જાણી લો આજે એવી વસ્તુઓ વિશે જે લોકો શાકાહારી સમજીને ખાય છે, પણ તે છે માંસાહારી

એવી કઈ વસ્તુ છે જે આપણે અત્યાર સુધી શાકાહારી સમજીને ખાતા હતા પણ એ ખરેખર છે માસાહારી? ~ ચીઝ માસાહાર છે કે શાકાહાર? ~ જાણો માસાહારી વસ્તુ.

– એવી તો ઘણી વસ્તુ છે જેને આપણે શાકાહારી વસ્તુ સમજીને ખાતા હોઈએ છીએ પણ ખરેખરમાં માસાહારી છે. તો તમે ક્યારેય પણ બહાર જાઓ તો ખાસ ધ્યાન રાખજો કે તે વસ્તુ સંપૂર્ણ શાકાહારી વસ્તુ જ હોય. આવો જાણીએ, શાકાહારી અને માસાહારી વસ્તુઓ વિશે.

ઘણા લોકો નવરાત્રી જેવા ધાર્મિક તહેવારના સમયે માસાહારી ભોજન બંધ કરી દેતા હોય છે. જો તમે પણ ઉપવાસ અથવા ખાસ દિવસોમાં માસાહાર બંધ રાખતા હોય તો તમારે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક સામાન્ય ખાદ્ય પદાર્થને ‘શાકાહારી’ ટેગ સાથે પારિત થઈ જતા હોય છે પણ હકિકતમાં તે વસ્તુ માસાહારી હોય શકે છે. આ ખાદ્ય પદાર્થ બનાવવા માટે પશુ ચરબી અથવા માંસ ઉત્પાદકોનો ઉપયોગ થતો હોય છે.

1) સુપ

image source

આપણે ભારતીયોને જમતા પહેલાં સુપ પીવું બહુ પસંદ હોય છે. પણ શું તમે જાણો છો કે તમને ભાવતુ સુપ ખરેખરમાં માસાહારી છે? જો તમે આ સુપને રેસ્ટૉરન્ટમાં ખાઈ રહ્યા હો તો સાવધાન. રેસ્ટોરન્ટમાં પીરસાયેલું સુપમાં સૉસ જોડવામમાં આવે છે જે માછલી સૉસ હોય છે. હવે જ્યારે સુપ સાથે સૉસનો ઓર્ડર કરો ત્યારે આ વાતનું ધ્યાન રાખજો.

2) નાન

image source

આપણા વિશિષ્ટ ભારતીય ભોજન નાન વગર અધૂરું છે. ક્યારેક આપણે ઘરે બનાવીએ છીએ તો ક્યારેક બહારથી મંગાવતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો? નાનને નરમ બનાવવા માટે અને લચીલાપણું લાવવા માટે ઈંડાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. કેટલાંક લોકો ઈંડાને પણ માસાહારમાં ગણતરી કરતાં હોય છે. ત્યારે જો તમે પણ ઈંડાને માસાહારમાં ગણતાં હો તો નાનને નરમ બનાવવા અને આથો લાવવા અન્ય રસ્તાઓ શોધો.

3) ચીઝ

ચીઝ વગર અનેક ફાસ્ટ ફુડ અધૂરા હોય છે. ચીઝ પાવભાજી, ચીઝ પૌઆ. ચીઝ ઢોસા વગેરે દરેક ફુડ ચીઝ વગર અધૂરા હોય છે. પણ શું તમે જાણો છો કે બાઝારમાંથી પેકિંગમાં મળતા ચીઝ બનાવવા માટે રેનેટનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રાણીઓના આતરડાઓમાં મળી આવતો એક એન્ઝાઈમ છે. દૂર્ભાગ્યથી ચીઝની બનાવટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ વાસ્તવિક એન્ઝાઈમની સુચી નથી હોતી, પણ એક સામાન્ય શબ્દ ‘એન્ઝાઈમ’ હોય છે.

4) તેલ

image source

‘હાર્ટ ફ્રેન્ડલી’ તેલનું વિજ્ઞાપન યાદ હશે? જેમાં ઓમેગા-3 ને મહત્વ આપવામાં આવતું હોય છે પણ શું તમે જાણો છો? ઓમેગા-3 મોટેભાગે માછલીઓમાંથી મળી આવતું એસિડ છે. જે એક રીતે માસાહાર છે.

5) સલાડ ડ્રેસિંગ

જ્યારે તમે બહારના ભોજનમાં સલાડનો ઓર્ડર કરો છો ત્યારે તમે એ વાતથી બેખબર હો છો કે સલાડને સ્વાદિષ્ટ બનાવવા માટે સાથે જે સૉસને સર્વ કરવામાં આવે છે તે સૉસને ઘટ્ટ બનાવવા માટે ઈંડાનો પ્રયોગ સામાન્ય રીતે થતો હોય છે. માટે સલાડ ડ્રેસિંગનો ઓર્ડર કરો ત્યારે તેમાં વાપરવામાં આવતી વસ્તુઓની સુચી એકવાર ચોક્કસથી જોઈ લો.

6) સફેદ ખાંડ

image source

સફેદ ખાંડ લાંબા સમય સુધી ચોખી રહે અને તેમાં ભેજનું પ્રમાણ ન વધે એ જરૂરી હોય છે. પણ તમે જાણો છો કે ખાંડને લાંબા સમય સુધી ચોખી રાખવા માટે પ્રાકૃતિક કાર્બનનો પ્રયોગ કરવામાં આવે છે અને આ પ્રાકૃતિક કાર્બન પ્રાણીઓના અસ્થિના ભૂક્કામાંથી મળી આવે છે. માટે સફેદ ખાંડ ખરીદવા કરતાં સાકર અથવા ગોળ લેવાનો આગ્રહ રાખવો.

7) બીયર દારુ

બીયર બનાવવા વાળી કંપની બીયરનો રંગ ઘાટો કરવા માટે ‘ઇસ્તિંગ્લાસ’ અથવા મૃત માછલીનું મુત્રપિંડના લોહીનો ઉપયોગ કરે છે. જો તમને બીયરના રંગથી પ્રેમ થઈ જતો હોય તો તમે માછલીના મુત્રપિંડનો આભાર માની શકો છો. દુનિયાની મોટાભાગની બિયર કંપનીઓ ઇસ્તંગ્લાસનો પ્રયોગ કરે છે.

8) જેલી

image source

આપણે સૌ જાણીએ છીએ કે જેલીનો મુખ્ય ઘટક જીલેટીન છે. જીલેટીન એક પશુ વ્યુતપન્ન છે.

9) બટેટા ચિપ્સ

image source

આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે બટેટા ચિપ્સ પણ માસાહારી વસ્તુ છે. અનેક બટેટા ચિપ્સ, ખાસ કરીને બાર્બેક્યુ ચિપ્સમાં ચિકન વસા હોય છે. માટે બટેટા ચિપ્સ પેકેટ ખરીદતા પહેલા તેની સામગ્રી એકવાર ચોક્કસથી ચકાસી લો.

10) કેક

એ તો કોઈ શંકાની વાત નથી કે કેકમાં ઈંડા મહત્વનું ઘટક હોય છે. જોકે હવે ઘરે ઈંડા વગરની કેક બને છે.

સોર્સ:- ક્વોરા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ