શનિદેવ ફકત કષ્ટ આપનાર છે એવું નથી, આ કાર્યો કરશો તો બની જશે તમારા બેસ્ટ ફ્રેન્ડ…

શનિદેવ જ્યારે કોઈની કુંડળીમાં આ ખાસ યોગ સાથે આવે છે ત્યારે કષ્ટ દાયક નહીં પરંતુ આપે છે અપાર ખુશહાલી અને સુખ… શનિદેવ ફકત કષ્ટ આપનાર છે એવું નથી, આ કાર્યો કરશો તો બની જશે તમારા બેસ્ટ ફ્રેન્ડ…

સમસ્ત દેવગણમાં શનિદેવને ન્યાયાધીશનો દરજ્જો મળેલો છે. શનિદેવ લોકોને તેમના કાર્યો અને કર્મો અનુસાર ફળ આપે છે. જ્યારે પણ શનિની દશા કોઈની કુંડળીમાં બેસે છે, ત્યારે વ્યક્તિને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ શનિદેવ હંમેશા કોઈની મુશ્કેલીનું કારણ બનતા નથી, કેટલાક પ્રસંગો એવા પણ બનતા હોય છે જ્યારે શનિદેવ લોકોના જીવનમાં પણ ખુશહાલી અને સુખ – સંપત્તિ લાવે છે. શાસ્ત્રો અનુસાર શનિ કોઈની કુંડળીમાં સારા પરિણામ પણ આપે છે, આ બાબતનો આધાર તેમની અસવારી પર પણ આધારીત છે. શાસ્ત્રો પ્રમાણે શનિદેવ કુલ નવ વાહનો પર સવાર થયા છે. તમારી કુંડળીમાં શનિદેવ કયા વાહન પર બેસીને આવ્યા છે તેની ઉપર પણ આધાર રાખે છે.

શનિદેવ હાથી ઉપર રાશિમાં પ્રવેશે ત્યારે…

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે પણ શનિ કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ૯ વાહનોમાંથી કોઈ એક પર સવાર થઈને પધારે છે. પછી વ્યક્તિને તે પ્રમાણે ફળ મળે છે. જ્યારે કોઈની કુંડળીમાં શનિ હાથી પર સવાર થઈને આવે છે ત્યારે તે અશુભ માનવામાં આવે છે. આને કારણે વ્યક્તિને સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હંસ ઉપર સવાર શનિદેવ…

જ્યારે કોઈની કુંડળીમાં શનિ મહારાજ હંસની ઉપર સવારી કરે છે ત્યારે તે વ્યક્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી વ્યક્તિના જીવનમાં ખૂબ ખુશહાલી આવે છે. શનિદેવની કૃપાથી આવા લોકોને ઘણી સંપત્તિ અને સન્માન પણ મળે છે.

શનિદેવ ગદર્ભની સવારી કરે છે…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સવારી ગદર્ભ એટલે કે ગધેડો પણ છે. જાણકાર પંડિતોના મંતવ્ય અનુસાર, જ્યારે પણ શનિદેવ કોઈની કુંડળીમાં ગધેડા પર સવાર થાય છે, ત્યારે તે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, જેનાથી વ્યક્તિના જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

મોરની સવારી…

જ્યારે શનિદેવ કોઈની કુંડળીમાં મોર પર સવાર થઈને આવે છે, ત્યારે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આનાથી જે તે વ્યક્તિનું ભાગ્ય બદલાય છે અને તેની કિસ્મત ચમકી જાય છે.

કાગડાની સવારી…

શનિદેવ કાગડાની સવારી પણ કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો કોઈની કુંડળીમાં શનિ કાગડા પર સવાર થઈને આવે છે, તો તે અતિશય અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિ વ્યક્તિને બીમાર અને અસ્વસ્થ બનાવે છે. આ સિવાય ઘરના સભ્યો વચ્ચે ઝઘડો પણ વધે છે. માનસિક સંતાપની સ્થિતિ સર્જાય છે.

શનિદેવની ઘોડાની સવારી છે અતિ શુભ…

એવું માનવામાં આવે છે કે જ્યારે શનિદેવ જે કોઈ વ્યક્તિની કુંડળીમાં ઘોડા પર સવાર થઈને આવે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં ખૂબ ખુશી લાવે છે. આને કારણે વ્યક્તિને ઘણો મોટો ફાયદો થતો પણ જણાતો હોય છે. ઘોડો એ ગતિ, શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે આથી ઘોડાના પાયે આવનાર શનિ દશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શનિદેવ કરે છે ભેંસની સવારી…

શનિદેવ ભેંસ ઉપર આવે ત્યારે કેવી સ્થિતિ થાય છે, વ્યક્તિની એ કહેવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. જ્યારે શનિ એક ભેંસ પર સવાર થાય છે અને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે વ્યક્તિને મિશ્ર પરિણામો મળે છે. ન તો બહુ કષ્ટદાયક એ સમય રહે છે કે ન તો બહુ ખુશહાલી મળે છે. ઓછેવત્તે એ તબક્કો વ્યક્તિનો શાંતિથી અને સામાન્યરીતે પસાર થઈ જતો હોય છે.

શનિ દેવ રાશિમાં સિંહની સવારી સાથે પ્રવેશે છે ત્યારે…

જ્યોતિષ શાસ્ત મુજબ કહેવાય છે કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતી વખતે જ્યારે શનિદેવ સિંહ પર સવાર થઈને આવે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેતો નથી. તેમનું જીવન ખુશહાલીથી છલોછલ ભરાઈ જાય છે. શનિદેવ માત્ર કષ્ટ જ આપે છે એવું નથી તે આ બાબત ઉપરથી જરૂર માની શકાય છે.

કર્મ અને કાર્યોથી કરે છે ન્યાય…

શનિદેવને હિન્દુ ધર્મમાં ન્યાયના દેવતા માનવામાં આવે છે. ઘણા લોકો તેમને કઠોર માને છે કારણ કે તેમનો પ્રકોપ પડે તો સૌથી ધનિકને ખૂબ ગરીબ પણ બનાવી દેવાની તેઓ શક્તિ ધરાવે છે. પરંતુ આ સાચું નથી. ખરેખર શનિદેવ ન્યાયના ભગવાન છે અને તેમનો ન્યાય એકદમ નિષ્પક્ષ ન્યાય રહેતો હોય છે. તેમના ન્યાયમાં સજા હોય તો પણ તે યોગ્યતા અનુસાર જોવા મળે છે. લોકો તેમનાથી ડરતા હોય છે, પરંતુ ડરવાની જરૂર નથી, આપણે ધારીએ તો શનિ મહારાજ આપણાં પરમ મિત્ર પણ બની શકે છે. તેથી આપણાં કર્મો અને કાર્યોને જેમ બને એમ સારા અને શુભ કરશું તો હંમેશાં આપણાં ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ