શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે લીલા રંગની બોટલનું પાણી, આજથી જ અજમાવી જુઓ…

બ્લુ, દુધીયા કે રીંગણી રંગની બોટલના પ્રયોગથી એસીડીટી, અલ્સર, બ્લડપ્રેશર કે પેટ સબંધિત રોગોમાં રાહત મળે છે. ઈલાજ માટે રંગોનો પ્રયોગ પ્રાચીનકાળથી થતો આવી રહ્યો છે અને આ આજે પણ ઉપયોગી છે. વિશેષજ્ઞને અનુસાર નેચરોપેથિની સૂર્યકિરણ ચિકિત્સામાં લાલ, પીળો, નારંગી, લીલા, રીંગણી, દુધિયા અને બ્લુ રંગથી ઈલાજ કરવામાં આવે છે.


અલગ-અલગ ઈલાજ માટે આ રંગોની કાચની બોટલમાં પાણી ભરીને અને તેના પર લાકડાનું ઢાંકણું લગાવીને સૂર્યોદય સમયે લાકડાનાં પટારા પર રાખી દેવામાં આવે છે અને સૂર્યાસ્તનાં સમયે આ પાણીને ઉઠાવી લેવામાં આવે છે. આ પાણીને દિવસમાં ક્યારેય પણ પી શકાય છે.આ પ્રયોગ ઘણી પ્રકારનાં રોગને દૂર કરે છે.


-જો શરદી,કફ,ઉધરસ અને તાવ છે તો લાલ,પીળી કે નારંગી કલરની બોટલમાં પાણી ભરીને રાખો. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવી છે તો લીલા કલરની બોટલનો ઉપયોગ કરો. બ્લુ,દુધિયા કે રીંગણી રંગની બોટલનાં પ્રયોગથી એસીડીટી,અલ્સર,બ્લડપ્રેશર અને પેટ સંબંધિત રોગોમાં આરામ મળે છે.


ગરમ પાણી પીવાથી થતાં ફાયદા –

– જો તમને સ્કીન એલર્જી કે પછી સ્કીનની કોઈપણ બીમારીથી પરેશાન છો તો તમારે નિયમીત ગરમ પાણી પીવું જોઈએ તેનાથી તમને થોડા જ સમયમાં ફાયદો જણાશે. રોજ સવારે એક ગ્લાસ નવસેકું ગરમ પાણી પીવાથી શરીરનો ઝેરી કચરો બહાર કાઢી આખી બોડી ડિટોક્સ કરે છે. રોજ સવારે અનવ રાત્રે સૂતી વખતે નવસેકા પાણીનો એક ગ્લાસ પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને કબજિયાત રહેતો નથી.


જો પેટમાં ગેસ થયો હોય તો તમારે ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી ગેસ શરીરની બહાર નીકળી જશે. નિયમિત ગરમ પાણી પીવાથી શરદી કે ઉધરસ જેવી બીમારીથી બચી શકાય છે. જો તમે એકદમ સ્લીમ અને ફીટ રહેવા માંગતા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં મધ અને એક આખું લીંબુ નિચોવી પીવાનું રાખવું જોઈએ. આમ કરવાથી તમે સ્લીમ તો રહેશો જ સાથે સાથે તમારી સ્કીન પણ એકદમ ચમકદાર રહેશે.