શનિદેવ પોતાની પત્ની સાથે આ જગ્યા પર આપે છે દર્શન, માત્ર બે હાથ જોડવાથી દરેક ઇચ્છાઓ થઇ જાય પૂરી

શનિદેવના ક્રોધના કારણે બધા જ વ્યક્તિઓને શનિદેવથી ખુબ જ ભયભીત રહે છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવના ન્યાયનો આધાર વ્યક્તિના કાર્યો પર નિર્ભર રહે છે. જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ શનિદેવને એક ક્રૂર ગ્રહ તરીકે જાણવામાં આવે છે. એક વ્યક્તિ પોતાના જીવનમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના કાર્યો કરે છે અને શનિદેવ તે વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે.

image source

કેટલીક વ્યક્તિઓ શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે શનિદેવની પૂજા- અર્ચના કરે છે. શનિદેવના મંદિર આખા દેશમાં ઘણા બધા સ્થાનો પર આવેલ છે. પરંતુ મોટાભાગના શનિદેવના મંદિરોમાં શનિદેવ એકલા જ જોવા મળે છે. પરંતુ આજે અમે આપને શનિદેવના એક એવા મંદિર વિષે જણાવીશું જ્યાં ફક્ત શનિદેવ જ નહી, પણ શનિદેવની સાથે તેમના પત્ની નીલદેવી પણ વિરાજમાન છે. આજે અમે આપને આ લેખની મદદથી શનિદેવના પોતાની પત્ની સાથે વિરાજમાન છે એ પવિત્ર મંદિર વિષે જણાવીશું.

image source

આજે અમે જે આપને શનિદેવના જે મંદિર વિષે જણાવી રહ્યા છીએ તે મંદિર છત્તીસગઢના કવર્ધા જીલ્લામાં આવેલ છે. શનિદેવના આ મંદિર સુધી પહોચવાનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ માનવામાં આવે છે. તેમ છતાં પણ શનિદેવના આ મંદિર સુધી ભક્તોનું ઘોડાપુર ઉમટી આવે છે.

image source

ન્યાયના દેવતા માનવામાં આવતા શનિદેવનું આ મંદિર છત્તીસગઢ રાજ્યના કવર્ધા જીલ્લાના કારીમા ગામમાં આવેલ છે. છત્તીસગઢના કવર્ધા જીલ્લાના કારીમા ગામમાં આવેલ શનિદેવના આ મંદિર વિષે એવી માન્યતા પણ છે કે, દ્વાપર યુગમાં પાંડવો દ્વારા અહિયાં શનિદેવની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

image source

કારીમા ગામના લોકોનું કહેવું છે કે, આ મંદિરમાં સ્થાપિત શનિદેવની મૂર્તિ પાંડવો દ્વારા તેમના અજ્ઞાત વાસ દરમિયાન બનાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી પાંડવોએ અહિયાં ભગવાન શનિદેવની મૂર્તિ બનાવીને સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરની મૂર્તિ પર વારંવાર તેલ અર્પણ થવાના કારણે આ મૂર્તિ પર લાંબા સમય સુધી સાફ સફાઈ ના થવાના કારણે આ મંદિરની મૂર્તિ પર ખુબ જ ધૂળના થર જામી જાય છે. જયારે આ મૂર્તિ પરથી માટીના થર દુર કરવામાં આવ્યા ત્યારે શનિદેવની સાથે તેમના પત્નીની મૂર્તિ પણ સાથે જ મળી આવી હતી.

image source

આખા ભારત દેશમાં આવેલ બધા જ શનિદેવના મંદિરમાં ફક્ત શનિદેવની પ્રતિમા જોવા મળે છે જયારે છત્તીસગઢ રાજ્યના કવર્ધા જીલ્લાના કારીમા ગામમાં આવેલ શનિદેવના મંદિરમાં શનિદેવની સાથે જ તેમના પત્નીની પ્રતિમા પણ જોવા મળી રહી છે.

કારીમા ગામના આ શનિદેવ મંદિર સુધી પહોચવાનો માર્ગ ખુબ જ કઠીન હોવા છતાં પણ આખા વર્ષ દરમિયાન અહિયાં ભક્તોની ભીડ રહ્યા કરે છે. અહિયાં આવીને શનિદેવના ભક્તો શનિદેવની સાથે તેમના પત્નીની પણ પૂજા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

જો આપ પણ શનિદેવના આ મંદિરની યાત્રા કરવા ઈચ્છો છો તો આપે સૌપ્રથમ છત્તીસગઢના કાવર્ધા જીલ્લાના મુખ્ય મથકથી ભોરમદેવ રોડ મારફતે જવાનું રહેશે. ત્યાર પછી અંદાજીત ૧૫ કિલોમીટર જેટલું અંતર કાપી લીધા પછી છપરી નામનું એક ગામ આવશે. છપરી ગામથી આગળ ૫૦૦ મીટર જેટલું અંતર કાપ્યા પછી પ્રાચીન માડવા મેલે નામનું સ્થાન આવશે. આ સ્થાનથી જંગલ શરુ થાય છે.

image source

આપ જયારે જંગલના રસ્તે આગળ વધશો તો ત્યાં આપને જંગલની વચ્ચોવચ્ચ એક પથરાળ માર્ગ આવશે. આ જંગલનો પથરાળ માર્ગ અને અન્ય મુસીબતોનો સામનો કર્યા પછી હવે આપ કારીમા ગામ પહોચી શકો છો. કારીમા ગામ પહોચ્યા પછી આપે અંદાજીત ચાર કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહેશે.

image source

ત્યાર પછી આપ શનિદેવના મંદિર સુધી પહોચી જશો. કારીમા ગામમાં આ મંદિર જંગલની વચ્ચે આવેલ છે. અહિયાં શનિદેવ પોતાની પત્ની સાથે વિરાજમાન છે અને ભક્તો ભગવાન શનિદેવ અને તેમના પત્નીના એકસાથે દર્શન કરે છે આશીર્વાદ મેળવે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ