આ વસ્તુ ખાવાથી દૂર થાય છે શનિદોષ, જાણો આ વિશે વધુમાં

કાળુ મીઠું અને કાળા મરચાનું સેવન કરવાથી દુર થાય છે જાતકોની કુંડળીના શનિદોષ.

શનિદોષથી માનવ જીવન પર ખુબ જ પ્રભાવિત અસર કરે છે. જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિનું હસતું રમતું ઘર પણ બરબાદ થઈ જાય છે અને જો શનિદેવ કોઈ વ્યક્તિના જાતક પર પ્રસન્ન થઈ જાય છે તો તે વ્યક્તિ કંગાળ હોય છે તો પણ તે વ્યક્તિ માલામાલ થઈ જાય છે. આમ તો આપણા હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

image source

શનિદેવને પ્રસન્ન કરવા માટે અપનાવો આ ખાસ ઉપાયો:

-જો આપની કુંડળીમાં શનિદોષ છે તો આપે નિયમિત રીતે નાસ્તો કરતા પહેલા કાળુ મરચું અને પતાશાનું સેવન કરી લેવું જોઈએ.

image source

-ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે, ભોજનમાં મીઠું અને મરચું ઓછું પડી જાય છે. જો આવું થઈ જાય છે તો ભોજનમાં ઉપરથી સફેદ મીઠાને નાખવાને બદલે કાળુ મીઠું અને લાલ મરચાને બદલે કાળુ મરચું ભેળવવું જોઈએ.

-જો આપને શનિદોષ છે તો આપે રોજ ભોજન કરી લીધા પછી એક લવિંગનું સેવન જરૂરથી કરવું જોઈએ.

-આપે દર શનિવારના દિવસે સુતા પહેલા પોતાના શરીર પર અને નખ પર સરસોનું તેલ લગાવવું જોઈએ.

image source

-જો આપની કુંડળીમાં શનિદોષ છે તો આપે શનિવારના દિવસે શનિદેવને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવો જોઈએ અને આ પ્રસાદ આપ જેટલા વધારે ભક્તોને વેહેચી શકો તેટલા વધારે ભક્તોને વહેચવો જોઈએ.

-જો આપ આપની કુંડળીમાં રહેલ શનિદોષને દુર કરવા ઈચ્છતા હોવ તો આપે શનિવારના દિવસે અડદની દાળના ભજીયા કે પછી ઈમરતીનું દાન કરવાથી પણ આપની કુંડળીમાં રહેલ શનિદોષ દુર થઈ જાય છે.

image source

-શનિવારના દિવસે આવતી અમાસના દિવસે શુભ મુહુર્તમાં સુંદરકાંડ કે પછી હનુમાન ચાલીસાનું ૨૧ વાર પઠન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

-કુંડળીમાં રહેલ શનિદોષને દુર કરવા માટે શનિદેવને પ્રસન્ન કરવા જરૂરી છે જેના માટે આપે કાળી ગાયના માથા પર રોલી લગાવીને શીંગડામાં કલાવા બાંધીને ધૂપ- દીપથી આરતી કરીને ત્યાર બાદ કાળી ગાયની પરિક્રમા કરીને ગાયને બુંદીના ચાર લાડવા ખવડાવી દેવા જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ દુર થઈ જાય છે.

-શનિદેવના નામ:

image source

શનિદેવના ૧૦ નામ છે.: કોણસ્થ, પિંગળ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરી, શનૈશ્ચર, મંદ અને પિપ્પલાદ. શનિદેવનું પૂજન કરતા સમયે શનિદેવના આ ૧૦ નામોનું સ્મરણ કરવું જોઈએ.

-કાળો દોરો:કાળા દોરામાં બિચ્છુ ઘાસના મૂળને અભિમંત્રિત કરાવી ધારણ કરવાથી પણ શનિગ્રહને સંબંધિત તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

image source

-ભૈરવજીની ઉપાસના કરવી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીવો પ્રગટાવીને શનિદોષ માંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ