જલ્સા કરોને જેંતીલાલ

આ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી તરીકે રૂપિયા નહીં પણ રીસાઇકલીંગ માટે પ્લાસ્ટીક વેસ્ટ માગવામાં આવે છે.

શીક્ષણ એ વ્યક્તિના જીવનનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. શિક્ષણથી જ બાળકનું ઘડતર થાય છે. એક શિક્ષિત યુવાન દેશનું ભવિષ્ય ઉજવળ બનાવે છે અને દેશને એક સુયોગ્ય ભવિષ્ય પ્રદાન કરે છે.


મૂળભુત હક્કોમાં શિક્ષણ મેળવવાના હક્કનો સમાવેશ થાય છે. પણ આજે શિક્ષણ એ સેવા નહીં પણ ધોમ ધખતો વેપાર થઈ ગયો છે. આજે તમને મહિનાની 500 રૂપિયાથી માંડીને 50000 રૂપિયા ફી વસુલતી શાળાઓ સરળતાથી મળી જશે.


જો કે તેમના શિક્ષણમાં કોઈ જ ભલીવાર હોતો નથી. પણ માનવતા સાવ મરી નથી પરવારી. નાઈજીરીયામાં એક એવી શાળા છે જે બાળકો પાસે ભણતરના બદલામાં ફી નથી વસુલતી પણ વેસ્ટની પ્લાસ્ટિકની બોટલો માગે છે.


નાઇજીરિયાના લાગોસની મોરિટ ઇન્ટરનેશલન સ્કૂલમાં બાળકો પાસે કચરામાં નાખી દેવામાં આવેલી અથવા જેનો કોઈ જ ઉપયોગ નથી તેવી પ્લાસ્ટિકની બોટલો ફીના બદલામાં માગવામાં આવે છે. અહીં શાળાનો ઉદ્દેશ એ છે કે પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં ફાળો આપવો અને જે બાળકો ફી ભરી શકે તેમ નથી તેઓ પ્લાસ્ટિક બોટલોના બદલામાં શિક્ષણ મેળવે.


આ ઉપરાંત શાળા સાથે વીસાઇકલર નામની સંસ્થાનું જોડાણ છે જેઓ પણ શાળાને આ કામમાં મદદ કરે છે. અને શાળા માટે જરૂરી ફંડ ઉભુ કરી આપે છે.


આ માત્ર એક શાળા પુરતું જ અભિયાન નથી પણ સમગ્ર આફ્રિકાને સ્વચ્છ રાખવાનું અભિયાન છે જેના માટે તેમને કેટલાએ અવોર્ડ પણ મળી ચુક્યા છે.

આવું માત્ર નાઇજીરીયામાં જ નથી થતું પણ ભારતમાં પણ એક એવી શાળા છે જ્યાં પ્લાસ્ટિકના બદલામાં શિક્ષણ આપવામાં આવે છે.


ઉત્તર-પૂર્વ ભારતમાં આવેલા આસામમાં આવેલી અક્ષર સ્કૂલનું દ્રશ્ય જોઈ તમને આશ્ચર્ય થશે અહીં ચાર વર્ષથી માંડીને પંદર વર્ષના બાળકો પ્લાસ્ટીકની થેલીઓમાં પ્લાસ્ટીક તેમજ પ્લાસ્ટીક વેસ્ટ લઈને લાઈન લગાવીને ઉભા હોય છે.


અહીં એક નીયમ કરવામાં આવ્યો છે જેમાં શાળાના દરેક વિદ્યાર્થીએ અઠવાડિયાની ઓછામાં ઓછી 25 પ્લાસ્ટીકે વેસ્ટ આઇટમો શાળામાં ફીની જગ્યાએ જમા કરાવવાની હોય છે. જેમાં પ્લાસ્ટીકની બોટલ, થેલીઓ, સ્ટ્રો, પ્લાસ્ટીકના કપ ડીશો વિગેરેનો સમાવેશ થાય છે.


શાળાના ફાઉન્ડર પરમિતા સર્મા અને મઝીન મુખ્તારે 2016માં આ શાળાની શરૂઆત કરી હતી આ જગ્યા હિમાલય ગીરીમાળાની સરહદ પર આવેલી હોવાથી ત્યાં ઠંડી પુષ્કળ પડે છે અને ઠંડીના દીવસોમાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્લાસ્ટીકનો કચરો બાળી ગરમી મેળવે છે.


એક દીવસ પ્લાસ્ટીકને બાળવાના કારણે ઉઠેલા આ ઝેરી ધૂમાડાથી તેમની શાળાના ક્લાસરૂમ ભરાઈ ગયા અને તે વખતે તેમણે કંઈક પગલું ભરવાનો નિર્ણય કર્યો. અને શરૂ થયું આ અભિયાન.


આજે આ વિસ્તાર એક સ્વચ્છ સુઘડ વિસ્તાર છે. આ ઉપરાંત શાળામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ પૈસાની તંગીના કારણે ફી પણ નહોતા ભરી શકતા તેમને ભણવા માટે પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પ્લાસ્ટીક જમા કરાવવાના અભિયાનમાં સમાયેલો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version