શનિ જ્યંતિ પર શનિના પ્રકોપથી બચવા અને તેમની કૃપા મેળવવા કરો આટલુ કામ

આવતી શનિ જયંતિ પર શનિ દેવના પ્રકોપથી બચવા માટે અને તેમની કૃપા મેળવવા માટે આટલું કરો અને આટલું ન કરો.

આવનારા જેઠ મહિનામાં શનિ જયંતિ આવી રહી છે. શનિ જયંતિ જેઠ મહિનાની અમાસ અને કૃતિકા નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પણ કરવામાં આવે છે. જે સ્ત્રીઓ અખંડ સૌભાક્ય પ્રાપ્ત કરવા માગતી હોય છે તેઓ આ વ્રત કરતી હોય છે, શનિ જયંતી પર તેલનું દાન કરવાનું પણ એક મહત્ત્વ છે.

image source

હિન્દુ પંચાંગ પ્રમાણે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે તે 22મી મેના રોજ આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે. શનિના દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ખાસ પૂજા તેમજ પ્રાર્થના કરવામાં આવે છે. 11મી મેના રોજ શનિ વક્રી થઈ ગયા છે. જે જાતકો શનિની સાડા સાતી તેમજ શનિની ઢૈયાથી પિડિત છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. તેવામાં શનિ જયંતિ પર તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે.

આ દિવસે શનિ દેવને જો તમે નારાજ ન થવા દેવા માગતા હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

image source

શનિ જયંતીના દીવસે તમારે માસાહાર કે પછી મદ્યપાન બીલકુલ ન કરવા જોઈએ. તેમજ જ્યારે પણ તમે શનિદેવની પૂજા કરવા બેસો ત્યારે તમારે તેમની આંખોમાં બીલકુલ ન જોવું જોઈએ. કહેવાય છે કે શનિદેવની જેમના પર દ્રષ્ટિ પડી જાય છે તેની મુશ્કેલીઓનો કોઈ જ પાર નથી રહેતો. શનિ દેવની પૂજામાં લાલ રંગનો બીલકુલ ઉપોયગ ન કરવો જોઈએ. કારણ કે લાલ રંગ શુભનું પ્રતિક માનવામાં આવે છે એટલે કે તેને મંગળ માનવામાં આવે છે અને મંગળ સાથે શનિને દુશ્મની છે તે આપણે બધા જાણીએ છીએ.

image source

આ સિવાય તમારે શનિ જયંતી પર નખ પણ ન કાપવા જોઈએ. આ દિવસે તુલસી, દુર્વા, બિલ્વ પત્ર, પીપળાના પાનને તોડવા જોઈએ નહીં. આ દિવસે જો તમે શનિ દેવને નારાજ કરવા ન માગતા હોવ તો તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમજ આ દિવસે તમારે કાચની વસ્તુઓ ભુલથી પણ ન ખરીદવી જોઈએ. અને જો કોઈ ગરીબ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા જોઈએ.

આ દિવસે શનિને પ્રસન્ન કરવા આટલું ચોક્કસ કરો

image source

શનિ જયંતિ જેઠ મહિનાના કૃતિકા નક્ષત્રમાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ વટ સાવિત્રનું વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. આ દિવસે જાતકોએ શનિ દેવને પ્રસન્ન કરવા માટે તેલનું દાન કરવું જોઈએ તેનાથી ખૂબ લાભ થાય છે, આ ઉપરાંત સિંદૂર, કંકુ, મેષ, અબીલ, ગુલાલ વિગેરેની સાથે સાથે ભૂરા અથવા કાળા ફૂલ શનિદેવને ચડાવવા જોઈએ.

image source

શ્રીફળની સાથે સાથે અન્ય ફળો પણ શનિદેવને અર્પિત કરી શકાય છે. તેમજ આ દિવસે શનિદેવને રિઝવવા માટે શનિ મંત્રોનો જાપ પણ કરવો. શનિ ચાલીસા પણ વાંચવા. તેમજ એક તોડ્યા વગરનું શ્રીફળ જેને તમે અખંડ શ્રીફળ કહો છો તેને પણ નદીમાં વહેતુ મુકવું જોઈએ. તમને જણાવી દઈએ કે શનિ દેવ હનુમાનજીની પુજાથી પણ પ્રસન્ન થાય છે. માટે આ દિવસે તમારે હનુમાનજીની પુજા પણ કરવી જોઈએ.

image source

આ સિવાય આ દિવસે તમારે ગરીબ લોકોને પણ કેટલુંક દાન કરવું જોઈએ. દાનમાં તમે કાળા તલ, કાળી અડદની દાળ, લોખંડ, કાળા વસ્ત્રો, કાળા ધાબળા, કાળી છતરી, ચામડાના પગરખા, તેમજ અન્ય કાળી વસ્તુઓનું દાન કરી શકો છો. અને જો આ દિવસે તમે શનિદેવના નામનો ઉપવાસ કરો તો તમને ઉત્તમ પરિણામ મળે છે.

Source : Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ