શરદી – ઉધરસના ઇલાજ્માં અકસીર દવા તરીકે એક સ્વાદિસ્ટ… ડાર્ક ચોકલેટ જરૂર લેજો…

આપણે દિવસરાત સતત પ્રદૂષિત વાતાવરણમાં હરીએ – ફરીએ છીએ. કંઈને કંઈ બહારનો ખોરાક પણ ખાઈ લઈએ છીએ. એ સમયે તમારા શરીરમાંનો રોગપ્રતિકાર ક્યારેક જવાબદાર થઈ જાય છે. ભલે કોઈ મોટી કે લાંબી માંદગી ન પણ આવે તો પણ શરદી – ઉધરસ જેવી સામાન્ય લાગતી બીમારી પણ શરીરને ક્યારેક સાવ તોડી નાખે છે. શરદી – ઉધરસમાં શરીર કળે છે, ક્યારેક નબળાઈ પણ અનુભવાય છે અને સાથોસાથ સતત આવતી ઉધરસ અને છીંકને લીધે ગળું ખરડાઈ જાય છે. જેમાં બળતરા થાય છે તો ક્યારેક કફ કાઢતાં ગળાંમાંથી લોહી પણ નીકળે છે.
એ સમયે બહારનું તીખું – તળેલું ન ખાઈને લીલાં શાકભાજીમાંથી બનેલ સૂપ કે ગોળ, ઘી અને લોટમાંથી બનેલ રાબ પીવાની પણ સલાહ મળે છે. જે ખૂબ જ અકસીર પણ છે. આ સિવાય ઉધરસ દરમિયાન સૂંઠ, આદુ, મધ, વિટામીન સીથી ભરપૂર ખોરાક ખાવા જોઇએ. ઉધરસ વધુ પ્રમાણમાં રહેતી હોય એ દરમિયાન સેવન કરવાથી વધુ નુકસાન થાય એવા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ. આજે અમે આપને એક એવી દવાની વાત કરીએ છીએ જે તમે જાણશો તો ખુશ થઈ જશોઃ જી હા, શરદી – ઉધરસ અને કફની તકલીફમાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.
આપણને ભગ્યે જ કોઈ એવું મળશે કે જેમને ચોકલેટ નહીં ભાવતી હોય… અબાલ – વૃદ્ધ સૌને ભાવતી હોય છે ચોકલેટ. આપણે નાના બાળકોને પણ વધુ ચોકલેટ ખાવાની ના પાડતાં હોઈએ છીએ ત્યારે કહેતાં હોઈએ છીએ કે ના ખાવ, પેટમાં દુખશે, દાંત બગડશે કે શરદી થશે એમ કહી દેતાં હોઈએ છીએ. અહીં એક રસપ્રદ સર્વેમાં એવું તારણ આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી ઘણી બધી એવી બીમારીઓ છે જેમાં રાહત મળે છે. ભલે તે કોઈ દવાના સ્વરૂપમાં નહીં પણ દવાના સહાયક તરીકે કારગર રહે છે.

આપને એ જાણીને ખૂબ નવાઈ લાગશે કે ચોકલેટ ખાવાથી શરદી ઉધરસ મટી પણ જઈ શકે છે. ખાસ પ્રકારની ડાર્ક ચોકલેટમાં એક એલ્કલોઈડ નામનું એવું તત્વ હોય છે જે શરદી – ઉધરસ સામે દવા તરીકે કામ આવે છે. વળી તેમાં રહેલ કોડીન નામનું એક એવું તત્વ પણ રહેલું છે આપણાં ગળામાં જઈને થતી બળતરા અને ઈરિટેશનને પણ દૂર કરે છે જેથી ઉધરસમાં આવતી ખરાસને તે મટાડી દે છે. ચોકલેટમાં રહેલ આ બંને તત્વો કોકોઆ અને કોડીન એક સાથે મળીને શરદી – ઉધરસને જડમૂળથી મટાડી દઈ શકે છે.
આ સિવાય ઉધરસ મટાડવા દવા તરીકે આપણે જે કફ સિરપ લઈએ છીએ તેન પીવાથી ગળામાં દવાનું એક પાતળું લેયર બની જાય છે. આ દવાનું સ્તર ગળામાં થોડા લાંબા સમય સુધી ટકી રહે છે અને તેને લીધે આપણાં ગળામાંથી શરદી – ઉધરસનું ઈંફેકશન પણ દૂર થાય છે. ડાર્ક ચોકલેટનું કાર્ય પણ આ જ છે. તેનો ચીકણો અને મીઠો રસ આપણાં ગળામાં બહુ લાંબો વખત રહે છે અને તેનથી ગળાની ખરાસમાં રાહત મળે.
આમ જોવા જઈએ તો આ ડાર્ક ચોકલેટ પણ કફ સિપરની દવાની જેમ જ કાર્ય કરે છે. તેમ છતાં તેના ઉપયોગમાં ફક્ત ધ્યાન એ વાતનું રાખવાનું રહેતું હોય છે કે આ પ્રકારની ડાર્ક ચોકલેટ ખાઈ લીધા બાદ આપણે પાણી ન પીવું જોઈએ. જો પાણી પીવાઈ જશે તો ડાર્ક ચોકલેટનું એ પાતળું લેયર ગળામાંથી પાણી વાટે ધોવાઈ જશે અને શરદી – ઉધરસમાં જોઈએ તેવો ફાયદો થશે નહીં.
ઉપરાંત, વધુ એક તકેદારી રાખવાની એ પણ રહેશે કે આ ચોકલેટ ખાધા બાદ તમારા મોંને પણ બરાબર સાફ કરવું જોઈશે. નહીંતર શરદી – ઉધરસની તકલીફ દૂર કરવા જતાં તમારા દાંત ખરાબ થઈ જવા પામશે.
જો દવાના ભાગરૂપે આપ ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવા ઇચ્છતાં હોવ તો તેનું પ્રમાણ પણ આપ જાતે જ નક્કી કરી લેજો. તમને જો ઉધરસ જો રાત્રના સમયમાં વધારે પ્રમાણમાં આવતી હોય તો એક ઉપાય તરીકે સૂતા પહેલા બે ચોસલાં ડાર્ક ચોકલેટ ખાઈ લેવી. બજારમાં મળતી વેરાઈટી ચોકલેટ નહીં બલ્કે શૂગર ફ્રી ડાર્ક ચોકલેટ જ ખાવી જોઈએ જેમાં કોઈ જ પ્રકારના અન્ય ડ્રાયફ્રૂટ્સ કે નટ્સ ન નાખેલ હોય.