કારણ તો સ્પષ્ટ નથી પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે સેનિટેશન એટલે કે સાફ, સફાઈમાં થયેલા સુધારા અને ઉત્તમ ડેંટલ અને મેડિકલ કેરના કારણે શરીરના ક્રોનિક ઈન્ફ્લેમેશન ઘટી ગયા છે. એટલું જ નહીં મોર્ડ હીટિંગ અને એસીનો ઉપયોગ થવાથી પણ સ્થાયી તાપમાન અને રેસ્ટિંગ મેટાબોલિક રેટમાં ઘટાડો થયો છે. તેવામાં આજના સમયમાં ટ્રેડિશનલ 98.6 ફેરનહાઈટની જગ્યાએ 97.5 ફેરનહાઈટ શરીરનું નોર્મલ ટેંપરેચર બની ગયું છે.

image source

શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે વર્ષો પહેલા કરતાં ખૂબ અલગ પરિસ્થિતિમાં જીવીએ છીએ. હાલ વાતાવરણ બદલી ગયું છે. તેના કારણે આપણા ઘરની અંદરનું અને શરીરનું તાપમાન પણ બદલી ચુક્યું છે. આપણે જે પ્રકારનું ભોજન લઈએ છીએ તેમાં ફેરફાર થયા છે. માઈક્રોઓર્ગેનિઝમ સાથેનો આપણો સંપર્ક બદલી ગયો છે. તેવામાં શરીરનું તાપમાન પણ બદલે તે સ્વાભાવિક છે.

તાવથી બચવાનો ઘરગથ્થુ ઉપચાર

image source

જો સામાન્ય તાવ જણાય જે વાતાવરણમાં ફેરફાર થવાથી કે થાક જેવી સ્થિતિમાં અનુભવાય ત્યારે આ ઘરગથ્થુ ઉપચારથી લાભ થઈ શકે છે. જ્યારે પણ તાવ જેવું લાગે ત્યારે નહાવાનું પાણી હુંફાળુ ગરમ કરી અને તેમાં સિંધવ નમકની 2 ચમચી ઉમેરી તેનાથી નહાઈ લેવું. આ પાણીમાં તમે નાળિયેરનું તેલ ઉમેરી શકો છો. આ પાણીથી નહાવાથી તાવ, શરદીમાંથી ઝડપથી રાહત મળશે. આ પાણીથી નહાવાથી સ્નાયૂ પણ રીલેક્સ થાય છે અને શરીરનો દુખાવો દૂર થાય છે.

image source

નમકના પાણીથી નહાવાથી શરીરની ખંજવાળ પણ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જો કે તાવ જો ઉપર જણાવ્યા કરતાં વધારે ટેમ્પરેચરનો હોય તો તુરંત કોઈ ડોક્ટરને બતાવી તેમની સલાહ અનુસાર દવા કરાવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ