શરદી-ખાંસી ભગાવવા માટે અપનાવો આ ૧૦ ઊપાયો – મળશે ત્વરિત ફાયદા…

શિયાળાની ઋતુમાં હેરાન પરેશાન કરી નાખનાર કફ અને શરદીનો સરળ અને સચોટ ઉપાય

image source

આમ તો કફ અને શરદી ની સમસ્યા બારેમાસ ૨હેતી હોય છે.પણ જ્યારે ઋતુઓ બદલાતી હોય ત્યારે અને ખાસ શિયાળાની સિઝનમાં શરદીની સમસ્યા વધુ વકરતી જોવા મળે છે.ખાસ કરીને બાળકોમાં વૃદ્ધોમાં અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો કફ અને શરદીના બહુ જલદી શિકાર બને છે.આમ તો કફ શરદી થવા એ સામાન્ય બાબત લાગે પરંતુ જો એનું ધ્યાન રાખવામાં ના આવે અને તરત જ કફની સમસ્યાનું નિવારણ કરવામાં ના આવે તો લાંબા ગાળે શ્વાસને લગતી સમસ્યા પણ ઊભી કરી શકે છે.

image source

એટલું જ નહીં કફને કારણે થતી ઉધરસ રાતની ઊંઘ ઉડાડે છે .ગળામાં ખરાટી સાથે સોજો લઈ આવે છે .અવાજ ઉપર પણ તેની અસર પડે છે .શરદીને કારણે વારંવાર નાક ગળવાથી રોજીંદા કાર્ય પર પણ તેની અસર પડે છે ,સતત શરીરમાં એક પ્રકારની બેચેની રહે છે. ઘણી વાર શરદીના કારણે માથામાં પણ દુખાવો રહે છે,તાવ પણ આવી શકે છે..

image source

લાંબા સમય સુધી ચાલતી શરદીની સમસ્યા સાઇનસ માટે પણ જવાબદાર પરિબળ છે.સમયસર તકલીફોનું નિવારણ કરવામાં ના આવે તો કફ અને શરદી ગંભીર રૂપ ધારણ કરતા આખરે એન્ટિબાયોટિક દવાઓનો સહારો લેવો પડે છે અને દવાઓની આડઅસરના પણ ભોગ બનવું પડે છે.ઉપરાંત શારીરિક અને માનસિક તકલીફ વેઠવી પડે છે એ અલગ.

image source

પણ જો કફ શરદીની સામાન્ય સમસ્યા જણાય તો તરત જ ડોકટર પાસે દોડી જવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ નુસખા પણ છે જે તરત જ અપનાવવાથી રાહત મળી શકે છે. ચાલો આવા થોડા ઉપાયો પર નજર નાખીએ અને શિયાળાની ઋતુમાં કફ અને શરદી થી બચવાનો પ્રયાસ પણ કરીએ.

હળદર

image source

ઉધરસ અને શરદીમાં હળદર શ્રેષ્ઠ ઉપાય છે.હળદર કફનાશક છે.એન્ટિસેપ્ટિક છે.હળદર લોહી શુદ્ધ કરનારી છે.ઉધરસ અને ગળામાં ચોંટેલા કફને કારણે બાજતી ખરખરાટીની સમસ્યામાં હળદરવાળું હૂંફાળું પાણી કે દૂધ રાહત આપે છે.એક ગ્લાસ પાણી કે દૂધને ગરમ કરી તેમાં એક ચમચી હળદર ચપટી મીઠું અને પા ચમચી ચોખ્ખું ઘી મેળવીને પીવાથી ઉધરસ અને કફમાં રાહત થાય છે.છાતીમાં થતી બળતરામાં પણ હળદર રાહત આપે છે.શરદીને કારણે નાક ગળતું હોય તો હળદરને શેકીને તેના ધુમાડાનો નાસ લેવાથી રાહત મળે છે.

ઘઉંની ભૂસી

image source

એક ગ્લાસ પાણીમાં 10 ગ્રામ ઘઉંની ભૂસી,પાંચ લવિંગ અને ચપટી મીઠું નાખી તેનો ઉકાળો બનાવવો.કફ- શરદીની સમસ્યામાં ઘઉંની ભૂસીનો ઉકાળો તરત રાહત આપે છે.જોકે મોટાભાગે શરદીની સમસ્યા એવી સમસ્યા છે કે જેનું નિવારણ થવામાં પાંચ સાત દિવસનો સમય લાગતો હોય છે પરંતુ આવા ઘરેલુ ઉપાયો અજમાવીને તેની તકલીફને ઓછી કરી શકાય છે અને કફ ને વધુ વકરતો અટકાવી શકાય છે.

તુલસી

image source

મોટેભાગે દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે.શરદી અને ઉધરસમાં તુલસી ગુણકારી છે.તુલસીના પાનને સાફ કરીને રોજ ખાવામાં આવે તો તાવ અને શરદી દૂર રહે છે.શ્વાસના રોગમાં પણ તુલસી અકસીર છે.તુલસીના પાંદડા વાટી અને તેનો ઉકાળો બનાવી પીવાથી કફ ,શરદી અને શ્વાસની સમસ્યામાં પણ રાહત મળે છે.

આદુ

image source

આયુર્વેદમાં આદુને ઔષધી ગણવામાં આવે છે.આદુમાં પ્રોટીન ઉપરાંત અતિ ફાયદાકારક વિટામિન તત્ત્વો પણ રહેલાં છે.કફ, ઉધરસ અને શરદીની તકલીફથી પીડાતા દર્દીઓએ રાત્રે સૂતી વખતે ૧ કપ દૂધમાં પર્યાપ્ત માત્રામાં આદુ ઉકાળીને પીવું જોઈએ.આદુવાળી ચા પીવાથી પણ શરદીમાં રાહત મળે છે. નિયમિતપણે આદુંના રસમાં મધ મેળવીને પીવાથી કફ- શરદી અને શ્વાસના રોગમાં પણ આરામ મળે છે.

મરી પાવડર

image source

મરી પાવડર કફ ઉપરાંત ઘણી બધી બીમારીઓમાં રાહત આપે છે.બે ચપટી મરી પાવડર, બે ચપટી હળદર, બે ચપટી સૂંઠ ,એક ચપટી લવિંગ નો પાવડર, એલચી દાણા દૂધ સાથે ઉકાળી હુંફાળું દૂધ પીવાથી પણ કફમાં રાહત મળે છે.મરી પાવડર સાથે ધી અથવા મધ ભેળવી ચાટણ બનાવી નિયમિતપણે તેનું સેવન કરવાથી પણ કફની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

એલચી

image source

એલજીની પ્રકૃતિ પણ ગરમ હોવાથી તેને કફ નાશક માનવામાં આવે છે,શરદીની સમસ્યા દરમિયાન એલચીના દાણા વાટીને રૂમાલમાં રાખી તે રૂમાલ સૂંઘતા રહેવાથી શરદીમાં રાહત મળે છે.જા કે દૂધમાં પણ એલચીનો પાવડર ઉકાળીને પીવાથી પણ ઉધરસ કે શરદીમાં રાહત મળે છે.

હર્બલ ટી

image source

હર્બલ ટીનો નિયમિત ઉપયોગ માત્ર કફ-શરદીમાં જ નહીં પરંતુ ઘણી બધી સમસ્યા માં રાહતરૂપ છે.હર્બલ ટી એન્ટી ઓક્સીડંટ ગણાય છે.શરીરમાં જમા થયેલા ટોક્સિકને દૂર કરવામાં હર્બલ ટી મદદરૂપ છે. ઉપરાંત શરદી તેમજ પાકી ગયેલા કફમાં પણ હર્બલ ટીનું સેવન કરવાથી કફ માં રાહત મળે છે ..ઠંડીની સિઝનમાં હર્બલ ટી શરીરનું તાપમાન મેન્ટેઇન કરવામાં પણ મદદરૂપ છે.

કપૂર

image source

પૂજામાં વપરાતું કપૂર માત્ર ઘરના વાતાવરણને શુદ્ધ કરવામાં જ નહીં પરંતુ શારીરિક સ્વસ્થતા પ્રદાન કરવામાં પણ ઉપયોગી છે.બંધનાકની સમસ્યામાં કપૂર સૂંઘવાથી રાહત મળે છે.કપૂર સૂંઘવાથી ઠંડી પણ દૂર થાય છે.અતિશય ઠંડા પ્રદેશના અને ઊંચાઈવાળી જગ્યાઓ જ્યાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય છે અને હવા પાતળી હોય છે તેવી જગ્યાઓમાં પણ કપૂરની ગોટી સૂંધતા રહેવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

લીંબુ

image source

હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નીચોવી પીવાથી પણ કફ અને શરદીમાં આરામ મળે છે.હૂંફાળા લીંબુ પાણીમાં મધ મેળવીને પીવાથી કફ દૂર થાય છે.લીંબુ પાણીમાં એલચી પાવડર પણ મિક્સ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ