૬૦ વર્ષની ઉંમરે હાઈટ ઘટીને થઇ ગઈ ૨ ફૂટ… વાંચો કોણ છે આ મહિલા અને કેમ થઇ રહ્યું છે આવું…

આ માજીની ઉંચાઈ દીવસે દીવસે ઘટતી જાય છે

આપણી જાણમાં ઘણીવાર એવી એવી વાતો આવે છે કે તેને જાણીને આપણી આંખો પહોળી થઈ જતી હોય છે. અને તબીબી જગત તો આપણને અવારનવાર ચકિત કરતું રહે છે. નવા નવા રોગો અને તેના નિતનવા ઉપાયો. લોકોના મોતના મોઢામાંથી બહાર આવતા સમાચાર પણ આપણે સાંભળ્યા છે અને લોકોને નજીવા રોગમાં મૃત્યુ પામતા સમચાર પણ આપણે સાંભળ્યા છે. દીવસે દીવસે જેમ જેમ તબીબી વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ કુદરત પણ જાણે હાર ન માનતી હોય તેમ નવા નવા પડકારો ઉભા કરતી રહે છે. તાજેતરમાં જ ઘણા બધા નવિન રોગો પ્રકાશમાં આવ્યા છે જે દરેક વ્યક્તિને આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં જ તમે કદાચ એક ફોટોગ્રાફ જોયો હશે જેમાં એક બાળકી માથા વગર જન્મી હોય અથવા અત્યંત રુવાંટી વાળી છોકરી કે છોકરો કે જેમનો ચહેરો કોઈ વરુ જેવો હોય. પણ આજે અમે તમને એક એવી સ્ત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે કંઈક વધારે જ વિચિત્ર રોગ ધરાવે છે.આ સ્ત્રીનું નામ શાંતિ દેવી છે તેણી 60 વર્ષની છે અને કાનપુરના ધારુ ગામમાં રહે છે. આજ કાલ તેણી ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. કારણ કે 25 વર્ષથી તેણીની ઉંચાઈ એક ધારી ઘટતી આવી છે. એક અકસ્માત બાદ શાંતિબેનના બધા ઘા તો રુઝાઈ ગયા પણ તેણીની ઉંચાઈ ઘટતી ગઈ અને આજે તેણી માત્ર બે ફૂટની છે જ્યારે વાસ્તવમાં તેણીની ઉંચાઈ 5 ફૂટ હતી. 25 વર્ષ પહેલાં, તેણીના ઘરની છત બનાવાનું કામ ચાલી રહ્યું હતું. બીજા લોકોની જેમ શાંતિ પણ તેમાં મદદ કરી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ શાંતિ દેવીની ઉપર પડ્યો. આ અકસ્માતમાં તેણી ખરાબ રીતે ઘવાઈ. તેણીને તરત જ તેનો પતિ ગંગાચરન કુશ્વાહા અને બીજા કેટલાક લોક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. થોડા દિવસ બાદ તેણીને પાછે ઘરે લાવી દેવામાં આવી.

સારવાર બાદ, શાંતિ દેવી શરીરના હાડકાઓમાં દુઃખાવાની પોતાના દિકરા વિમલ્શને ફરિયાદ કરવા લાગી. તે તેણીને ડોક્ટર પાસે લઈ ગયો અને ડોક્ટરને તેણીની સમસ્યા વિષે ફરિયાદ કરી. ડોક્ટરે તેણીને દવાઓ લખી આપી અને પછી શાંતિ દેવીની ઉંચાઈ દીવસે દીવસે ઘટતી ગઈ. માત્ર ચાર જ મહિનામાં તેણીની ઉંચાઈ અરધો ફુટ ઘટી ગઈ. ત્યાર બાદ ફરી તેણીને બીજા કોઈ ડોક્ટર પાસે લઈ જવામાં આવી પણ તે પણ તેણીની આ સમસ્યા વિષે કંઈ કરી શક્યા નહીં. હાલ શાંતિ દેવીની ઉંચાઈ માત્ર 2 જ ફુટ છે.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શાંતિ દેવી ઓસ્ટીઓપોરોસીસ નામની બિમારીથી પિડિત છે. આ રોગ સ્ત્રીના હોર્મોન્સમાં એસ્ટ્રોજનની કમીના કારણે થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ જાણવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી