શું તમે જાણો છો શરીરના 25 ટકા હાડકા ક્યા અંગમાં આવેલા છે?

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા. અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો પાંચમો ભાગ અત્રે પ્રસ્તુત છે. આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

હેડફોનથી ફક્ત સંભળાતું જ નથી..

image source

આપણી આસપાસ એવા અનેક લોકો છે જેને ફોન પર વાત કરવામાં કે ફોનમાં રહેલા કોઈ સોન્ગ સાંભળવા હેડફોન અથવા હેન્ડ્સ ફ્રીની જરૂર રહે છે તેવા લોકો માટે જણાવવાનું કે એક કલાક હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં જીવાણુઓની સંખ્યા 700 ગણી વધી જાય છે. આ બાબતે ચેતવા જેવું ખરું…

હાડકાઓનું ગોડાઉન

image source

હા, આપણા શરીરમાં જેટલી સંખ્યામાં હાડકા આવેલા હહે તે પૈકી 25 ટકા હડકાઓ માત્ર બે પગમાં જ આવેલા હોય છે. હવે સમજાયું કે ધમકીની ભાષામાં ‘હાડકા ભાંગી નાંખશું’ એવું પ્રયોજન કેમ થાય છે ?

નખનું નવીન

image source

નાનકડા નખ માણસના સૌંદર્યમાં બહુ મહત્વનો ભાગ તો ભજવે જ છે અને તેમાંય ખાસ કરીને આંગળીના નખ અનેક નાના મોટાં કામોમાં પણ ઉપયોગી થાય છે. નખ વિશે જાણવા જેવું એ છે કે આપણી આંગળીઓના નખ પગના નખ કરતા 4 ગણી વધુ ઝડપથી વધે છે.

માનવ શરીરમાં કેટલા હાડકા હોય છે ?

image source

આપણા શરીરમાં કુલ કેટલા હડકાઓ હોય તે તમે જાણો છો ? જો કદાચ ન જાણતા હોય તો જણાવી દઈએ કે જન્મ સમયે માણસના શરીરમાં અંદાજે 300 જેટલા હાડકાઓ હોય છે અને વયસ્ક બનતા સમયે એટલે 18 વર્ષના થવા સુધી હાડકાઓ એક બીજા સાથે જોડાઈને કુલ 206 હાડકાઓ બની જાય છે.

TYPEWRITER શબ્દની વિશેષતા

image source

આજકાલની નવી પેઢી માટે TYPE WRITER શબ્દ નવો ગણાય. પણ જૂની પેઢીના અનેક લોકોએ ઠકઠક કરતા ટાઈપ રાઈટરમાં ટાઈપિંગ કર્યું હશે. ખેર, આપણે વાત કરતા હતા TYPE WRITER શબ્દની વિશેષતા વિશે તો તે એ છે કે TYPEWRITER અંગ્રેજી ભાષાનો એકમાત્ર શબ્દ છે જેને કીબોર્ડ પર સળંગ લખી શકાય.

Uncopyrightable શબ્દની વિશેષતા

image source

અંગ્રેજી ભાષામાં એવા કેટલાય શબ્દો છે જેમાં એક જ અક્ષરનો એકથી વધુ વખત પ્રયોગ કરવામાં આવ્યો હોય. પરંતુ Uncopyrightable એકમાત્ર એવો 15 અક્ષરનો શબ્દ છે જેમાં કોઈપણ અક્ષર એકથી વધુ વખત ઉપયોગમાં નથી લેવાયો.

માણસ ખાધા-પીધા વિના જીવિત રહી શકે ?

image source

શું તમે જાણો છો કે માણસને કંઈ પણ ખાવાનું આપ્યા વિના અથવા પાણી આપ્યા વિના જીવિત રહેવાનું કહેવામાં આવે તો તે વધુમાં વધુ કેટલા દિવસ સુધી જીવિત રહી શકે ? જવાબ છે કે માણસ જમ્યા વિના વધુમાં વધુ 30 દિવસ સુધી જીવિત રહી શકે છે પરંતુ પાણી પીધા વિના માત્ર સાત દિવસ સુધી જ જીવિત રહી શકે.

શરીરમાં લોહતત્વનું પ્રમાણ

image source

આપણા શરીરમાં પ્રોટીન, મિનરલ્સ અને અનેક તત્વો અને વિટામિનો ઉપલબ્ધ છે. આ તત્વોમાં એક તત્વ છે આયર્ન એટલે કે લોહતત્વ. તમને જાણીને નવાઈ લાગશે કે એક વયસ્ક વ્યક્તિના શરીરમાં ઉપલબ્ધ લોહત્ત્વનું પ્રમાણ એટલું હોય છે કે તેનાથી એક લોખંડની ખીલી બની શકે.

કોકાકોલા ડ્રીંક વિશે આ પણ જાણો

image source

તમે વિશ્વની પ્રખ્યાત કોલ્ડડ્રિંક કંપની કોકાકોલાનું ડ્રીંક તો અનેકવાર પીધું જ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે આછા કોફી કલરનું આ કોલ્ડડ્રિંક શરૂઆતમાં લીલા રંગનું મળતું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ