શરીર માટે કોઈ વરદાનથી કમ નથી લીમડાનાં બીજ, તેના અગણિત ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો.

શરીર માટે કોઈ વરદાનથી કમ નથી લીમડાનાં બીજ, તેના અગણિત ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો. લીમડાને સ્વાસ્થયનો ખજાનો માનવામાં આવે છે. જેટલા ફાયદા લીમડાના હોઈ છે તેનાથી ઘણા વધારે ફાયદા તેના બીજાના હોઈ છે.

લીમડો ફક્ત વૃક્ષ નહિ પરંતુ સ્વાસ્થયનો ખજાનો પણ માનવામાં આવે છે. લીમડો અનેક પ્રકારથી આપણા કામમાં આવે છે. લીમડાનાં અગણિત ઔષધીય ગુણ હોઈ છે જેના કારણે આ ઘણા પ્રકારનાં રોગોમાં કામ આવે છે. પરંતુ ઓછા જ લોકોને ખબર હશે કે લીમડો આંતરીક સ્વાસ્થયની સાથે-સાથે બહારની સુંદરતા માટે ખૂબ ફાયદાકારક હોઈ છે. સ્કીનથી જોડાયેલી સમસ્યા જેવી કે ખીલ, કરચલીઓ, ફાઈન લાઈન્સ, ખોડો, વાળ ખરવા વગેરા સમસ્યાથી આ આપણને છૂટકારો અપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાની જેમ લીમડાનાં બીજનાં પણ ઘણા ફાયદા હોઈ છે. લીમડો તો આપણા માટે લાભકારી માનવામાં જ આવે છે, લીમડાનાં બીજ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોઈ છે. આજનાં આ લેખમાં અમે તમને લીમડનાં બીજથી થતા ફાયદા વિશે જણાવીશું.

લીમડાનાં બીજથી થાય છે આ ફાયદા

મલેરિયામાં ફાયદાકારક

લીમડાનાં બીજની દુર્ગંધથી મચ્છર દૂર રહે છે. તેના સિવાય લીમડાનાં બીજમાંથી જે તેલ નિકળે છે તે મચ્છરોને ઈંડા આપવાથી રોકે છે, જે મલેરિયા અને ડેંગ્યૂ જેવી ખતરનાક બિમારીઓની રાકથામમાં મદદ કરે છે.

કિડની સ્વસ્થ

જો તમે રોજ દિવસમાં એકવાર લીમડાનાં પાન અને બીજથી બનાવેલી ચા પીવો છો તો આ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તેના દરરોજનાં સેવનથી કિડની સબંધિત બિમારીઓ થવાનું જોખમ લગભગ સમાપ્ત થઈ જાય છે.

ત્વચાનાં રોગોથી બચાવ

લીમડાનાં પાન અને બીજમાં એંટીબેક્ટિરિયલ, એંટીફંગલ અને એંટીવાયરલ તત્વ હોઈ છે. આ કારણે આ ત્વચા માટે ખૂબ પ્રભાવશાળી હોઈ છે. આ ચામડીને વગર સુકવ્યે સોજા અને બળતરા પણ મટાડે છે. લીમડનાં બીજનાં તેલનો ઉપયોગ ઘણા હર્બલ ઉત્પાદ તૈયાર કરવા માટે પણ કરવામાં આવે છે જે એંટીફંગલ અને એંટી ગુણોથી ભરપૂર હોઈ છે.

અન્ય સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે લીમડાનાં બીજ

નેચરલ સ્કીન ટોનર

નિયમિત રુપથી ઉપયોગ કરવા પર લીમડાનાં બીજ તમને કરચલીઓ અને ઝાંઈઓથી પણ દૂર રાખી શકે છે. આ પિગમેંટેશન પર પણ ખૂબ સારી અસર બતાવે છે. લીમડાનાં બીજનો પાણી સાથે ઉપયોગથી મુંહાસાનાં ડાઘ પણ ઓછા થઈ જાય છે અને ત્વચામાં ખેંચાણ આવે છે. આના માટે લીમડાનાં થોડા બીજ પીસીને ઉકાળી લો અને તેનું પાણી ગાળી લો. તેને થોડીવાર સુધી ઠંડુ થવા દો. પાણી ઠંડુ થવા પર તેને એક એરટાઈટ બોટલમાં ભરી લો અને રોજ રાત્રે ત્વચા પર લગાવો. જો તમારી સ્કીન ઓયલી છે તો આમા થોડું ગુલાબજળ મેળવીને લગાવો. સવારે ઉઠીને ચહેરો ધોઈ લો. થોડા જ દિવસોમાં ત્વચા સુંદર અને મુલાયમ બની જશે.

બ્લેકહેડ્સ અને મોટા રોમછિદ્ર દૂર

બ્લેકહેડ્સ, વાઈટહેડ્સ અને મોટા રોમછિદ્રોને બરાબર કરવામાં લીમડાનાં બીજ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ સમસ્યાઓથી લડવા માટે તમારે લીમડાનાં થોડા બીજ અને સંતરાની છાલની એક પેસ્ટ બનાવવાની છે.

લીમડાનાં બીજ અને સંતરાની છાલ પીસી એક પેસ્ટ બનાવી લો. હવે તેમાં થોડા ટીપા મધ, સોયામિલ્ક અને દહીંનાં નાખો. જલ્દી પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ત્રણવાર આ લગાવો. જો તમારા બ્લેકહેડ્સ છે તો પ્રભાવિત સ્થાન પર થોડું લીમડાનું તેલ લગાવી લો. પરિણામ જોઈ તમે દંગ રહી જશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ