શરીરમાં આવતા સોજામાંથી રાહત મેળવવા, પાચનતંત્રને બરાબર કરવા તેમજ બીજા આ લાભ મેળવવા રોજ પીવો આ જ્યૂસ

વ્હીટ ગ્રાસ એટલે ઘઉંના જુવાર, જે ઘઉંને માટીના વાવ્યા પછી નીકળે છે. વ્હીટ ગ્રાસ જ્યૂસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ જ્યૂસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ છે. 6 થી 8 ઇંચ લાંબી જુવારને કાઢીને તેને પીસીને આ રસ બનાવવામાં આવે છે, ત્યારબાદ તેનું સેવન કરવું. આ જ્યુસમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, ઝીંક, આયરન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઇ જેવા પોષક તત્વો છે. જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપવામાં મદદગાર છે. આ કારણોસર, ઘણા લોકો તેને ઘરના વાસણો અને ગાર્ડનમાં ઉગાડે છે, જેથી આ જ્યુસ ઘરે બનાવીને તેનું સેવન કરી શકે. જેઓ આ વ્હીટ ગ્રાસ જ્યૂસ તાજું નથી મેળવી શકતા, તેઓ તેના પાવડરનો પણ ઉપયોગ પણ કરી શકે છે. વ્હીટ ગ્રાસ જ્યૂસ સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આ જ્યૂસનું વધુ સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો અમે તમને વ્હીટ ગ્રાસ જ્યૂસ વિશે સાચી માહિતી જણાવીએ.

વ્હીટ ગ્રાસ જ્યૂસ પીવાના ફાયદા –

image source

લોહીની ઉણપ દૂર કરે છે

વ્હીટ ગ્રાસ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. તેનું સેવન વ્યક્તિને એનિમિયાની સમસ્યા થતી નથી.

જાડાપણાની સમસ્યાથી છુટકારો મેળવો

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસના સેવનથી જાડાપણાની સમસ્યાથી રાહત મળે છે. વ્હીટ ગ્રાસમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને ફાઇબરની માત્રા વધારે છે. તેથી તેના સેવનથી શરીરને તરત જ પોષક તત્વો મળે છે અને સાથે પેટ પણ ભરાઈ જાય છે.

પાચન સારું રહે છે

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસના સેવનથી પાચન બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં ઉત્સેચકો મોટી માત્રામાં જોવા મળે છે. જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.

સોજાની સમસ્યા દુર થાય છે

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં સોજાની સમસ્યા દૂર થાય છે, સાથે આંતરડામાં સોજા પણ ઓછા થાય છે. જે અલ્સેરેટિવ કોલાઇટિસનું જોખમ ઘટાડે છે.

બ્લડ પ્રેશર જાળવી રાખે છે

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. તે એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

વ્હીટ ગ્રાસ જ્યૂસ પીવાના ગેરફાયદા –

અસ્વસ્થતા લાવી શકે છે

વ્હીટ ગ્રાસ જ્યૂસનું વધુ સેવન કરવાથી ઘણી વખત લોકો બેચેન થઈ જાય છે. તેથી, આ જ્યૂસનું સેવન કરતા પેહલા તમારા ડોક્ટરની સલાહ લો અથવા આ જ્યૂસનું સેવન ઓછી માત્રામાં કરો.

એલર્જીની શક્યતા

image soucre

કેટલાક લોકોને એલર્જીની ફરિયાદ હોય છે, આવા લોકોએ વ્હીટ ગ્રાસ જ્યૂસનું સેવન કરતા પેહલા એ ટેસ્ટ કરાવવો પડશે કે આ જ્યુસ પીવાથી તમને કોઈ એલર્જીની સમસ્યા તો નહીં થાય.

ડાયરિયાની સમસ્યા થઈ શકે છે

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસના સેવનથી કોઈને પણ ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. તેથી, તેનું સેવન ખૂબ મોટી માત્રામાં ન કરવું જોઈએ.

ઉબકાની સમસ્યા

image source

વ્હીટ ગ્રાસ જ્યૂસ પીવાથી ઊબકાની સમસ્યા થઈ શકે છે. પરંતુ આ ત્યારે થાય છે જ્યારે લોકો તેનું સેવન વધુ પ્રમાણમાં કરે છે અથવા ખાલી પેટ પર આ જ્યૂસનું સેવન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત