શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો હશે આ ઘરગથ્થું ઉપચારથી થઇ જશે દુર…

આ ઘરેલૂ નુસખામાં છુપાયેલા છે શરીરની દરેક તકલીફનો ઈલાજ

કામ કરતા આપણે એટલાં વ્યસ્ત થઈ જઈએ છીએ કે, આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જઈએ છીએ. પછીછી શરીરના અલગ અલગ અંગોમાં દુઃખાવાને લીધે બેસી રહેવું પડે છે. શરીરના થતા દુઃખાવાનું કારણ બદલાતી જીવનશૈલી અને ખાન-પાનની ખોટી આદતો પણ હોય શકે છે. તેવામાં ઘણા લોકો પેન કિલર દવાનો ઉપયોગ કરે છે, પરંતુ તેનું સૌથી વધારે સેવન કરવાથી દવાની આદત પડી જાય છે. જો તમે પણ હંમેશા શરીરનાં અલગ અલગ અંગોના દુંખાવાથી પરેશાન હોવ તો આજે અમે તમને કેટલા ઘરેલૂ નુસખા જણાવીશું, જે દુઃખાવામાંથી રાહત આપવામાં મદદ કરે છે.

તેમજ અમુક વસ્તુનું સેવન કરવાથી પણ શરીરનાં દુઃખાવામાં રાહત મળે છે. ગમે તેવો સાંધાનો દુખાવો હોય તો તેના પર અજમાનું તેલ બનાવીને લગાવવામાં આવે તો દુખાવામાં ખૂબ ઝડપથી રાહત મળે છે. 10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને મેળવીને એક બોટલમાં ભરી દો. કોઈ પ્રકારની પીડા કે કમરનો દુખાવો કે માથા, પાંસળીનો દુખાવો થાય ત્યારે તો ઉપયોગ તરત લાભ આપે છે. તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવો દૂર થઈ જશે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે.

– કમરનો દુઃખાવો

કમરના દુઃખાવાની ફરિયાદ પુરૂષોની સરખામણી કરતા મહિલાઓમાં વધારે હોય છે. સવારે સરસવ અથવા નારિયેળના તેલમાં લસણની 3-4 કળી નાંખીને ગરમ કરવી. ઠંડુ થયા પછી આ તેલથી કમર પર માલિશ કરવી. તેનાથી કમરના દુઃખાવામાં રાહત મળશે. તેમજ કમરના દુઃખાવાને દૂર કરવા માટે નિયમિત કસરત કરવી. આનાથી શરીરના ખાલી ભાગ પર પોષક તત્વ પહોંચે છે, જેનાથી હાડકા સોફ્ટ અને સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

– માથાનો દુઃખાવો

માથાનો દુઃખાવાનું કારણ કંઈ પણ હોય શકે છે. તેવામાં દવાઓથી દૂર રહેવું અને ઘરેલૂ નુસખા અપનાવા. આદુના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને દિવસમાં 1-2થી વાર પીવો. તેનાથી માથાના દુઃખાવામાં રાહત મળશે. તે સિવાય સૂંઠનો પાવડર બનાવીને બોટલમાં ભરીને મુકી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો સૂંઠ પાવડર લઈને તેમા પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો. હળવી બળતરા થશે અને માથાનો દુ:ખાવો તરત દૂર થઈ જશે.

હાડકાનો દુઃખાવો


કેલ્શિયમની ઉણપને લીધે શરીરમાં દુઃખાવો સતત થતો રહે છે. આવા અનેક રોગ કેલ્શિયમને કારણે થવા લાગે છે. મહિલાઓમાં આ એક સમસ્યા વધુ જોવા મળે છે. હાડકાના દુખાવો યુવાનોથી લઈને વૃધ્ધોમાં જોવા મળે છે. જો તમે પણ સાંધાના દુઃખાવાથી પરેશાન હોવ તો લસણની 10 કળીઓ 100 ગ્રામ પાણી અને 100 ગ્રામ દૂધમાં મિક્સ કરીને ચઢવા દેવું. તેને પીવાથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

– ગરદનનો દુઃખાવો

સતત ગરદનને એક જ પોઝિશનમાં રાખવાથી દુઃખાવાની ફરિયાદ રહે છે. તેવામાં ગરદનને ફેરવવામાં પણ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં સરસવ તેલમાં લવિંગના તેલને મિક્સ કરીને ગરદન પર માલિશ કરવી.

– પગની એડિનો દુઃખાવો


લાંબા સમય સુધી ઉભા પગે ઉભા રહેવાથી એડિયોમાં દુઃખાવો થાય છે. એડિના દુઃખાવાને દૂર કરવા માટે ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને તેમાં પગને 15-10 મીનિટ સુધી રાખો. પછી તમારી એડીને તેલની સાથે મસાજ કરવી. તે સિવાય દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો. તેમજ એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળ છે.

– પેટનો દુઃખાવો

પેટનાં દુખાવાની ફરિયાદ હંમેશા લોકોમાં રહે છે. તેવામાં ખાવા-પીવાની મુશ્કેલી થાય છે. જો તમે પણ પેટના દુઃખાવાથી પરેશાન હોવ તો આદુના એક નાના ટુકડાને મોઢમાં રાખીને તેને ચુસવું. તેનાથી પેટનાં દુઃખાવામાંથી તરત રાહત મળે છે. તેમજ અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, મોળ, અજીર્ણ અને વાયુમાં રાહત મળે છે. જમ્‍યા પછી કેટલાકને 2-3 કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ