જલ્સા કરોને જેંતીલાલ

તમારી સાથે બનતા આ 10 સંકેતો પરથી જાણી લો તમારા પર શનિ દેવ પ્રસન્ન છે કે નહિં

તમારી સાથે બનતી આ 10 ઘટના છે સંકેત કે શનિ દેવ પ્રસન્ન છે તમારા પર

image source

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શનિ દેવ ન્યાયના દેવતા છે અને તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેથી જ દરેક જાતક માટે જરૂરી છે કે તેના પર શનિ દેવ પ્રસન્ન રહે.

શનિ દેવની પ્રસન્નતા ઉપરાંત કુંડળીમાં શનિની સ્થિતિ દર્શાવે છે કે શનિ જાતકને કેવી ફળ આપશે. આ ઉપરાંત જાતકના કર્મ અને તેનું જીવન જણાવે છે કે શનિ દેવ તેના પર પ્રસન્ન છે કે નહીં.

image source

તો ચાલો આજે તમને જણાવીએ એવા દસ સંકેત વિશે જે જણાવે છે શનિ દેવ જાતકો પર પ્રસન્ન છે કે નહીં.

1. શનિ દેવ જો પ્રસન્ન હોય તો જાતકને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેના જીવનમાં કોઈ બાધા કે કષ્ટ આવતા નથી. તેના દરેક કાર્ય સરળતાથી પાર પડે છે. તેના જીવનમાં સ્થાયિત્વ આવે છે. મિલકતની બાબતમાં લાભ થાય છે. દુર્ઘટનાથી પણ જાતક બચી જાય છે.

image source

2. શનિ દેવ જાતક પર પ્રસન્ન હોય તો તેના વાળ અને નખ મજબૂત રહે છે. સમય પહેલા તેની આંખ નબળી પડતી નથી.

3. જે વ્યક્તિ ન્યાયપ્રીય હોય છે તેના પર શનિ દેવની કૃપા હંમેશા રહે છે. જો શનિ દેવની કૃપા ન હોય તો વ્યક્તિને ચિંતા અને ગભરામણ થાય છે. જો શનિ દેવ પ્રસન્ન હોય તો જાતકને કોઈપણ પ્રકારનો ડર રહેતો નથી.

image source

4. શનિ દેવ પ્રસન્ન થશે તો ધન લાભ થાય છે અને સમાજમાં માન-સમ્માન મળશે. શનિની સ્થિતિ શુભ હોય તો ચામડા, તેલ, લોઢા, લાકડાના વેપારમાં લાભ થાય છે.

5. જો ઘરની બહાર પશ્ચિમ દિશામાં સમડાનું વૃક્ષ હોય તો શનિ દેવની કૃપા જાતક પર હોવાનો પુરાવો હોય છે. આ ઉપરાંત જો દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ હોય તો હનુમાનજીની કૃપા વરસે છે.

image source

6. જે વ્યક્તિ નિયમિત હનુમાન ચાલીસા વાંચે છે તેના પર શનિદેવની કૃપા રહે છે. કારણ કે શનિદેવએ હનુમાનજીને વચન આપ્યું હતું કે તેમના ભક્તોને તે કષ્ટ નહીં આપે.

7. જો તમે દારુ, જુગાર, વ્યાજના ધંધાથી દૂર રહો તો શનિ દેવ કોપાયમાન નહીં થાય. જે જાતક પરસ્ત્રીથી દૂર રહે અને ગૃહક્લેશ ન કરે તેના પર શનિદેવ ખુશ રહે છે.

image source

8. જો તમારાથી પરીવારના સભ્યો, સહકર્મીઓ સહિતના લોકો ખુશ રહેતા હોય તો સમજવું કે શનિ કૃપા છે તમારા પર.

9. શનિવારના દિવસે જૂતા-ચપ્પલ ચોરી થાય તો શનિ દેવ શુભ સંકેત આપી રહ્યા છે તેમ સમજવું.

image source

10. કુંડળીમાં શનિ ગ્રહ મકર અને કુંભનો સ્વામી હોય છે. તુલામાં ઉચ્ચનો અને મેષમાં નીચ સ્થાનમાં હોય છે. અગિયારમું ઘર તેનું પાક્કુ ઘર હોય છે. જો શનિ સાતમા ભાવમાં હોય તો શુભ ગણાય છે. અર્થાત મકર, કુંભ અને તુલાનો શનિ સારો હોય અને સાતમા તેમજ અગિયારમાં ભાવનો શનિ સારો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version