શનિવારની પૂજા કરતી સમયે ધ્યાન રાખી લો આ વાતો, મળશે અપાર સમૃદ્ધિ

શનિવારના દિવસે શનિદેવની પૂજાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કહેવાય છે કે જેની કુંડળીમાં તેમની સ્તિતિ સારી ન હોય તેઓએ આ દિવસે તેમની આરાધના કરવી. આમ કરવાથી શુભફળ મળે છે. તેમની પૂજા અર્ચના કરવામાં પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો લાભ થાય છે. કહેવાય છે કે શનિદેવ ખૂબ જ ઝડપથી ક્રોધિત થાય છે. એવામાં તમારાથી પૂજામાં કોઈ ભૂલ થઈ જશે તો તમે પૂજાનું શુભ ફળ મેળવવાના બદલે ઉપરથી ભગવાનના પ્રકોપનો ભોગ બની જાઓ છો. તો જાણો શનિદેવની પૂજામાં ધ્યાનમાં રાખવાની કેટલીક ખાસ વાતોને .

image source

પૂજા સમયે શનિદેવની આંખોમાં ન જુઓ

શનિદેવની પૂજા કરતી સમયે ક્યારેય પણ તેમની સામે ઊભા રહેવું નહીં. આ સિવાય ભૂલથી પણ તેમની આંખમાં આંખ નાંખીને જોવું નહીં. તેનાથી તેમની વક્ર દૃષ્ટિનો પ્રભાવ તમારા પર પડી શકે છે. તેનાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. લોકો અનેક ધૂપ કે દીપ શનિદેવની સામે પ્રગટાવે છે. આ દીપ હંમેશા મંદિરની શિખા પર પ્રગટાવવો જોઈએ.

શનિદેવની પૂજા કરતી સમયે રાખો દિશાનું ધ્યાન

image source

દરેક દેવી દેવતાની પૂજા કરવા માટે પૂર્વ દિશાની તરફ મુખ રાખવાથી તે શુભ પૂજા માનવામાં આવે છે. શનિદેવની પૂજા પશ્ચિમ દિશાની તરફ મુખ રાખીને કરવી. શનિદેવને પશ્ચિમ દિશાનો સ્વામી માનવામાં આવ્યા છે. આ કારણે આ દિશામાં પૂજા કરવી નહીં.

સૂર્યોદયથી પહેલા અને સૂર્યાસ્ત બાદ જ કરો પૂજા

જ્યારે પણ શનિદેવની પૂજા કરો ત્યારે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ કરવી. આ રીતે શનિદેવની પૂજામાં તાંબાના પાત્રનો પ્રયોગ ન કરવો કેમકે તાંબાને સૂર્યની ધાતુ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી શનિદેવ નારાજ થાય છે. શનિદેવની પૂજામાં લોઢાની ધાતુના વાસણનો પ્રયોગ કરવાનું શુભ માનવામાં આવે છે.

image source

સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો

શનિદેવની પૂજામાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું. જો તમે આવું કરો છો તો શનિદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ શનિદેવની પૂજા કરતી સમયે હંમેશા ભૂરા કે કાળા રંગના વસ્ત્રો ધારણ કરવા.

image source

ઉલ્લેખનીય છે કે શનિદેવ સારા કાર્ય કરનારા પર પોતાની કૃપા બનાવી રાખે છે અને અનૈતિક કામ કરનારાને દંડ આપે છે. આ માટે તેને ન્યાયાધીશ ન્યાયનો દેવતા કહેવાય છે. શનિદેવના માટે માન્યતા છે કે તેમની શુભ દૃષ્ટિથી રંક પણ પળવારમાં રાજા બની જાય છે અને વક્ર દૃષ્ટિથી રાજા પણ પળવારમાં રંક બને છે.

આ કારણ છે કો લોકો શનિદેવને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો કરે છે. શનિદેવની પૂજા કરતી સમયે કેટલીક વાતોને ધ્યાનમાં ન રખાય તો શનિદેવની કૃપાના સ્થાને તેમની તમારા પર વક્ર દૃષ્ટિ થાય છે અને તમે મુસીબતન ભોગ બનો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ