‘શક્તિમાન’ સીરિયલમાં યાદગાર ભૂમિકા કરનારા આ 6 સ્ટાર્સને જોઈને આવી જશે બાળપણની યાદ

‘મેં હૂ શક્તિમાન’ જો તમારો જન્મ 90ના દાયકામાં થયો હશે, તો તમને આ સીરિયલ જરૂરથી યાદ હશે. શક્તિમાન પહેલો એવો સુપર હીરો હતો જે દુશ્મનોને મારવાની સાથે સાથે બાળકોને દરરોજ નવી શીખામણ આપતો અને આ સીરિયલનો કોન્સેપ્ટ બાળકોને બહુ પસંદ હતો. કેટલાય સુપર હિરો આવ્યા અને કેટલાય ગયા પરંતુ શક્તિમાનની જગ્યા ક્યારે કોઈ નથી લઈ શક્યું. સીરિયલના ડાયલોગથી લઈને તેના પાત્રો આજે પણ આપણા મનમાં એવાને એવા જ છે. જો કંઈ ફેરફાર થયો હોય તો તે છે સીરિયલમાં જોવા મળતા અભિનેતા અને અભિનેત્રીનો લુક. તો આજે અમે તમને સીરિયલમા મુખ્ય પાત્ર કરનારા કલાકારો કેવા દેખાય છે તેના વિશે જણાવીશું

1. મુકેશ ખન્ના- શક્તિમાન

ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી એટલે કે શક્તિમાનનો રોલ કરનારા મુકેશ ખન્નાની ઉંમર 59 વર્ષની થઈ ગઈ છે. મુકેશ ખન્ના ટીવી પડદાની સાથે સાથે બોલિવૂડમાં પણ કામ કર્યું છે અને પોતાના અભિનયથી એક અલગ ઓખળ ઉભી કરવામાં તેઓ સફળ રહ્યા છે. જો કે અત્યારે તો મુકેશ ખન્નાને આપણે ઓળખી પણ ન શકીએ.

2. વૈષ્ણવી મહાંત-ગીતા વિશ્વાસ

સીરિયલમાં શક્તિમાનની પ્રેમિકાનો રોલ કરનારી વૈષ્ણવીની ઉંમર અત્યારે 43 વર્ષની થઈ ગઈ છે. શક્તિમાન પછી તે ‘ટશન એ ઈશ્ક’ અને ‘સપને સુહાને લડકપન કે’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે. જો કે, અત્યારે તે સોની ટીવી પર આવતી સીરિયલ ‘યે ઉન દીનો કી બાત હૈ’ માં કામ કરી રહી છે.

3. લલિત પરિમૂ- ડોક્ટર જૈકાલ-

લલિત પરિમૂએ સીરિયલમાં એક એવા ડોક્ટરનું પાત્ર ભજવતા હતા, જે શક્તિમાન માટે હંમેશા મુશ્કેલી ઉભી કરતા. નાના પડદાની સાથે સાથે તેઓ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. જો કે, વધતી ઉંમરની સાથે તેમનો લુક પણ બદલાય ગયો છે તેથી ઓળખવામાં થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

4. અશ્વિની કાલસેકર- શલાકા-

અશ્વિનીએ સીરિયલમાં કાલી બિલ્લી શલાકાની ભૂમિકા નિભાવી હતી. 48 વર્ષની અશ્વિનીને લોકો ટીવી સીરિયલોમાં નેગેટિવ ભૂમિકા માટે ઓળખે છે. તેની સાથે તેને ઘણી બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યુ છે. તે હંમેશા નકારાત્મક રોલ વધારે કરે છે. જો કે, અત્યારે તો તેનો લુક એકદમ ચેન્જ થઈ ગયો છે.

5. સુરેન્દ્ર પાલ- તમરાજ કિલવિશ

‘અંધેરા કાયમ રહે’ તમરાજ કિલવિશનું પાત્ર ભજવનાર સુરેન્દ્ર પાલ સીરિયલમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા કરી હતી. એક એવો ખલનાયક જે ‘અંધેરા કાયમ’ રાખવા માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે, પણ શક્તિમાન પોતાની શક્તિઓથી તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી દેતો હોય છે. સુરેન્દ્રએ પોતાની દમદાર એક્ટિંગને કારણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

6. પ્રોફેસર વિશ્વાસ- રાજેન્દ્ર ગુપ્તા-

75 વર્ષના રાજેન્દ્ર ગુપ્તાએ શક્તિમાનમાં ગીતા વિશ્વાસના પિતાની ભૂમિકા કરી હતી. આ સીરિયલમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. તેમજ સુરેન્દ્ર બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ સાથે પણ કામ કર્યું છે.

આ સ્ટોરી વાંચીને જરૂરથી તમને તમારું બાળપણ યાદ આવી ગયું હશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી