શાહરુખ ખાનનો ડુપ્લીકેટ ઈબ્રાહિમ કાદરી, તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં થાપ ખાઇ જશો

બોલિવુડ સ્ટાર્સના હમશકલ તો ઘણા છે પણ બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના જે હમશકલની વાત અમે કરી રહ્યા છે એને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. શાહરુખ ખાનના આ હમશકલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે ખરેખર આ શાહરુખ ખાનનો હમશકલ છે કે પછી ખુદ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન.

image source

શાહરુખ ખાનના આ હમશકલનું નામ ઇબ્રાહિમ કાદરી છે. ઇબ્રાહિમ કાદરી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો અને ફોટા શેર કરતા રહે છે. શાહરુખ ખાન જેવો જ સેમ ટુ સેમ ચહેરો અને એમના જેવી જ સ્ટાઇલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઇબ્રાહિમ કાદરીના સોશિયલ મીડિયા એકાઉન્ટના વિડીયો શાહરૂખ ખાનની ફિલ્મોમાં ગીતથી ભરેલા છે.

image source

ઇબ્રાહિમ કાદરીના શાહરુખ ખાન વાળા લુકસને વિડીયો ટીવી એકટર અલી ગોનીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. ઇબ્રાહિમનો આ વીડિયો જોઈને ખુદ અલી ગોની પણ ચોંકી ગયા હતા. એમને લખ્યું જતી કે આવું કઈ રીતે થઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim qadri (@ibrahim__qadri)

image source

ઇબ્રાહિમ કાદરીએ શાહરુખ ખાનના ઘણા જુના અને હિટ ગીતો પર પરફોર્મ કર્યું છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઇબ્રાહિમ કાદરીને જોઈને કદાચ એકવાર ખુદ શાહરુખ ખાન પણ ચોંકી જશે કે એ અરીસા સામેં તો નથી ઉભાને. શાહરુખ ખાનના આ હમશકલએ તો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

image source

શાહરુખ ખન્ના વર્કફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ પછી શાહરુખ ખાનની એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. અને કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત પણ થઈ નથી.

image source

ઝીરોમાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. તો હવે દર્શકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.માહિતી મુજબ, શાહરૂખે લોકડાઉન દરમિયાન ઘરે બેસીને ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળી છે. કહેવાઈ રહ્યું છે કે, શાહરૂખ ‘વૉર’ ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની મેગા એક્શન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ ‘પઠાણ’ છે.

image source

આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ઉપરાંત શાહરુખ ખાન ડિરેક્ટર અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ કે જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે અને આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં કેમિયો રોલમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong