ઘરે મહેમાન આવે ત્યારે બનાવો એકદમ ફ્રેશ જ્યુસ, મહેમાન હેપ્પી હેપ્પી થઇ જશે…

શકરટેટી જ્યુસ

શકરટેટી ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ છે. શકરટેટીની ચીર તો લોકોને ખુબ જ ભાવે જ છે પરંતુ તેની સાથે જ શકરટેટીનું જ્યુસ પણ ખુબ જ લોકપ્રિય છે. શકરટેટી આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે તેમજ. તેનાથી પાણીની કમી પણ નથી થતી. આ જ્યુસ બનાવવું ખુબ જ સરળ અને જલ્દી થી બનતું જ્યુસ છે. ઉનાળામાં મેહમાનો આવે ત્યારે એકદમ ફ્રેશ શકરટેટીનું જ્યુસ બનાવી મેહમાનોને ખુશ કરી શકાય છે.

સામગ્રી:

  • ૧/૨ નંગ શકરટેટી,
  • ૧ ચમચી ખાંડ,
  • ૫-૬ નંગ બરફ,
  • સજાવટ માટે….
  • ૧-૨ ફુદીના ના પાન,
  • ૨ નંગ શકરટેટી ની ચીર .

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ તેમાં સૌપ્રથમ આપણે લઈશું શકરટેટી. ત્યાર બાદ લઈશું ખાંડ મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તમે શાકર પણ લઇ શકો છો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા બરફ લઈશું. જો જ્યુસ પાતળું કરવું હોય તો તેમાં પાણી પણ ઉમેરી શકાય છે.હવે શકરટેટીની છાલ કાઢી તેમાંથી બધા જ બીજ કાઢી. શકરટેટીના નાના નાના ટુકડા કરી લેવા. જેથી તે સેહલાઈથી પીસાઈ જાય.

ત્યારબાદ બધા જ શકરટેટીના ટુકડાને એક બાઉલમાં કાઢી લેવા.

હવે બ્લેન્ડર વડે શકરટેટીને ક્રશ કરી લઈશું. તેને બ્લેન્ડર કે મિક્ષ્ચરમાં પણ સેહલાઈથી ક્રશ કરી શકાય છે.શકરટેટી મીઠી જ હોય છે. પરંતુ જ્યુસ બનાવવા માટે તેમાં જરૂર મુજબ ખાંડ કે શાકર ઉમેરી શકાય છે.

ખાંડ ઉમેરી તેને પાછુ બ્લેન્ડર વડે ક્રશ કરી લેવું. ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે બરફ ઉમેરીશું. અને બ્લેન્ડર વડે ખુબ જ મિક્ષ કરી લેવું.

ત્યાર બાદ તેને એક બાઉલમાં ભરી ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકીદો.

ઠંડુ થઇ ગયા બાદ તેને એક સેર્વિંગ ગ્લાસમાં કાઢી ફુદીનાના પાનથી ગર્નીશ કરી સેર્વ કરો.

નોંધ: જ્યુસ ઘટ્ટ લાગે તો પાણી ઉમેરી પાતળું કરી શકાય છે, તેમજ મીઠું કરવા માટે ખાંડની જગ્યા પર શાકર પણ ઉમેરી શકાય છે. જરૂર ના હોય તો ખાંડ વગર પણ જ્યુસ સેર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી