નવા વર્ષમાં શનિની સાડાસાતી ક્યારે થશે, જાણો સંકેત અને ઉપાય પણ

શનિદેવને કર્મ ફળ દાતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિ દેવ દરેકના સારા અને ખરાબ કામનો હિસાબ રાખે છે અને તેના આધારે ફળ આપે છે. જ્યોતિષના અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોવાના કારણે વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ રીતે શનિની સાડાસાતી કે શનિની ઢૈય્યાની અસર વ્યક્તિના જીવન પર ખરાબ પ્રભાવ પાડે છે. જ્યોતિષના અનુસાર વર્ષ 2021માં શનિદેવ મકર રાશિમાં રહેશે અને 23 મે 2021ના મકર રાશિમાં વક્રી થઈને 11 ઓક્ટોબરે માર્ગી થશે.

image source

શનિની ચાલ બદલાવવાથી ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર અશુભ પ્રભાવ રહેષએ જ્યારે મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યાની અસર જોવા મળશે. જ્યોતિષ અનુસાર શનિ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિ ગ્રહના શુભ અશુભ પ્રભાવના લક્ષણ કે સંકેત જાતકને મળે છે. કહેવાય છે કે શનિના અશુભ હોવાના સૌથી પહેલો સંકેત ઊંઘ આવવાનો છે.

શનિના કુંડળીમાં ખરાબ હોવાના લક્ષણ

image soucre

આવુ હોય તો જે તે રાશિના જાતકોને વારે ઘડીએ લોખંડની સાથે અથડાવવાના સંયોગ બને છે. કોઈ ગરીબ વ્યક્તિથી વિવાદ, પ્રોપર્ટીને લઈને વિવાદ, અનૈતિક સંબંધોમાં ફસાઈ જવું, કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ જવું, પ્રમોશનમાં બાધાઓ આવવી, અચાનક ઉધારીમાં ડૂબી જવું, નુકસાન કે ખરાબ આદતોની લત લાગવી. શનિ ગ્રહના કુંડળીમાં ખરાબ હોવાના લક્ષણો કહેવાય છે. આવું કુંડળીના ગ્રહોના કારણે થતું હોય છે.

શનિને શાંત કરવાના ઉપાય

image source

જ્યોતિષના અનુસાર શનિને શાંત કરવા માટે વ્યક્તિએ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી. શનિ સ્ત્રોતનો પાઠ કરવો. આ સાથે કાળી ચીજોનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ શાંત પણ થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ, ગરીબોની મદદ અને અનૈતિક કાર્યોથી થોડું અંતર રાખવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.

image source

મંત્ર
ॐ शन्नो देविर्भिष्ठयः आपो भवन्तु पीतये। सय्योंरभीस्रवन्तुनः।।

શનિ મંત્ર

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।

सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!