શાંતિદાયક – કલ્યાણકારી રૂપ ત્રીજે નોરતે વાંચીએ અને જાણીએ મા ‘ચંદ્ર ઘંટા’નું સ્વરૂપ અને મહાત્મય…

શાંતિદાયક – કલ્યાણકારી રૂપ ત્રીજે નોરતે વાંચીએ અને જાણીએ મા ‘ચંદ્ર ઘંટા’નું સ્વરૂપ અને મહાત્મય

ચંદ્ર ઘંટા – શક્તિ

મા દુર્ગાનાં ત્રીજા રૂપનું નામ છે ચંદ્રઘટા. નવરાતનાં ત્રીજા દીવસનાં ઉપાસનાના દિવસે આ શક્તિનું પૂજન આરાધના થાય છે. “મા-ચંદ્રઘટા”નું રૂપ શાંતિદાયક અને ક્લ્યાણકારી છે. માનાં મસ્તકમાં અર્ધ ચંદ્ર છે તેથી તેમનું નામ ચંદ્રઘટા છે. ચંદ્રઘટા દેવીનાં શરીરનો રંગ સોનાની જેમ ચમકે છે. તેમને દશ હાથ છે. દશ હાથ એટલે દશ ઘણી શક્તિ! તેમનાં દરેક હાથમાં ગદા, ત્રિશૂલ જેવાં વિવિધ હથિયારો ધારાણ કરેલાં છે. તેમનું વાહન સિંહ છે. તેથી તેનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય બને છે.

image source

દેવી ચંદ્રઘટાની મુદ્રા યુધ્ધ માટે તૈયારી કરનારી છે. ઘંટાનાદ સાંભળી ભલભલા દૈત્યો, દાનવો, અસૂરો હંમેશા ભયભીત બની દૂર ભાગે છે. નવદુર્ગા ઉપાસનાનાં ત્રીજા દિવસે સાધના શક્તિ દ્વારા સાધક મન “મણિપુર” ચક્રમાં પ્રવેશ કરે છે. મા ચંદ્રઘટાની કૃપાથી સાધકને અલૈકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. જ્યારે આવું બને ત્યારે સાધક માટે તે ક્ષણો ખૂબજ સાવધાન રહેવાની હોય છે. આવા સાચા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશવાળા પરમાણુંઓ અદ્રશ્ય રીતે ફેલાઈને વાતાવરણને શાંત અને સુગંધયુક્ત બનાવે છે. મા ચંદ્રઘટાનાં ભક્તો- ઉપાસકો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં બીજાં લોકો પણ સુખ-શાંતિનો અનુભવ કરે છે!

image source

દુશ્મનોનો અને દુષ્ટો-અનિષ્ટોનો નાશ કરવાની પ્રેરણાં આપનારી શક્તિ સ્વરૂપા ચંદ્રઘટા માતાનું અંત:કરણથી કરેલું ધ્યાન અને શુધ્ધચિત્તે કરેલી ઉપાસના આલોક અને પરલોક બંન્નેને પરમ કલ્યાણકારી અને કૃપાના અધિકારી બનાવે છે. ચંદ્રઘટા શક્તિનો ધ્યાન મંત્રઃ

પિંડજ પ્રવરારુઢ ચંડ્કોપાસ્ત્ર કૈર્યુતા |

પ્રસાદ તનુ તે મહયં ચંદ્રઘટેતિ વિશ્રુતા ||

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

* આજના ગરબા *

image source

* ચોખલિયાળી ચૂંદડી *

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને

રંગ રઢિયાળી રાતમાં મા ગરબે ઘૂમવા આવો નેસોળે શણગાર સોહે

માડીમાં મન મારું મોહે

અનંતની ઓઢી ઓઢણી મા ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને

રંગ રઢિયાળી રાતમાં મા ગરબે ઘૂમવા આવો ને

ગગનગોખમાં ગરબે ઘૂમે તારલિયું રળિયાત

સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત મા ગરબે ઘૂમવા આવો ને

image source

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને

રંગ રઢિયાળી રાતમાં મા ગરબે ઘૂમવા આવો ને

ચોરે ને ચૌટે માનાં કંકુ વેરાણાં

ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણાં છંટાયા

તાળી કેરા તાલે માડી ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને

રંગ રઢિયાળી રાતમાં મા ગરબે ઘૂમવા આવો ને

* સાચી રે મારી સત રે ભવાની મા *

image source

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા

વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ

માતા સતનું ચમકે છે મોતી

માડી રે મારી શક્તિ ભવાની મા

image source

હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

શક્તિ રે તું તો જગની જનેતા મા

ભોળી ભવાની મા અંબા ભવાની માત

હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ

image source

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જગમાં તેં જ એક માયા રચાવી

દર્શન દેવા તું સામે રે આવી

માડી રે આવો રમવા ભવાની મા

હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

તું કાળી ને કલ્યાણી રે મા

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

image source

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

image source

તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ