અબ્દૂલની પત્ની અને બાળકો છે એકદમ ગોલુ મોલુ, વાંચો કેટલી સ્ટ્રગલ લાઇફ હતી તેમની

જાણો ‘તારક મેહતા…’ના અબ્દુલની ફર્શથી અર્શ સુધીની સંઘર્ષગાથા

image source

‘તારક મેહતા…’ના અબ્દુલને એક સમયે રોજી રોટી માટે હતા ફાંફા, આજે ધરાવે છે મુંબઈમાં બે-બે રેસ્ટોરન્ટ્સ

દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતી ચાલ્યા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં બધા જ દીવસ સરખા નથી હોતા.

પણ ભગવાન તમને અવારનવાર એવા અવસર તો આપે જ છે જેને તમારે ઝડપી લેવા જોઈએ અને પછી તમને જીવનમાં આગળ વધતાં કોઈ જ નથી રોકી શકતું.

image source

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા અગિયાર વર્ષથી પોતાના ફેન્સને સતત મનોરંજન પુરુ પાડે છે. આ સિરિયલનું એક એક પાત્ર લોકોના માનસપટ પર કંડારાઈ ગયું છે.

જો તમે દયાભાભીનો ઉલ્લેખ કરશો તો તમને દીશાવાકાણીનો પરંપરાગત ભારતીય નારીવાળા ચહેરા સિવાય બીજું કશું નહીં દેખાય તેવી જ રીતે જેઠાલાલની કલ્પના કરશો તો પણ તમને દીલીપ જોષીનો ટીપીકલ શર્ટવાળો લૂક જ તમારા માનસપટ પર તરી આવશે.

image source

તેવું જ એક પાત્ર છે અબ્દુલનું. અબ્દુલ એ તારક મેહતામાં આવતી ગોકુલધામ સોસાયટીની નાકે આવેલા પ્રોવિઝન સ્ટોરનો માલિક છે.

તે સિરિયલમાં ઘરે ઘરે કરિયાણું તેમજ અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવાનું કામ કરે છે. અને સાંજે તેની શોપ પર સોસાયટીના સભ્યો સોડા પીવા અને ગપાટા મારવા પણ ભેગા થાય છે.

અબ્દુલનું મૂળ નામ છે શરદ સાંકલા. તેમની આજની સ્થિતિ તો ઘણી સદ્ધર છે પણ આ સ્થિતિ પર પહોંચતાં તેમણે કોણ જાણે કંઈ કેટલાએ અડચણરૂપિ પહાડો પાર કરવા પડ્યા હશે.

image source

તેમનું જીવન ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં અબ્દુલ એટલે કે શરદે 35 કરતાં પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે આ ઉપરાંત અગણિત શોઝ કર્યા છે અને અઢળક કામ કરીને તેમણે પાઈપાઈ એકઠી કરીને બે રેસ્ટોરન્ટ ઉભા કર્યા છે.

મનોરંજન જગતની કમાણી એ એક અસ્થિર કમાણી છે તે થાય છે ત્યારે પુષ્કળ થાય છે અને નથી નથી થતી ત્યારે વર્ષો સુધી તમારી પાસે એક રૂપિયો પણ નથી આવતો અને માટે જ આ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓએ આવકના બીજા સ્રોત વિષે પણ વિચારવું પડે છે અને તે પ્રમાણે યોગ્ય રોકાણ પણ કરવું પડે છે. શરદે પણ બિલકુલ તેમ જ કર્યું છે.

કેરિયરની શરૂઆત રહી સંઘર્ષથી ભરપૂર

image source

જો તમને 1990માં આવેલી અનુપમ ખેરની ફિલ્મ વંશ યાદ હોય તો તેમાં પ્રથમવાર અબ્દુલે કામ કર્યું હતું. તેમાં શરદે ચાર્લી ચેપ્લિનનો રોલ કર્યો હતો.

આ ફિલ્મમાં શરદે ચાર્લી ચેપ્લિનની નકલ જ કરવાની હતી જેના તેને દિવસ પ્રમાણે રોજના 50 રૂપિયા જ મળતા હતા. ત્યાર બાદ શરદે ઘણી બધી સફળ ફિલ્મોમાં નાના-નાના રોલ કર્યા.

તેણે અક્ષય કૂમારની થ્રીલર-કોમેડી-ડ્રામાથી ભરપૂર ફિલ્મ ખીલાડીમાં કામ કર્યું તો શાહરુખ ખાનની બાજીગર તેમજ બાદશાહમાં પણ કામ કર્યું.

image source

પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે તેની પાસે કામ આવવાનું સદંતર બંધ થઈ ગયું અને તેણે સતત બેકારીનો સામનો કરવો પડ્યો. અને કામ મેળવવા માટે નિર્માતાઓ સમક્ષ રીતસરની યાચના કરવી પડી.

નિર્માતાઓ પાસે કામ માટે યાચનાઓ કરવી પડી હતી

અબ્દુલ એટલે કે શરદે એક વાર્તાલાપમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું, ‘હું સતત આંઠ વર્ષ સુધી બેરોજગાર રહ્યો હતો અન તે દરમિયાન મારે પ્રોડ્યુસર્સ પાસે કામની યાચના કરવી પડી હતી.

image source

પણ કોઈ પણ ભોગે મારે ટકી રહેવાનું હતું, મેં મદદનીશ, કોરિયોગ્રાફરના આસિસ્ટન્ટ, કાસ્ટિંગ ડીરેક્ટરના આસિસ્ટન્ટ વિગેરે તરીકે પણ કામ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ ફરી મને કેટલાક નાના-નાના રોલ પણ મળવા લાગ્યા પણ સોલીડ કહેવાય તેવું કંઈ જ મળ્યું.’

કોલેજમાં સાથે ભણતા હતા અસિત મોદી અને અબ્દુલ

તારક મેહતાકા ઉલ્ટા ચશ્માના નિર્માતા, અસિત મોદી અને અબ્દુલ એટલે કે શરદે કોલેજનું ભણતર સાથે કર્યું હતું. તેઓ એકબીજાને વ્યક્તિગત રીતે જાણતા હતા.

image source

અને છેવટે તે દિવસ આવી ગયો જ્યારે શરદને સ્થિર કામ મળી ગયું. તેમને અબ્દુલના રોલ માટે અસિત મોદીએ ફાઈનલ કર્યા.

શરદ પાસે એમ પણ બીજું કશું જ કામ નહોતું માટે તેમણે હા જ પાડવી પડે તેમ હતી.

શરૂઆતમાં આબ્દુલના પાત્ર માટે શરદે મહિનામાં માત્ર 2-3 દિવસ જ શૂટ કરવું પડતુ પણ ધીમે ધીમે સિરિયલન સાથે સાથે આ કેરેક્ટરની પણ લોકપ્રિયતા વધતાં કામ વધવા લાગ્યું.

image source

અને પાત્ર એટલું તો હીટ થઈ ગયું કે આજે શરદને કોઈ શરદ તરીકે નહીં પણ અબ્દુલ તરીકે જ ઓળખે છે.

પાઈ-પાઈની બચતથી મુંબઈમાં ઉભી કરી બે રેસ્ટોરન્ટ

ઉપર જણાવ્યું તે પ્રમાણે મનોરંજન જગતમાં કારકીર્દીનું કોઈ જ ઠેકાણું નથી ક્યારેક તમને છુટ્ટા કરી દેવામાં આવે તેનો કોઈ જ ભરોસો નથી. માટે માણસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો બીજો સ્રોત તો શોધી જ રાખવો પડે છે.

અને શરદે પણ તેમજ કર્યું અને તેમણે મુંબઈના જુહુ ખાતે ‘પાર્લે પોઇન્ટ’ અને અંધેરી ખાતે ‘ચાર્લી કબાબ’ એમ બે રેસ્ટોરન્ટ શરૂ કરી જે હાલ સારી ચાલી રહી છે.

image source

પરિવારને આર્થિક રીતે સુરક્ષિત જીવન આપવા માગે છે શરદ

તે પોતાની પત્ની તેમજ બાળકોને એક સુખી સુરક્ષીત જીવન આપવા માગે છે. તેઓ નથી ઇચ્છતા કે તેમની જેમ તેમના બાળકો કે પત્નીએ પણ અસ્થિર આવકની અસરને સહન કરવી પડે. તેઓ પોતાના બાળકોને સારું ભણાવવા માગે છે અને તેઓ એક સફળ જીવન જીવે તેવું ઇચ્છે છે.

image source

શરદને બે બાળકો છે એક દીકરી અને એક દીકરો. તેમની પત્નીનું નામ છે પ્રેમિલા સાંકલા. તેણી ઘરે રહીને બાળકોનો ઉછેર કરે છે.

તેમના લગ્નને 25 વર્ષ થઈ ગયા છે અને તેમની મોટી દીકરી કૃતિ18 વર્ષની છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે જ્યારે નાનો દીકરો માનવ 12 વર્ષનો છે જે હાલ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ