શક્તિશાળી દેવ શનિદેવના આપણા દેશમાં આવેલ આ મંદિરના દર્શન કરવા છે બહુ શુભ…

સૂર્ય પુત્ર શનિ દેવને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને તે માનવને કર્મનું ફળ આપે છે. દેશમાં તેમના ઘણા પ્રખ્યાત મંદિર આવેલા છે.

ભગવાન શનિદેવને ગ્રહોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે અને તે માણસને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. આ એક કારણ છે કે લોકો તેમની પૂજામાં ખૂબ જ સાવચેતી રાખે છે અને તેમના પ્રકોપથી બચવા માટે શનિવારના દિવસે તેમની પૂજા પણ કરે છે. દેશના દરેક ખૂણામાં શનિદેવની પૂજા થાય છે અને તેમના આ છ મંદિર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે .

1. શનિ શિંગળાપુર

A post shared by sk633y (@sk633y) on


મહારાષ્ટ્ર સ્થિત આ મંદિરની ખ્યાતી દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ છે. ઘણા લોકો આ સ્થળને શનિ દેવનું જન્મ સ્થાન પણ માને છે. એવું કહેવાય છે કે અહીં શનિ દેવ છે, પરંતુ મંદિર નથી. ઘર છે, પરંતુ દરવાજા નથી અને વૃક્ષ છે પણ છાયા નથી. શિંગળાપુરનું આ ચમત્કારી શનિ મંદિર સ્થિત શનિદેવની મૂર્તિ લગભગ પાંચ ફીટ નવ ઇંચ ઊંચી અને લગભગ એક ફીટ છ ઇંચ પહોળી છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુ અહીં આવીને શનિદેવની આ દુદુર્લભ મૂર્તિના દર્શન કરી લાભ લે છે.

2. શનિ મંદિર, ઇન્દોર

A post shared by lucky verma (@iamluckyverma) on

ઈંદોર માં શનિદેવનું પ્રાચીન અને ચમત્કારિક મંદિર જુના ઈંદોરમાં આવેલું છે. આ માત્ર હિંદુસ્તાનનું જ નહીં, વિશ્વનું સૌથી પ્રાચીન શનિ મંદિર છે. એવું માનવામાં આવે છે કે જુના ઇન્દોર માં સ્થાપિત આ મંદિરમાં શનિ દેવતા સ્વયં પધાર્યા હતા. આ મંદિર વિશે એક વાર્તા પ્રચલિત છે કે મંદિરનું સ્થાન આશરે 300 વર્ષ પૂર્વે 20 ફૂટ ઉંચાઇ પર માત્ર એક ટેકરી પર હતું, જ્યાં વર્તમાન પૂજારી ના પૂર્વજ પંડિત ગોપાલદાસ તિવારી આવીને વસ્યા હતા.

3. શનિચરા મંદિર, મુરૈના

મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક એન્ટિ ગામમાં શનિદેવના મંદિરનુ વિશેષ મહત્વ છે. દેશના સૌથી પ્રાચીન ત્રેતાયુગી શાણી મંદિરમાં પ્રતિષ્ટિત શનિદેવની પ્રતિમાનું વિશેષ સ્થાન છે. એવું માનવમાં આવે છે કે, આ મૂર્તિ આકાશમાંથી તૂટીનેનીચે પડી ગયેલી એક ઉલ્કાપિંડથી બનેલી છે. જ્યોતિષ અને ખગોલશાસ્ત્રી માને છે કે, શનિ પર્વત ઉપર નિર્જન વનમાં સ્થાપિત થયેલ છે જેના કારણ કે આ સ્થાન વિશેષ પ્રભાવશાળી છે. મહારાષ્ટ્રના સિગનાપુર શનિ મંદિરમાં પ્રતિષ્ઠિત શનિ શિલા પણ આ શનિ પર્વતથી લઈ જવામાં આવી હતી. કહેવાય છે કે હનુમાનજીએ શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરાવીને તેમને કરાવીને મુરૈના પર્વત ઉપર વિશ્રામ કરવામાટે છોડી દીધા હતા. આ મંદિરની બહાર હનુમાનજીની મુર્તિ પણ સ્થાપિત છે.

4. શનિ મંદિર, પ્રતાપગઢ

A post shared by Arjun Bhaia (@arjun_bhaia) on

ભારતના મુખ્ય શનિ મંદિરોમાંથી એક શનિ મંદિર ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ સ્થિત છે, જે શનિધામના રૂપમાં પણ પ્રખ્યાત છે. પ્રતાપગઢ જીલ્લાના વિશ્વનાથગંજ બજારથી આશરે 2 કિલોમીટર દૂર કુશફરાનાં જંગલમાં ભગવાન શનિનું પ્રાચીન પૌરાણિક મંદિર લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે આ એવું સ્થાન છે જ્યાં ભક્ત પર ભગવાન શનિની કૃપા પ્રાપ્ત થાય છે. ચમત્કારોથી ભરેલા આ સ્થાન લોકોને પોતાની તરફ ખેંચે છે. અવધ ક્ષેત્ર એ એક માત્ર પૌરાણિક શનિ ધામ હોવાના કારણે પ્રતાપગઢ (બેલ્હા) સાથે સાથે ઘણા બીજા જિલ્લાઓના ભક્ત પણ આવે છે. દરેક શનિવારે ભગવાન ને 56 પ્રકારની વાનગીઓના ભોગ ધરાવવામાં આવે છે.

5. શનિ તીર્થ ક્ષેત્ર, અસોલા, ફતેહપુર બેરી

આ મંદિર દિલ્હીના મહરોલીમાં સ્થિત છે. અહીં શનિ દેવની સૌથી મોટું મૂર્તિ વિધ્યામાં છે જે અષ્ટધાતુઓની બનેલી છે.

6. શનિ મંદિર,તિરુનલ્લર

શનિદેવને સમર્પિત આ મંદિર તમિલનાડુના નવગ્રહ મંદિરમાંનું એક છે. ભારતમાં આવેલું આ શનિમંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શનિદેવના પ્રકોપને કારણે કોઈ વ્યક્તિ દુઃખી , ગરીબી અને અન્ય ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી શનિની બધી જ ખરાબ અસરોથી મુક્ત થાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ