આજે જ કરો શનિની સાડાસાતીથી બચવા આ ઉપાય, થશે અનેક લાભ

24 તારીખે શનિ બદશે ચાલ, સાડાસાતી અને ઢૈય્યાના જાણો ફાયદા

image source

શનિ 24 જાન્યુઆરીએ ધન રાશિમાંથી સ્વરાશિ મકરમાં ગોચર કરશે. તેની સાથે જ કુંભ રાશિ પર શનિની સાડાસાતી શુર થઈ જશે. તેનો પ્રભાવ કુંભ રાશિના જાતકો પર સાડા સાત વર્ષ સુધી રહેશે.

શનિ જ્યારે પણ છ માસના અંતરાલથી કોઈપણ રાશિમાં ગોચર કરે છે તો તેની આગળની રાશિ પર સાડાસાતી શરુ થાય છે. તો આજે તમને જણાવીએ કે શનિની સાડાસાતી અને ઢૈય્યા શું છે અને તે કેવી રીતે લાભ કરી શકે છે.

image source

શનિ દેવને ન્યાય અને કર્મના દેવ માનવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિ સાથે તેના કર્મ અનુસાર ન્યાય કરે છે. શનિ દેવની સાડાસાતી પણ જાતકને લાભ અને નુકસાન બંને કરે છે. આ વાતને હવે સમજીએ વિગતવાર.

શું છે સાડાસાતી ?

image source

શનિ દરેક રાશિ પર ભ્રમણ દરમિયાન એક વિશેષ પ્રભાવ પાડે છે. જ્યારે આ પ્રભાવ કોઈ રાશિ ઉપર શનિની વિશેષ સ્થિતિના કારણે પડે છે તો તેને સાડાસાતી કહેવાય છે.

જ્યારે શનિ કોઈ રાશિના બારમાં ઘરમાં જાય છે તો તેની આગળની રાશિ પર સાડાસાતી શરુ થાય છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે અને એક સાથે ત્રણવાર કોઈ રાશિને પ્રભાવિત કરે છે. એટલે કે અઢી અઢી વર્ષના ત્રણ ચરણ સાડા સાત વર્ષ સુધી ચાલે છે. તેને સાડાસાતી કહેવાય છે.

શું છે ઢૈય્યા ?

image source

રાશિઓ પર ભ્રમણ દરમિયાન જ્યારે શનિ કોઈ રાશિના ચતુર્થ ભાવ કે અષ્ટમ ભાવમાં આવે છે તો તેને ઢૈય્યા કહેવાય છે. તે શનિના રાશિ ભ્રમણ દરમિયાન અઢી વર્ષ સુધી ચાલે છે. એટલે કે તેની અસર જાતક પર અઢી વર્ષ સુધી રહે છે.

સાડાસાતીનો પ્રભાવ ?

image source

લોકોનું માનવું છે કે શનિની સાડાસાતી હંમેશા કષ્ટદાયી રહે છે. પરંતુ આવું જરૂરી નથી. સૌથી પહેલા એ જોવું જરૂરી છે કે જાતકની વ્યક્તિગત દશા શું છે. ત્યારબાદ કુંડળીમાં શનિનિ સ્થિતિ જોવી જરૂરી હોય છે. ત્યારે જઈ સમજી શકાય છે કે સાડાસાતી જાતકને સારું ફળ આપશે કે ખરાબ ફળ.

સાડાસાતી અને ઢૈય્યામાં કેવા લાભ થાય છે ?

image source

સાડાસાતીમાં વ્યક્તિને સારા અને ખરાબની ઓળખ થાય છે. વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો પૂર્ણ પ્રયોગ કરે છે. વ્યક્તિ સફળતાની ઊંચાઈ સુધી પહોંચે છે. અટકેલા કામ અને નબળી કારર્કિદીમાં પણ સફળતા મળવા લાગે છે.

વ્યક્તિને આકસ્મિક રીતે ધન પ્રાપ્ત થાય છે અને સમાજમાં માન વધે છે. વ્યક્તિને વિદેશથી પણ લાભ થાય છે અને વિદેશ યાત્રાના યોગ સર્જાય છે.

સાડાસાતીના અશુભ પ્રભાવથી બચવા શું કરવું ?

image source

– શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો.

– નિયમિત રીતે સંધ્યા સમયે ॐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરવો.

– કષ્ટ વધારે હોય તો શનિવારએ છાયા દાન કરવું.

image source

– ભોજનમાં સરસવના તેલ, કાળા ચણા અને ગોળનો ઉપયોગ કરવો.

– આચરણ અને વ્યવહાર સારો રાખવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ